________________
રત્નાકરાવતારિકા
પક્ષની પ્રસિધ્ધિ કોનાથી થાય ? તેનું વર્ણન
૪૩૪
ધર્મી, નાસ્તિ, તન્માત્રેળ સિદ્ધેઃ સ્યાવસમ્મવાત્'' આવા પ્રકારનું વિકલ્પસિદ્ધ ધર્માંના નિષેધ માટે તમે જે અમારા ખંડન સારૂં અનુમાન કર્યું. તે અનુમાન જ અહીં તમે કેમ કરી શકશો ? કારણ કે જો તમે આ અનુમાન કરો છો તો તેમાં વિકલ્પસિદ્ધ ધમ્મના નિષેધને કહેવા માટે તમારે ‘“વિકલ્પસિદ્ધ ધમ્મ’’ જ પક્ષ બનાવવો પડે છે.
જો તમે વિકલ્પસિદ્ધ ધર્મને માનતા જ ન હો તો તે ‘‘નથી’’ એમ કહેવા માટે પણ અનુમાનમાં તેને પક્ષરૂપે મુકાય જ નહીં, અને જો મુકો છો તો તેનું ખંડન કેમ કરો છો ?
પ્રશ્ન :- બૌદ્ધ હવે કદાચ એમ દલીલ કરે કે “પોષણમાત્’” અમારી સામે પરવાદી એવા જૈનોએ આ વિકલ્પસિદ્ધિ ધર્મી સ્વીકાર્યો છે. તેથી તેઓની અપેક્ષાએ જ તેઓના ખંડન માટે જ અમે માત્ર કલ્પનાથી આ પક્ષ કહ્યો છે. સારાંશ કે અમે પોતે વિકલ્પસિદ્ધિ ધર્મી માનતા નથી, પરંતુ પર એવા જૈનોએ માનેલો છે. તેનો આશ્રય લઈને અમે તેઓનું ખંડન કરીએ છીએ. આવું જો બૌદ્ધ કહે તો.
ઉત્તર ઃ- જૈનાચાર્યશ્રી જણાવે છે કે હે બૌદ્ધ ! તારી અપેક્ષાએ પર એવા અમે જૈનોએ માનેલો આ વિકલ્પસિદ્ધધર્મી વાળો સ્વીકાર જો તને પ્રીતિઃ પ્રમાણભૂત હોય અર્થાત્ માન્ય હોય, તો તો વિકલ્પસિદ્ધધર્મી હોય જ છે એ વાત તેં માની લીધી. તો પછી તેના પ્રતિષેધ માટે આ વિધિ કેમ આચરે છે ? અને જો તને ‘‘વિકલ્પસિદ્ધ ધર્મી' ન તથા = અમારી જેમ માન્ય નથી તો પણ ‘“આ વિકલ્પસિદ્ધ ધર્મી હોતો નથી'' આવું અનુમાન અમારા ખંડન માટેનું કેવી રીતે બોલશો ?
ભાવાર્થ એમ છે કે હે બૌદ્ધો ? જો “વિકલ્પસિદ્ધ ધમ્મ’ ને તમે માન્ય રાખતા હો તો અમારૂં ખંડન કેમ કરો છો ? અને જો ન માનતા હો તો “તે નથી''એવું અનુમાન કરશો તેમાં તે ધર્માં વિકલ્પથી જ મુક્યો હશે, તેથી અનુમાન કેવી રીતે બોલી શકશો ? માટે જગતમાં સર્વજ્ઞ છે કે નથી આ ચર્ચામાં વિધાન કરવું હોય તો પણ અને નિષેધ કરવો હોય તો પણ મનના વિકલ્પમાત્રથી ધર્મી કલ્પીને જ વિધિ-નિષેધ માટે અનુમાન કરાય છે.
=
તેથી પ્રમાણથી જેમ ધર્મી સિદ્ધ થાય છે. તેની જેમ જ પ્રમાણથી પૃથભૂત એવા વિકલ્પમાત્રથી પણ તેવા પ્રકારની ધર્મીની સિદ્ધિ થાય જ છે જેનો આશ્રય કર્યા વિના તે તાર્કિક બૌદ્ધ વડે સુખપૂર્વક બેસવાનું શક્ય નથી. વિકલ્પસિદ્ધ ધર્મીને માન્યા વિના તાર્કિકબૌદ્ધને સુખે બેસાય તેમ નથી.
ભાવાર્થ આ પ્રમાણે છે કે - જે પક્ષનું (ધર્મીનું) અસ્તિત્વ કે નાસ્તિત્વ પ્રમાણથી સિદ્ધ ન હોય, પરંતુ અસ્તિત્વ કે નાસ્તિત્વ સિદ્ધ કરવા માટે જેનો પક્ષ તરીકે નિર્દેશ કરવામાં આવે તે વિકલ્પસિદ્ધ ધર્મી કહેવાય છે. જેમકે સર્વજ્ઞ. અહીં સર્વજ્ઞનું અસ્તિત્વ કે નાસ્તિત્વ હજુ સુધી સિદ્ધ નથી, માટે સર્વજ્ઞ એ વિકલ્પસિદ્ધ ધર્મી છે. (૨) પ્રત્યક્ષ પ્રમાણ, અથવા અનુમાનાદિ કોઈ પણ અન્ય પ્રમાણથી જેના અસ્તિત્વનો નિશ્ચય થયેલ હોય તે પ્રમાણસિદ્ધધર્મી કહેવાય છે. જેમ કે ‘“પર્વતો વૃદ્ઘિમા' માં પર્વત. (૩) શબ્દ અનિત્ય છે. આ અનુમાનનો ધર્મી ઉભયસિદ્ધ છે કારણ કે
Jain Education International
- For Private & Personal use Only
www.jainelibrary.org