________________
હોય છે. તેઓ પણ પોતાના કરતાં બીજાની ચડિયાતી અને માનમરતબાવાળી સ્થિતિ જુએ છે ત્યારે સ્વભાવ બદલી નાખે છે.'
સતત
લીંબલી અને કોલડીયાદના કુટુંબકલહ પરથી લેખકને હિંદુ અને મુસલમાન રાજ્યોના વિનિપાતનો ઇતિહાસ સમજવામાં કે કુરુપંચાલના યુદ્ધની કથા સમજવામાં મદદ મળે છે. આ બધા પ્રસંગોમાં પંડિતજીની જીવનજાગૃતિનો અનુભવ થાય છે. જીવનની કેટલીક સામાન્ય ઘટનાઓમાંથી મળતું તારણ વ્યાપક જાગતિક સંદર્ભને સમજવામાં તેમને ઉપયોગી બને છે. એક પ્રગતિશીલ વ્યક્તિના વ્યક્તિત્વને પહેલ પાડવા માટે એમ જુદાં જુદાં પાસાં પાડવામાં આવે તે રીતે પંડિતજીના આગવા વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતે થયું, તેનો હૂબહૂ નકશો અહીં મળે છે.
ખુદવફાઈ એ આત્મકથાલેખક માટે અનિવાર્ય શરત છે. પંડિતજીએ પોતાની સહજ વૃત્તિઓ અને ટેવોનું નિખાલસ આલેખન કરે છે. એમના જીવનમાં પહેલથી જ જાતમહેનત, કહ્યાગરાપણું, રમતગમત, સાહસપ્રિયતા, જિજ્ઞાસા અને બૌદ્ધિક ભૂખ જેવી સહજ વૃત્તિઓ હતી. પોતાની આ વૃત્તિઓ વિશે તેઓ વિગતે વાત કરે છે. તરવાનું અને ઘોડેસવારી એમના મુખ્ય શોખ હતા. એક વાર કાશીમાં માંડ માંડ ડૂબી જતા બચ્યા. આમ પોતાની વૃત્તિનાં બંને પાસાં તેઓ જોઈ શકે છે. આ જ રીતે ધાર્મિક સંસ્કારોની અને એને અનુષંગે ધર્મવિચારણાની ઝાંખી આપે છે. સામાજિક નબળાઈઓને તરત પારખી શકે છે. એક વાર એને જાણ્યા પછી કોઈ પણ ભોગે એ કુરૂઢિનો સામનો કરવા તત્પર રહે છે. લગ્ન, મરણ કે બીજા એવા વરા અંગે એમણે જે નિર્ણય
બાંધ્યા એનું જીવનભર પાલન કર્યું. પિતાજીના મૃત્યુ પ્રસંગે એમણે કારજનો
૧૦૨ તીર્થ-સૌરભ
Jain Education International
હિંમતભેર વિરોધ કર્યો. મોટાભાઈ લોકનિંદાથી ડરતા હતા અને બંને નાના ભાઈઓ કારજ કરવાનું વલણ રાખતા હતા તેમ છતાં એમણે પોતાની વાત સ્પષ્ટપણે કહી. શીતળાસાતમ વખતે છાનામાના દૂધ ઉકાળીને સાકર સાથે પીધું હતું અને આવી રીતે શીતળાદેવીની આમન્યા લોપ્યાથી અંધાપો આવ્યો એમ બધા કહેતા હતા. પછી તેમણે સ્વયં આવી માન્યતાને સત્યના પ્રકાશથી નાણીને, નક્કી કર્યું છે કે શીતળા માતાની કોઈ નારાજગીથી પોતાને અંધાપો આવ્યો નથી.
બાળપણમાં સુખલાલજી ખોરડા ઉપર નળિયાં ચડાવવાનાં હોય તો ત્યાં દોડી જાય, માટીની ભીંત કે વંડી ચણાતી હોય તો પિતાજીને કે ઓડને ગારાના પિંડ આપે, ખેડૂતોને ત્યાંથી આવતી ગાંસડીઓને વખારમાં ઠલવાવવી હોય કે ખૂંદી ખૂંદીને બધું થપ્પીબંધ કરવું ખૂબ ગમે. ગેડીદડો, હુતુતુતુ કે દોડકૂદ જેવી રમતો ગમે. તરવામાં કે ઘોડેસવારીમાં પણ એટલા જ આગળ. જેનું બાળપણ આવી પ્રવૃત્તિ, સાહસ અને જાતમહેનતથી પસાર થયું હોય એ માત્ર સોળ વર્ષની વયે આંખો ગુમાવી ત્યારે કેવો અનુભવ કરે! કેવું આંતરમંથન થાય! કેટલી બધી હતાશા અનુભવે! આનું માર્મિક આલેખન આ આત્મકથામાં કરવામાં આવ્યું છે.‘અંધાપાનો કલિયુગ' કઈ રીતે બેઠો અને ‘અચક્ષુયુગનો આરંભ' કઈ રીતે થયો એની માર્મિક આપવીતી તેઓ આલેખે છે.
‘અંધાપાનો કલિયુગ' બેઠા પછીના જીવનને તેઓ ‘નવો જન્મ' કહે છે. કદાચ શીતળાએ અંધાપો ન આણ્યો હોત તો લગ્ન અને દુકાનની સંભાળ એમના જીવનનું પૂર્ણવિરામ બની ગયાં હોત. પરંતુ આ અંધાપાના કલિયુગમાં એમની
રજતજયંતી વર્ષ : ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org