SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વવાણિયા, રાજકોટ, ઇન્દોર આદિ શ્રીમદ્ રાજચંદ્રની અનેક સંસ્થાઓમાં તથા મંદિરોમાં વૈવિધ્યપૂર્ણ સ્વાધ્યાય - પ્રવચનમાળાઓનું વિશાળ પાયા પર આયોજન થયું; તેમ જ સંસ્થાના વાર્ષિકોત્સવો નિમિત્તે અનેક શિબિરોનું આયોજન થયું. આમ, એક બાજુ સંસ્થાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ, નવા નવા પ્રકાશનો, દૂર દૂરની દીર્ઘકાલીન તીર્થયાત્રાઓ અને ‘દિવ્યધ્વનિ'ની સભ્યસંખ્યાની વૃદ્ધિ દ્વારા વિસ્તરતો ગયો; તો બીજી બાજુ વ્યક્તિગત અને સામૂહિક સાધનાની વૃદ્ધિ થતી ગઇ. ઇ.સ. ૧૯૦૫માં, સંસ્થાની સ્થાપના બાદની પ્રથમ મોટી તીર્થયાત્રા ઉત્તર અને પૂર્વ ભારતના તીર્થોની થઈ. [જુઓ તસવીર] (૩) ઈ.સ. ૧૯૭૬ના ચાતુર્માસ દરમ્યાન શ્રી અજિતનાથ દિગંબર જૈન મંદિર, અમદાવાદમાં ડૉ. સોનેજી (પૂ. આત્માનંદજી) તથા આદરણીય શ્રી ગોકુળભાઈએ આજીવન બ્રહ્મચર્યનો નિયમ લીધો. આ ઉપરાંત ડો. સોનેજીએ ઇ.સ. ૧૯૮૦માં પુન્નુર હીલ્સ (તામિલનાડુ)માં આદરણીય, બાલબ્રહ્મચારી વિદ્વદ્ધર્ય શ્રી માણિકચંદજી ચવરેજી (કારંજા ગુરુકુળ) તથા મદ્રાસ સંઘની ઉપસ્થિતિમાં ભારતીય પદ્ધતિનો પોશાક પહેરવાનો અને અણુવ્રતોનો પ્રારંભિક અભ્યાસ કરવાનો નિયમ લીધો હતો. તા. ૫-૭-૮૪ના રોજ તેઓએ પૂજ્ય મુનિશ્રી સમંતભદ્રજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ‘ આત્માનંદ’ નામ પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી ગિરનારજીમાં ધારણ કર્યું. ઈ.સ. ૧૯૮૪થી વાર્ષિક દિવાળી પુસ્તિકાની પરંપરાના પ્રથમ મણકા તરીકે ‘જીવનઅમૃત'નો તથા ખાસ યુવાપેઢી માટેની શિબિરોનો પણ પ્રારંભ થયો. આ સમયગાળા દરમિયાન ભોજનશાળાનો શુભારંભ (તા. ૧-૯-૮૩) અમદાવાદના પ્રસિદ્ધ સુશ્રાવક શ્રી નવનીતભાઇ પટેલના વરદ હસ્તે (પાર્શ્વનાથ કોરપોરેશનવાળા) થયો; તથા મહિલાભુવનનું ઉદ્ઘાટન દાનવીર શેઠશ્રી રસિકભાઈ અ. શાહના વરદ હસ્તે તા. ૧૯-૮-૮૪ના રોજ થયું. (૪) આમ સંસ્થાની વૈવિધ્યપૂર્ણ અને સંસ્કારવર્ધક પ્રવૃત્તિઓમાં જિજ્ઞાસુઓનો ઉત્સાહ અને સંખ્યા વધતાં સંસ્થાને અમદાવાદમાં પોતાની પ્રવૃત્તિઓ માટે જગ્યા ઓછી પડવા લાગી. આ કારણથી કોઈ યોગ્ય એકાંત સ્થળે જગ્યા મળે તો નિવૃત્તિક્ષેત્રની સાધનાનું અને આશ્રમજીવન ગાળવાનું સરળ બને એ આશયથી યથાયોગ્ય સ્થાનની શોધ ચાલુ થઈ. પરંતુ આ કાર્ય સિદ્ધ થતા પહેલા ડોક્ટરશ્રીને કેટલીક ત્યાગી અને દૃષ્ટિસંપન્ન વિભૂતિઓનો ઘનિષ્ઠ અને કૃપાવંત સમાગમ થયો. મેરઠ-હસ્તિનાપુરના પૂજ્યશ્રી સહજાનંદજી મહારાજ (છોટે વર્ણીજી) અને કુંભોજ - કોલ્હાપુરના પૂજ્ય મુનિશ્રી સમંભદ્ર મહારાજ, બંને મહાનુભાવોએ જ્ઞાન-ભક્તિની વૃદ્ધિ સાથે સાથે ત્વરિત આધ્યાત્મિક વિકાસ અર્થે સંયમમાર્ગનું ગ્રહણ અને એકાંતક્ષેત્રમાં રહી ગૃહ વિરક્તિ સહિત સાધના કરવાની પ્રેરણા અને આજ્ઞા કરી. આમાં પણ પૂજ્યશ્રી સમંતભદ્ર મહારાજના સમાગમનો વિશિષ્ટ લાભ તો લગભગ ૧૩ (તેર) વર્ષ સુધી વારંવાર મળતો જ રહ્યો. આ સત્સંગના માધ્યમથી નિવૃત્તિની સાધના સાથે, એકાંત ભૂમિકામાં રહીને પણ પોતાની સાધના સાથે, યોગ્ય સાધકો સાથે સામૂહિકસાધનાની પણ પ્રેરણા મળી, જ્ઞાનાર્જન વૃદ્ધિ પામ્યું અને શાસ્ત્રભક્તિમાં ઘણી વૃદ્ધિ થઈ. ડૉ. શ્રી સાથે રહેનારા અને તીર્થયાત્રા-સત્સંગમાં જોડાનારા ઘણાં બધાં સાધક-મુમુક્ષુઓને પણ મુનિશ્રીના સમાગમનો અને તીર્થયાત્રાઓનો વિશિષ્ટ લાભ મળતો રહ્યો. (૫) ધીમે ધીમે સંસ્થાની સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિની જુદી જુદી પ્રવૃત્તિઓમાં લોકો ઠીકઠીક સંખ્યામાં રસ લેતા થયા. આ કારણથી મોટી જગ્યાની આવશ્યકતા ઊભી થતા સંસ્થાનું મુખ્ય મથક અમદાવાદની બહાર લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ અને આગળ વિચાર કરી ગયા તે પ્રમાણે યોગ્ય સ્થળની શોધમાં સત્પુરુષોના યોગબળથી સફળતા સાંપડી; જેનો અહેવાલ નીચે પ્રમાણે છે : રજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ Jain Education International For Private & Personal Use Only ૧૯ www.jainelibrary.org.
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy