________________
વિવિધ રીતે જે સહયોગ સાંપડ્યો તેનાથી સંસ્થાનો પાયો મજબૂત બન્યો અને બીજા અનેક સાધકોને સાધના માટે આવવાની પ્રેરણા મળી. આ મહાનુભાવો તે – (૧) સ્વ. શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતા (અમદાવાદ) :
જેઓ સંસ્થાના સ્થાપનકાળથી જ તેના આજીવન પ્રમુખ રહ્યાં અને પ્રેરણા, શ્રદ્ધા, વ્યવહારકુશળતા, ઉદારતા અને વર્ષમાં લગભગ દશ મહિના સંસ્થામાં રહીને બહુમુખી સેવાઓ આપતા. તેઓશ્રી સૌ કોઈ નાના-મોટાના પ્રીતિપાત્ર હતા. તેમના ધર્મપત્ની તારાબેન અને કુટુંબના સભ્યો સંસ્થાના કાર્યોમાં હજુ પણ તેવી જ અનુમોદના કરી રહ્યા છે. (૨) સ્વ. શ્રી હરિલાલ મોહનલાલ શાહ
જેઓએ પોતાની ઉધમશીલતા, સમર્પણભાવ, પત્રવ્યવહાર કુશળતા અને દિવ્યધ્વનિ' સંચાલન દ્વારા સંસ્થાને અનેક રીતે આગળ ધપાવી. તેમની ખાડિયા-અમદાવાદની ઓફિક્સ “દિવ્યધ્વનિ'ના. કાર્યાલય જેવી બની ગઈ. તેઓશ્રી વર્ષમાં નવ-દશ મહિના કોબામાં રહી ભક્તિ કરતાં, સ્વાધ્યાયો લખતાં અને તીર્થયાત્રાઓમાં ઉત્સાહથી ભાગ લેતા; જેમાં તેમના ધર્મપત્ની કાંતાબેનનો પણ પૂર્ણ સહયોગ રહેતો. પોતાના જીવનની ૦૫ વર્ષની ઉજવણી તેઓએ પૂ. શ્રી આત્માનંદજીના સ્વાધ્યાયાદિમાંથી સંપાદિત કરેલ ‘પરમાર્થ પ્રત્યે' નામના પુસ્તકનું પ્રકાશન કરીને કરી. હજુ પણ કાંતાબેન અને અન્ય કુટુંબીજનો સંસ્થા પ્રત્યે તેવો જ સદ્ભાવ રાખે છે. (૩) સ્વ. ડો. રસિકભાઈ કે. શાહ (બર્માવાળા) સુરેન્દ્રનગર તથા (૪) સ્વ. શ્રી બાબુભાઈ ટી. શાહ (લીંબડીવાળા)
તેઓએ પોતાના જીવનના છેલ્લા ૧૦ વર્ષ પૂર્ણ સમર્પણતાથી સંસ્થામાં ગાળ્યા અને ડોક્ટર તરીકેની સેવાઓ ઉપરાંત પૂજ્યશ્રીની અને સંસ્થાની અનેકવિધ સેવાઓ કરી. જીવનના અંતિમ દિવસો સુધી આ બંને મહાનુભાવો તન-મન-ધનથી સંસ્થાને પોતાની જ જાણીને જીવ્યાં અને સર્વાગ સહયોગ આપ્યો. (૫) સ્વ. શ્રી પાનાચંદભાઈ મહેતા :
તેઓએ પોતાની વહીવટી શક્તિઓ અને મોટા સરકારી અમલદાર સંસ્થાના બાંધકામની પરવાનગી આદિ વિવિધ કાર્યોમાં સહયોગ આપ્યો અને “દિવ્યધ્વનિ'માં પણ અનેક લેખો મોકલ્યાં.
સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂ. શ્રી જેસીંગ બાવજીના સાનિધ્યમાં દર વર્ષે ત્રણથી ચાર સત્સંગ મેળાવડા યોજાતા; જેમાં પૂજ્યશ્રી સક્રિયપણે રસ લેતા હતા. આ સમયગાળામાં પૂજ્યશ્રી સાન્નિધ્યમાં ઉત્તર ગુજરાત, ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ-ભારત, બુંદેલખંડ, શ્રી સમેતશિખરજી, રાજસ્થાન તથા પરમકૃપાળુદેવના આરાધનાધામોની અનેક તીર્થયાત્રાઓ મુખ્યપણે રહી; જેના અંતર્ગત સત્સંગ, સંતદર્શન તથા તીર્થોદ્ધારમાં અર્થસહયોગનો સમાવેશ થાય છે. આ સંસ્થા દ્વારા યોજાતી આ અનેક નાની-મોટી યાત્રાઓનું આયોજન, વ્યવસ્થા અને યાત્રિકોમાં ઉત્સાહ પ્રેરવાનું કામ પ્રશંસનીય રીતે સ્વ. શ્રી ભોગીભાઈ શિવલાલ શાહ પાર પાડતા અને તેમાં તેમને બ્ર. શ્રી પ્રકાશભાઈ શાહનો સુંદર સહયોગ મળતો. અવારનવાર બા. બ્રશ્રી ગોકુળભાઈ પણ જોડાતા. રાજકોટ, મુંબઈ, અમદાવાદ અને સાબરકાંઠાના ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં ભાગ લેતા. નજc: જયંતી વર્ષ : ૨૫
તીર્થ-સેરમા - ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org