________________
૪૨૯
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૮ ૧૯ ૨૦ ૨૧ રત્નાકરાવતારિકા પર્વત પાસે ગયા, પરંતુ ત્યાં ફેલાયેલી વનરાજી જોવામાં અથવા કુદરતી દશ્યો જોવામાં લીન પુરૂષોને આ પર્વતમાં અગ્નિ છે કે નહીં ? એમ અગ્નિ સાધવાની ઈચ્છા ન હોય, ત્યારે તે પર્વતમાં અગ્નિ સાધ્ય બનતો નથી. ૩-૧૭
साध्यत्वं सूत्रत्रयेण विषयविभागेन सङ्गिरन्ते . व्याप्तिग्रहणसमयाऽपेक्षया साध्यं धर्म एव अन्यथा तदनुपपत्तेः ॥३-१८॥
ક્યાં ક્યાં કેવું કેવું સાધ્ય હોય છે તે નીચેનાં ૧૮-૧૯ અને ૨૦ એમ ત્રણ સૂત્રો દ્વારા વિષયનો વિભાગ કરીને સમજાવે છે કે -
વ્યાતિના રહણકાળની અપેક્ષાએ (વહ્નિ) આદિ ધર્મમાત્ર જ સાધ્ય છે. (પરંતુ વદ્ધિ સ્વરૂપ ધર્મથી વિશિષ્ટ એવો પર્વત નામનો ધર્મી એ સાધ્ય નથી) અન્યથા (એટલે જ ધર્મી એવા પર્વતને સાધ્ય માનીએ તો તે વ્યક્તિની જ અનુપપત્તિ થાય છે. આ૩-૧૮
ટીકા - ધર્મો વઢિસ્વાતિ, તસ્ય ચારનુ૫૫ રૂ૨વા
ટીકાનુવાદ :- અનુમાન જ્યારે કરાતું હોય છે. ત્યારે બે કાળનો વિચાર કરાય છે. (૧) એક વ્યાપ્તિકાળ, અને (૨) બીજો વ્યાપ્તિ પરામર્થ આદિ થયા પછી નિગમનાત્મક થનારી “અનુમિતિ” નો કાળ, આ બન્ને કાળે સાધ્ય ભિન્ન ભિન્ન છે. એક જ સાધ્ય નથી. તે આ ત્રણ સૂત્ર વડે ગ્રંથકારશ્રી સમજાવે છે.
જ્યારે વ્યામિકાળ ચાલતો હોય છે ત્યારે વ્યાપ્તિમાં હેતુની સાથે માત્ર સાધ્યનો જ સહચાર જાણવાનો હોય છે. હેતુ અને સાધ્ય જ સાથે રહેનાર છે. પરંતુ સાધ્યધર્મથી વિશિષ્ટ એવો પક્ષ હેતુની સાથે સહચારવાળો હોતો નથી. જેમ કે -
જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે. એમ સહચાર વ્યાપ્તિથી જણાય છે. પરંતુ જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિવિશિષ્ટ પર્વત છે. એમ સહચાર જણાતો નથી. તેથી વ્યાપ્તિકાલે વહ્નિ સ્વરૂપ જે ધર્મ છે તે જ માત્ર સાધ્ય કહેવાય છે. પરંતુ વઢિથી યુકત એવો પર્વત સ્વરૂપ જે ધમ છે તે સાધ્ય કહેવાતો નથી.
અન્યથા - જો ધર્મી એવા પર્વતને સાધ્ય કહીએ તો “જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં, પર્વત હોય છે એવી વ્યાપ્તિ બને, અને તે ઘટી શકતી નથી. તેથી તે વ્યાપ્તિની અનુપત્તિ જ થાય છે. માટે વ્યાપ્તિ કરવાના કાલે હેતુની સાથે ધર્મ માત્રને જ સાધ્ય માનવો, પરંતુ ધમન સાધ્ય માનવો નહીં. [૩-૧૮
एतदेव भावयन्ति - न हि यत्र यत्र धूमस्तत्र तत्र चित्रभानोरिव धरित्रीधरस्या प्यनुवृत्तिरस्ति ॥३-१९॥
ઉપર કહેલી વાત જ ગ્રંથકારથી વધુ સ્પષ્ટ કરે છે કે - જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં ચિત્રભાનુની (અગ્નિની) અનુવૃત્તિ (હોવાપણું) જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org