SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ માટેના તીવ્રતમ તલસાટના એ બાર વર્ષોમાં છ વર્ષો સુધી તો ગદાધર ઊંઘી પણ શક્યો ન હતો. ઈશ્વરી આવેશમય એ અવસ્થામાં એને નહોતું રહ્યું ભૂખ-તરસનું ભાન કે નહોતું રહ્યું પોતાના દેહનું ભાન. ગદાધર સરખી રીતે નોકરી કરી શકે એ માટે રામકુમારે તેને ચંડીપાઠ શીખવવા માંડ્યો, પૂજાના વિધિવિધાનો અને રીતિનીતિ શીખવવા માંડી. પછી પ્રખ્યાત તાંત્રિક કેનારામ ભટ્ટાચાર્ય પાસે તેને શક્તિમંત્રની દીક્ષા લેવડાવી. તેના કાનમાં મંત્ર પઢતાની સાથે જ તે ચિત્કાર કરી ઊઠ્યો અને સમાધિમાં લીન થઈ ગયો. ગુરુ તો હેબતાઈ ગયા. મંત્રમાં આવી શક્તિ હશે એની તો એમને પણ ખબર ન હતી. બીજી બાજુ રામકુમારનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેમણે ઘરે જવાનું વિચાર્યું. પણ ઘરે ગયા પૂર્વે તેઓ કશાક કામે કલકત્તાથી ઉત્તરમાં થોડે દૂર મૂલાજોડમાં ગયા.ત્યાં જ તેમનું અવસાન થયું. મોટા ભાઈના મૃત્યુથી ગદાધર વિહ્વળ થઈ ગયો. મૃત્યુનું રહસ્ય ભેદવાની અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની વ્યાકુળતા એના મનનો કબજો લઈ બેઠી. પ્રભુદર્શન માટેનો તલસાટ હવે તીવ્ર થયો. તે વખતે ન તેની પાસે ગુરુ હતા, ન કોઈ શાસ્ત્રોની પણ સહાય હતી. માત્ર શ્રદ્ધારૂપી પારસમણિએ જ એનો એ આકરી કસોટીનો કપરો કાળ સહ્ય બનાવ્યો. ગદાધરની વિચિત્ર વર્તણૂક અને ચેષ્ટાઓ જોઈ મંદિરના કાર્યકર્તાઓ તેની મશ્કરી કરતા અને તેમનું મગજ ખસી ગયું છે એમ માનતા. અલબત્ત મથુરબાબુ અને અન્ય એકાદ-બે કાર્યકર્તાઓને તેમના સાચા ભક્તિભાવ માટે રજતજયંતી વર્ષ : ૨૫ Jain Education International આદર હતો. ગદાધર તો લોકો પોતાના વિશે શું માને છે કે ધારે છે એની પરવા કર્યા વિના પૂરેપૂરા સમર્પણભાવથી માના દર્શન માટે અથાક પુરુષાર્થ કરી રહ્યા. એ અરસામાં એમનો આહાર અલ્પ થઈ ગયો અને ઊંઘ તો લગભગ ઊડી જ ગઈ. લાંબો સમય આશાનિરાશા વચ્ચે ઝોલાં ખાધા પછી ગદાધરની માતૃદર્શનની ઝંખના તીવ્રતમ બની ગઈ. પહેલાં તો તેમણે માને કાલાવાલા કર્યા પણ પછી તેમની ધીરજનો અંત આવવાથી મંદિરમાં ઝૂલતી તલવાર તેમણે હાથમાં લીધી અને જીવનનો અંત આણવાનો નિશ્વય કરી તેમણે તલવાર ગળા પર વીંઝી, પણ એટલામાં, એમના જ શબ્દો જોઈએ. ‘ત્યાં તો એકાએક જગદંબા મારી સમક્ષ પ્રગટ થયાં અને મારો હાથ પકડી લીધો. હું બેભાન થઈ જમીન પર પટકાઈ પડ્યો. એ પછી શું થયું તેની તથા તે દિવસ અને બીજો દિવસ કેવી રીતે પસાર થયા એની મને કાંઈ ખબર નથી. પરંતુ મારું અંતર એક અપૂર્વ અને અણીશુદ્ધ આનંદના ઓઘમાં ઊછળી રહ્યું, નાહી રહ્યું.' ભાનમાં આવ્યા પછી ગદાધરે ઇશ્વરદર્શનની પોતાની આ પ્રથમ અનુભૂતિ પર પ્રકાશ પાડતાં કહેલું, ‘હું મૂર્છિત થઈને ઢળી પડ્યો ત્યારે મેં જોયું કે ઘરબાર, દિવાલ, છાપરું, બારીબારણાં, બધું મારી નજર સામેથી અદૃશ્ય થઈ ગયેલું. એને સ્થાને ચૈતન્યનો અફાટ, અનંત, ઉજ્જ્વળ મહાસાગર વિસ્તરી રહ્યો... મારી ચારે તરફ અક્ષય આનંદનો સાગર ઉછાળા મારી રહ્યો હતો. મારા આત્મામાં હું અનુભવવા લાગ્યો કે દેવી મા ત્યાં હાજરાહજૂર છે.' જેમજેમ ગદાધર આધ્યાત્મિક સાધનામાં For Private & Personal Use Only તીર્થ-સૌરભ ૮૯ www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy