________________
જ થાય છે. તેની મૈત્રી અત્યંત શ્રેયકારી છે. જીવનના ઉન્નત શિખરો સર કરવા મૌન જેવો બીજો સાથી એકેય નથી. આમ, અનેક સંતમહાત્માઓ એ મૌનની મહત્તા સમજાવી છે.
વચનશક્તિની દુર્લભતા, ઉપયોગિતા અને મહત્તા જેને સમજાય છે તે વિશિષ્ટ સાધક ખરેખરી મૌનની સાધનામાં લાગવાને સમર્થ થાય
છે. વચનશક્તિનો સમ્યનિરોધ કરવાથી
આત્માની જે શક્તિ બહાર વપરાઈ જતી હતી તે હવે ઇન્દ્રિય અને મનનો સંયમ સાધવામાં ઉપયોગી થઈ આત્મસ્થિરતામાં ધ્યાન કરવામાં સહાયક થાય છે. ચિત્તની જે વૃત્તિ બહાર દોડતી હતી તે હવે અંતરમાં રહેલા પરમાત્મા પદ તરફ વળે છે. મૌન એ એક યૌગીક અંગ છે. માણસ નિર્વિચાર બની જાય એટલે એ મૌનના સાન્નિધ્યમાં પહોંચી જાય છે. ટૂંકમાં મૌન એ બહારના ભાગમાં વાત બંધ કરી અંતરમાં પોતાના આત્માની સાથે વાત કરવાનો અનન્ય પ્રયોગ છે.
મૌન એ વાતચીત કરવાની સૌથી મોટી અને આગવી કળા છે. મૌન સર્વોત્તમ ભાષણ છે. જો બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો. મૌનની અવસ્થામાં ‘હું’નો લોપ થઈ જાય છે. તો પછી કોણ વિચારે અને કોણ બોલે? મૌન એક મહાન સાધન છે. પરંતુ આપણામાંથી બહુ જ થોડાને તેનો સદુપયોગ કરતા આવડે છે. મૌનને કારણે બુદ્ધિને વિશેષ આરામ મળે છે. આપણો આત્મવિશ્વારા વધે છે. મૌનના વિશેષ સંપર્ક, નિયમિત પ્રયત્ને વ્યક્તિને આત્મિક ગુણશક્તિનો પરચો થાય છે. એની પ્રભુનિષ્ઠા પાકી થાય છે. અને સાચો જ્ઞાનોદય થાય છે.
સ્વયંશિલ્પ
અબ્રાહમ લિંકન પાસે એના એક મિત્રે એક માણસ વિષે વાત કાઢી. લિંકન કહે : ‘એના વિષે બોલશો જ નહીં. મારે એના સંદર્ભમાં કાંઈ સાંભળવું નથી.'
‘તમે તો ઉદારમતવાદી ગણાઓ છો. આટલો બધો પૂર્વગ્રહ રાખવાનું કાંઈ કારણ?'
‘મને એ માણસનો ચહેરો નથી ગમતો.'
‘આ તો નિતાંત પૂર્વગ્રહ જ કહેવાય. ચહેરો તો કુદરતની દેન છે. એમાં એ બિચારો શું કરે?'
‘ના. સત્ય જુદું છે. બાળકનો ચહેરો કુદરતની દેન ગણાય એ બરાબર છે. પણ કિશોરવય વટાવ્યા પછી માણસ પોતે જ પોતાના ચહેરાને આકાર આપવા લાગે છે. ત્રીસ-પાંત્રીસ વર્ષે તો એનો એકએક વિચાર એના ચહેરા ઉપર અંકાવા લાગે છે. પિસ્તાલીસ પછી એનું આખું જીવન એના ચહેરા ઉપર તરવરે છે.’
રજતજયંતી વર્ષ : ૨૫
અંતમાં વકતૃત્વ મહાન છે પણ મૌન તેથી પણ મહાન છે. મૌન આપણા દિવ્ય વિચારોનું પવિત્ર મંદિર છે. જો વાણી ચાંદી છે તો મૌન સોનું છે અને જો વાણી માનવીય છે તૌ મૌન એક દિવ્યતાપ્રેરક શક્તિ છે.
લિંકન કાંઈ મનોવૈજ્ઞાનિક નહોતો. પણ એણે જે કહ્યું એ સો ટકા સાચું છે એમાં શંકા નથી. આજના મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે માણસ પોતાના મનમાં જેવા વિચાર સતત રાખે છે એવાં અંકન એના ચહેરા ઉપર સતત થયા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
તીર્થ-સૌરભ
૮૫
www.jainelibrary.org