________________
મુમુક્ષુઓના સમાગમનો ઠીકઠીક લાભ મળતો; પરંતુ મુખ્ય ઝોક વ્યક્તિગત સ્વાધ્યાય અને ભક્તિની વૃદ્ધિનો રહ્યો. આ સમયમાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું ગહન અને સર્વાગી અધ્યયન થયું. તેની સાથે સર્વશ્રી સમયસાર, પ્રવચનસાર આદિ આધ્યાત્મિક અને યોગદૃષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર અને જ્ઞાનાર્ણવ આદિ યોગ-ધ્યાનના શાસ્ત્રોનું મુખ્ય વાંચન-મનન રહ્યું અને પ્રધાન ઝોક ચિત્તની શુદ્ધિ, જ્ઞાનની વૃદ્ધિ, અંતરંગ ભક્તિની સમૃદ્ધિ અને ધ્યાનાભ્યાસના સાતત્યનો રહ્યો. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ગુજરાતના વિવિધ આરાધનાધામો અને ભદ્રેશ્વર, શંખેશ્વર, મહેસાણાની તીર્થયાત્રાઓ ઉપરાંત એકાંત સાધના માટે ઇડર, ઉત્તરસંડા અને નરોડા (તે વખતે કુદરતી વાતાવરણવાળું)ના સાધના ક્ષેત્રોના નિવાસની મુખ્યતા રહી. (૨) સંસ્થાની સ્થાપના તથા સાંસ્કૃતિક, સાહિત્યિક, આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો બીજો તબક્કોઃ
(ઈ.સ. ૧૯૭૫થી ૧૯૮૪).
(૧) પોતાની અંગત સાધનાની વૃદ્ધિ અર્થે તથા સહયોગીઓ અને મુમુક્ષુઓને પણ તેમાં સામેલા કરવાના આશયથી ડો. મુકુંદ સોનેજી (પૂ. આત્માનંદજી)ની નિશ્રામાં તા. ૯-૫-૦૫ના વૈશાખ સુદ-૧૦, વિક્રમ સંવત ૨૦૩૧ના ભગવાન મહાવીરના કેવળજ્ઞાન પ્રાપ્તિના પવિત્રદિને, અમદાવાદના એલિસબ્રીજ ઉપનગરમાં મીઠાખળી છ રસ્તા પાસે “પુષ્પવિલા' નામના મકાનમાં, ડો. શર્મિષ્ઠાબેનના સેટલ (settle) કરેલા ટ્રસ્ટની રુએ, ૦૦ જેટલા મુમુક્ષુ ભાઈ-બહેનોની હાજરીમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની પૂજા સાથે એક સંસ્થાનો પ્રારંભ થયો. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - ઉપદેશ નોંધ - ૧૫માંથી પ્રેરણા લઈ આ સંસ્થાનું નામ “શ્રી સત્કૃત - સેવા - સાધના કેન્દ્ર' રાખવામાં આવ્યું. અમદાવાદમાં શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા ઉપરાંત મીઠાખળીમાં, પંચભાઈની પોળમાં તળિયાની પોળમાં તથા ઉસ્માનપુરામાં ડો. સોનેજી (પૂજ્યશ્રી)ના સ્વાધ્યાયનો લાભ જિજ્ઞાસુઓને મળતો રહેતો. વળી, ડો. સોનેજીને સાબરકાંઠાના સંતશ્રી જેસીંગ બાવજી તથા જીતા બાવજી ઉપરાંત મુરબ્બી સર્વશ્રી સ્વ. ભોગીભાઈ સંઘવી, સ્વ. વજુભાઈ ખોખાણી, મણીભાઈ શાહ, ડો. ચીનુભાઈ નાયક, શકરચદભાઈ વખારિયા, ડો. કુમારપાળભાઈ દેસાઈ, ડો. દલસુખભાઈ માલવણીયા જેવા અનેક વિદ્વાનોનો પણ સમાગમ થતો રહ્યો. ઉપરોક્ત સંસ્થાએ મુખ્યપણે શ્રુત-પ્રકાશનનું અને “દિવ્યધ્વનિ' સંચાલનનું કાર્ય આગળ ધપાવ્યું. આ કાર્યમાં સર્વશ્રી સ્વ. જયંતિભાઈ પોપટલાલ,
વંતભાઈ સાકળચંદ, સ્વ હરિભાઈ મોહનલાલ અને બા. બ્ર. પ્રકાશભાઈ ડાહ્યાભાઈનું વિશિષ્ટ, પ્રશંસનીય અને બહુમુખી યોગદાન રહ્યું. વળી પરમકૃપાળુ દેવના અનુયાયીવર્ગનો (ખાસ કરીને ઘાટકોપર, અમદાવાદ, રાજકોટ, કલક્તા, મદ્રાસ, મોરબી અને કાવિઠા) સહયોગ પણ સાંપડ્યો.
(૨) આ ગાળા દરમિયાન ઘનિષ્ઠ સાહિત્ય-સર્જન, સમસ્ત ભારતના અનેક તીર્થધામોના દર્શનસત્સંગ તેમ જ સામૂહિક સ્વાધ્યાય પ્રવૃત્તિની મુખ્યતા રહી. આ દરમ્યાન સર્વશ્રી હરિભાઈ મોહનલાલ શાહ, બા. બ્ર. ગોકુળભાઈ શાહ, જશવંતભાઈ સાકળચંદ, દલીચંદભાઈ દામાણી (રાજકોટ), વિનુભાઈ શાહ (લીંબડી), જયંતીભાઈ ભીમાણી, મનુભાઈ મોદી, સ્વ. પી. પી. દોશી, પારેખ બહેનો સૂર્યકાંતભાઈ શેઠ, દુર્લભજીભાઈ ખેતાણી, મનુભાઈ ખોખાણી, જયંતભાઈ શાહ, અરુણભાઈ બગડિયા, વસંતબેન, પ્રાણલાલભાઈ, ડોલરભાઈ હેમાણી અને કલકત્તાના મુમુક્ષુ ભાઈ-બહેનો વગેરે અનેક નવા મુમુક્ષુઓનો સમાગમ મુખ્ય રહ્યો. વળી, દિવ્યધ્વનિ' માસિકનો પ્રારંભ અને ત્વરિત વિકાસ થયો. આ ઉપરાંત ગુજરાતના અનેક ગ્રામ્યવિસ્તારો, ભારતના અનેક મહાનગરો તથા ખંભાત, કાવિઠા, વડવા, મોરબી,
- ૧૮ | તીર્થ-સૌરભ
રજતજયંતી વર્ષ : ૨૫ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org