SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલિતાણાના ઠાકોર સામે કેસ કર્યો હતો. પરંતુ પાલિતાણાના ઠાકોર સૂરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યો. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધો. એ વખતે રજવાડા સામે માથું ઊંચકવું એ સામે ચાલીને મોતને બાથ ભીડવા જેવું હતું, પણ એમણે મહુવા અને પાલિતાણા વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુંબઈના ગવર્નર લોર્ડ રે અને પોલિટિકલ એજન્ટ કર્નલ વોરસનને મળી સમર્થ રજૂઆત કરી મૂંડકાવેરો નાબૂદ કરાવ્યો. ૧૮૮૦માં મક્ષીજી તીર્થનો વિવાદ ઉકેલ્યો. બોડમ (Boddam) નામના અંગ્રેજે પાલગંજના રાજા પાસેથી ઓછી કિંમતે શ્રી સમેત શિખરનો એક ભાગ મેળવ્યો અને તેના પર ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું નાખ્યું હતું. તે દૂર કરવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દસ્તાવેજોની જાણકારી માટે કલકત્તામાં છ માસ રહી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને આખરે ‘ સમેતશિખર જૈનોનું તીર્થસ્થાન છે, બીજા કોઈને ત્યાં દખલ કરવાનો અધિકાર નથી' એવો ચુકાદો મેળવીને તેમ જ કારખાનું દૂર કરાવીને જ જંપ્યા. આ કેસ લડવા માટે વીરચંદ ગાંધી કલકત્તા ગયા. અદાલતી કાર્યવાહી છ મહિના સુધી ચાલી તે સમયે કલકત્તા જ રહ્યા. કાવીના દેરાસર અંગેના વિખવાદનો સુંદર ઉકેલ લાવ્યા. આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. તેઓ રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા તેમ જ મહાત્મા ગાંધી સાથે ૧૦૦ તીર્થ-સૌરભ Jain Education International એમણે ખોરાકના અખતરા કર્યા હતા. બંને સૌરાષ્ટ્રના અને બંને બેરિસ્ટર થયા હતા. મહાત્મા ગાંધીજી વિદેશ ગયા, ત્યારે જૈન સાધુની હાજરીમાં ત્રણ નિયમો લીધા હતા, જ્યારે વીરચંદ ગાંધી જૈન સાધુની પ્રેરણાને પરિણામે વિદેશ ગયા હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ સારી રીતે આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે વીરચંદભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંધીજી આશીર્વાદ સાથે પૂછે છે કે, ‘પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા?' ઈ.સ. ૧૮૯૮માં શ્રી શત્રુંજય તીર્થ અંગેની અપીલ માટે ઇંગ્લેન્ડ ગયા. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાને આ અપીલ કરવામાં આવી હતી. આમાં વીરચંદ ગાંધીની જીત થઈ. ૧૯૦૧ના જુલાઈમાં સ્વાસ્થ્ય કથળતા ઇંગ્લેન્ડ ગયેલા વીરચંદ ગાંધી ભારત પાછા આવ્યા અને થોડા અઠવાડિયા બાદ ૧૯૦૧ની સાતમી ઓગસ્ટે મુંબઈમાં દેહવિલય થયો. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કોઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઇકબાલનો એક શેર છે હજારો સાલ નરગીસ અપની બેનૂરી પે રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પેદા. [સુંદર આંખોને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે છે. આ નરગીસનું પુષ્પ હજારો વર્ષની પોતાની જ્યોતિહીનતા-બેનૂરી માટે રડતું રહે છે. ઘણાં વર્ષો પછી બાગમાં એને જોનારો (દીદાવર) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે.] વીરચંદ રાઘવજી ગાંધી, એ આ ચમનમાં પેદા થયેલા આવા એક દીદાવર હતા! રજતજયંતી વર્ષ : ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy