SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૨/૨૩ રત્નાકરાવતારિકા ननु नास्ति विकल्पसिद्धो धर्मी, तन्मात्रेण सिद्धेः कस्याप्यसम्भवात् । अन्यथाऽहं प्रथमिकया प्रमाणपर्येषणप्रयासः परीक्षकाणामकक्षीकरणीय एव भवेत् । प्रमाणमूलतायां पुनरेतस्य प्रमाणसिद्धप्रकारेणैव गतार्थत्वादिति । सोऽयं स्वयं विकल्पसिद्धं धर्मिणमाचक्षाणः परोक्तं प्रत्याचक्षाणश्च नियतमुत्स्वप्नायते । यदि हि विकल्पसिद्धो धर्मी नास्त्येव, तदा " नास्ति विकल्पसिद्धो धर्मी, तन्मात्रेण सिद्धेः कस्याप्यसम्भवात् इत्यत्र कथं तमेवावोचथाः ? परोपगमादयमस्त्येवेति चेत् - यदि परोपगमः प्रमितिस्तदा कथमयं प्रतिषेधविधिर्मवेत् ? । अथ तथा न तदापि बतोच्यतां कथमयं प्रतिषेधविधिर्भवेत् ? || १ || तस्मात् प्रमाणात् पृथग्भूतादपि विकल्पादस्ति काचित् तथाविधा सिद्धिः यामनाश्रयता तार्किकेण न क्षेमेणासितुं शक्यत इति ॥३-२२॥ == પ્રશ્ન :- અહીં બૌદ્ધદર્શનકાર એવો પ્રશ્ન કરે છે કે “વિકલ્પથી સિદ્ધ એવો ધર્મી સંભવતો નથી, તે વિકલ્પમાત્રથી જ (એટલે કે મનની કલ્પનામાત્રથી જ) કોઈ પણ પદાર્થની સિદ્ધિનો અસંભવ જ છે. કારણ કે અન્યથા જો મનની કલ્પના માત્રથી જ ધર્મીની સિદ્ધિ થતી હોય તો સર્વે પણ પદાર્થોની તે જ રીતે એટલે મનની કલ્પના માત્રથી જ વિકલ્પમાત્રથી જ સિદ્ધિ થઈ જશે, તો પછી પરીક્ષક પુરૂષોનો કોઈ પણ વસ્તુની સિદ્ધિ માટે કરાતો પ્રમાણ શોધવાનો પ્રયાસ અસ્વીકાર્ય જ બનશે. અર્થાત્ હું પહેલો પ્રમાણિક છુ. હું પહેલો પ્રમાણિક છું. બધા વાદીઓ કરતાં મારી વાત વધારે પ્રમાણવાળી છે. એમ પોતાની વાતને વધારે પ્રમાણસર છે એમ કહેવામાં હું પહેલો - હું પહેલો ઈત્યાદિ રૂપે પરીક્ષકો પ્રમાણની પર્યેષણાનો જે પ્રયાસ કરે છે તે તો સર્વથા અસ્વીકાર્ય જ થશે. કારણ કે પ્રમાણ વિના મનના વિકલ્પ માત્રથી જ જો વસ્તુની સિદ્ધિ થતી હોય તો પ્રમાણ શોધવાની મહેનત કરવાની જરૂર શું ? એમને એમ ગમે તેમ વસ્તુની સિદ્ધિવાળાં વાક્યો બોલાયે જ જાઓ. અને હવે જો તમે એમ કહો કે તત્ત્વ પ્રમાળમૂતામાં આ જે વિકલ્પ છે તે પણ પ્રમાણમૂલક છે. અર્થાત્ વિકલ્પ પણ પ્રમાણપૂર્વક છે. અર્થાત્ વિકલ્પ પણ પ્રમાણ વાળો છે. એમ જો તમે કહો તો આ વિકલ્પવાળો પ્રથમ પ્રકાર ‘પ્રમાણસિદ્ધ ધમ્મ’’ નામના બીજા પ્રકારમાં જ અંતર્ગત થઈ જશે. માટે ભિન્ન પણે કહેવાનો રહેતો નથી. ઉત્તર ઃજૈનાચાર્યશ્રી ઉત્તર આપે છે કે બૌદ્ધની ઉપરોક્ત વાત વ્યાજબી નથી. કારણ કે તે આ બૌદ્ધવાદી સ્વયં પોતે જ વિકલ્પસિદ્ધ ધર્મીને બોલતો છતો પરોક્ત (તેની અપેક્ષાએ પર એવા અમે જૈનોએ કહેલા) તે વિકલ્પ સિદ્ધ ધર્મીનું ખંડન કરતો છતો નક્કી સ્વપ્નમાં બબડાટ કરતો હોય એમ લાગે છે. કારણ કે પોતે જ જેનું ખંડન કરે છે. તે જ વસ્તુ પોતે પક્ષ રૂપે સ્થાપે છે. પછી ઉંઘમાં બબડતો જ કહેવાય ને ? જો વિકલ્પસિદ્ધ ધમ્મ ન જ હોય (એવી તમારી માન્યતા બરાબર સાચી જ હોય) તો, ‘‘વિત્ત્તસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy