SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીની પુરુષાર્થપ્રેરક આત્મકથા ડૉ. પ્રીતિબહેન શાહ પંડિત સુખલાલજી માત્ર જૈન સમાજના કે ગુજરાતના જ નહીં, પરંતુ ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરાના જ્યોતિર્ધર હતા. તેઓ આચાર્ય હેમચંદ્ર, યોગી આનંદઘન કે શ્રીમદ્ રાજચંદ્રની માફક સાંપ્રદાયિકતાથી પર બનીને ધર્મના મર્મને શાસ્ત્ર અને બુદ્ધિવિવેકની સહાયથી શુદ્ધ સ્વરૂપમાં પામ્યા હતા. માત્ર જૈનદર્શન અને વેદાંતદર્શનથી જ નહીં, બલ્લે દુનિયાના અન્ય ધર્મોના ચિંતનમનનથી એમની ચેતના સભર હતી. એક અંધ વ્યક્તિ પોતાના નિશ્વયથી, એકાગ્ર તપથી, વિધાસાધનાની કઈ ચરમસીમાએ પહોંચી શકે તેનું જીવંત દૃષ્ટાંત પં. સુખલાલજીના જીવનમાં જોવા મળે છે. પં. સુખલાલજીની “મારું જીવનવૃત્ત' આત્મકથા પ્રતિકૂળતાઓ સામે પુરુષાર્થ મેળવેલા વિજયની, રૂઢિચુસ્તતા સામે સત્યદર્શિતાની, પરંપરાબદ્ધતા સામે વ્યક્તિત્વવિકાસની અપ્રતિમ ગૌરવગાથા છે. ગુજરાતી સાહિત્ય અને સંસ્કારજીવનની એ વિરલ આત્મકથાની વિશેષતા જોઈએ. માત્ર જીવનકથા કે સ્મૃતિકથા આપવાથી આત્મકથા રચાતી નથી. આત્મકથા એ તો જીવનશોધનની પ્રક્રિયા બતાવતી આત્મખોજની કથા છે. આ અર્થમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની આત્મકથા “મારું જીવનવૃત્ત'માં જીવનની પ્રત્યેક ઘટનાનું નિરૂપણ મળે છે. તે વિશેનું તટસ્થ નિરીક્ષણ મળે છે અને એને પરિણામે એ ઘટનાએ એમના વિચારશીલ અને સંવેદનશીલ માનસ પર કયો ભાવ જગાડ્યો, તેનું આલેખન મળે છે. પરંતુ આ આત્મકથાની એક તરી આવે છે એવી લાક્ષણિકતા તો એ છે કે જીવનની આ ઘટનાઓમાંથી પં. સુખલાલજી એનો મર્મ તારવે છે અને એને આધારે પોતાનું જીવનઘડતર કરે છે. આત્મકથા જીવનની પ્રયોગભૂમિમાંથી મેળવેલા નવનીત અને સાંપડેલા જીવનમર્મને આલેખે છે અને તે ઘટનાઓની પ્રયોગભૂમિ, પંડિતજીની પારગામી બુદ્ધિ અને તત્ત્વગામી દૃષ્ટિનું પરિચાયક બને છે. પોતાની “ખરી જીવતી માતા” જેવા મમતાળુ - - ભઈજીના વ્યક્તિત્વને આલેખીને તેઓ કહે છે : અનુભવે જે સિદ્ધાંત મેં તારવ્યો છે તે નવી પેઢીને કહી દેવો. તે સિદ્ધાંત એ કે જો કોઈ ખરા અને જીવનમાં સાક્ષાત્કાર કરવા યોગ્ય દેવદેવીઓ હોય તો તે જન્મ આપનાર, ઉછેરનાર અને સંસ્કાર નાખનાર માતા-પિતા તેમ જ એવા બીજા જે હોય તે જ છે. દેવદેવીઓની કલ્પિત સૃષ્ટિ અને ઉપાસના ઉપર એટલો બધો ભાર અપાયો છે કે માણસજાત જીવિત દેવતાઓને ગુમાવ્યા પછી જ તેમને યાદ કરે છે અને પૂજે છે.” આવી જ રીતે પાંત્રીસેક વર્ષ બાદ પોતાના શિક્ષકનો મેળાપ થયો ત્યારે પંડિતજીએ એમની ઓળખાણ પૂછી એમના હાથ નીચે ભસ્યાને પાંત્રીસ વર્ષ થઈ ગયા હોવાથી અને પંડિતજી અંધ હોવાથી એમણે મોટપથી જવાબ આપ્યો. પરંતુ જ્યારે એમણે જાણ્યું કે પંડિતજી ગૂજરાત વિધાપીઠમાં અધ્યાપક છે અને ખાસ શાસ્ત્રીય કામે જામનગર જાય છે ત્યારે શિક્ષકનું વલણ સાવ બદલાઈ ગયું. પંડિતજી આ ઘટના પરથી તારણ કાઢે છે, “જેઓ અતડા અને મોટપમાની નરજતજયંતી વર્ષ : ૨૫ તીર્થ-સૌરભ | ૧૦૧ ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy