SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક સાધના કેન્દ્રનું નિર્માણ : ઈ.સ. ૧૯૮૦થી ધીમેધીમે સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં, સાધના માટે એકાંતવાસની આવશ્યકતા જણાતાં અને શહેરના ધમાલિયા જીવનથી દૂર રહેવાનું બને તો મોટી સંખ્યામાં બહારગામના સાધકો પણ આવીને રહી શકે, સામૂહિક સાધના સારી રીતે થઈ શકે તથા મધ્યવર્તી કાર્યાલય હોય તો સંસ્થાની પ્રવૃત્તિ વધારે સક્ષમ, સગવડભરેલી અને કંઈક વિશાળ પાયા ઉપર થઇ શકે તેમ ટ્રસ્ટીઓને લાગ્યા કરતું. આ માટે ઈ.સ. ૧૯૮૧માં અમદાવાદના શેઠશ્રી રસિકલાલ અચરતલાલ શાહે તેમના મિત્રશ્રી હ. ના. શાહની પ્રેરણાથી દાનમાં આપેલી લગભગ ૬૫૦૦ ચો.વાર જમીન ઉપર, અમદાવાદથી ૧૬ કિ.મી.ના અંતરે અમદાવાદ-ગાંધીનગર હાઈ-વે ઉપર, નભોઈ ચોકડી પાસે, સાબરમતી નદીની નજીક શાંત, રમણીય અને પવિત્ર વાતાવરણમાં આધ્યાત્મિક સાધના કેન્દ્રનું નિર્માણ થયું. તેમાં ક્રમશઃ લગભગ ૧૫૦ ભાઈ-બહેનોના આવાસની, સ્વાધ્યાય-પ્રાર્થનાખંડની, ધ્યાનકક્ષ સહિત સંતકુટિરની, શ્રી મંદિરજીની તથા કાયમી ભોજનશાળાની ક્રમે ક્રમે વ્યવસ્થા થઈ. . તા. ૩-૫-૮૧ના રોજ સંસ્થાનું ભૂમિપૂજન આદ. સર્વશ્રી સ્વ. ચીમનભાઈ ચકુભાઈ શાહ સ્વ. દુર્લભજીભાઈ ખેતાણી અને રમણભાઈ ચી. શાહના વરહસ્તે કરવામાં આવ્યું. સંસ્થાનું બાંધકામ અંગેનું કામકાજ ઈ.સ. ૧૯૮૨માં ધીમે ધીમે શરૂ થયું. આ માટે સંસ્થાના પ્રમુખ સ્વ. શ્રી ચંદુભાઈ છોટાલાલ મહેતા, સ્વ. શ્રી શશીકાંતભાઇ નાગરદાસભાઈ ધ્રુવ, લંડન નિવાસી શ્રી નેમુભાઈ સી. ચંદેરિયા અને ડો. સોનેજી પરિવાર - પ્રત્યેક તરફથી રૂ. ૩૧,૦૦૦/-નું યોગદાન મળતાં સંસ્થાના નિર્માણકાર્યમાં વેગ આવ્યો. તા. ૫-૧૨-૮૨ના રોજ મૂળ સ્વાધ્યાય હોલમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી તથા પરમકૃપાળુદેવના ચિત્રપટોની સ્થાપના કરવામાં આવી; જેમાં રાજકોટ તથા મુંબઈના અગ્રણી મુમુક્ષુ ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભગવાન શ્રી મહાવીરનું આ ચિત્રપટ બનાવવામાં માટુંગાના શ્રી ચીનુભાઈ ડેલીવાળાએ ખૂબ પ્રેમપરિશ્રમ લીધો હતો અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનું ચિત્રપટ ઘાટકોપર નિવાસી શ્રી પ્રવિણભાઈ પી. દોશીએ સપ્રેમ ભેટ આપ્યું હતું. ચિત્રપટોની પ્રતિષ્ઠા અને અનાવરણ વિધિ સ્થાનિક મુમુક્ષુઓ ઉપરાંત ઘાટકોપરથી ખાસ પધારેલ મુરબ્બી સર્વશ્રી મનુભાઈ મોદી, દુર્લભજીભાઇ ખેતાણી, મનુભાઈ ખોખાણી, રાજકોટના વસંતભાઈ ખોખાણી આદિ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રદ્ધેય ડો. સોનેજીએ અને શ્રી પ્રવિણભાઇ દોશીએ મંત્રોચ્ચારના જયજયકાર સહિત કરી હતું. આ. બહેનશ્રી સુનંદાબેને ‘અનાવરણ' શબ્દ પર સુંદર, માર્મિક પ્રવચન આપ્યું હતું. પ્રારંભિક અવસ્થામાં સંસ્થાએ પોતાનું કાર્યક્ષેત્ર સાહિત્ય-પ્રકાશન, ભારતના વિવિધ ગામો, નગરો અને મહાનગરોમાં જાહેર સ્વાધ્યાયમાળાઓ તથા સામૂહિક તીર્થયાત્રાઓનું જ રાખેલ. સંસ્થાના બાંધકામ માટે ગુજરાતના રીટાયર્ડ સુપ્રીન્ટેન્ડન્ટ એન્જિનિયર સ્વ. મુ. શ્રી દલપતભાઈ પી. શાહે શ્રદ્ધાપૂર્વક અને સ્વેચ્છાએ માનદ્ સેવાઓ લગભગ ૭ (સાત) વર્ષ સુધી આપી. દરરોજ એસ.ટી. બસમાં આવીને, પોતાના નાસ્તાનો ડબ્બો લઈને, લીમડાના વૃક્ષ નીચે ભોજન કરતાં. આમ અંગત રસ લઈને સંસ્થાના મુખ્ય મકાનનું, મહિલાભુવનનું, ભોજનશાળાનું, સંતકુટિરનું અને પ્રાથમિક સ્ટાફ ક્વાર્ટસનું નિર્માણ તેઓએ ઉત્તમ ભક્તિભાવથી અને ચીવટપૂર્વક કર્યું તેમ જ પોતે પણ સ્વાધ્યાય-ભક્તિનો લાભ અવાર-નવાર લીધો. તેઓનું આ યોગદાન ખરેખર અવિસ્મરણીય છે. આ ગાળામાં સંસ્થાને અનેક અન્ય મહાનુભાવોએ પણ વિવિધ પ્રકારે યોગદાન આપ્યું, પરંતુ તેમાંના પાંચ પ્રૌઢ, સદ્ગત મહાનુભાવોનો રજતજયંતી વર્ષ : ૨૫ ૨૦ તીર્થ-સૌરભ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy