________________
રત્નાકરાવતારિકા
સાધ્યનું સાચું લક્ષણ
૪૨૮
(૧) શંકાવાળું હોય તો તે શંકા દૂર કરી વસ્તુ તત્ત્વનો નિર્ણય કરવા માટે અનુમાન કરાય છે. (૨) વિપરીત બોધ જો થયો હોય તો તે વિપરીતબોધને દૂર કરી યથાર્થ બોધ કરવા અનુમાન કરાય છે. અને (૩) ‘“આ કંઈક છે’’ એમ સામાન્યથી જ વસ્તુ જણાઈ હોય, પરંતુ વિશેષબોધ ન થયો હોય તો તે અનધ્યવસાય કહેવાય, તેમાંથી નિર્ણય કરવા માટે પણ અનુમાન કરાય છે. ટીકા :- જંત્રિયમેવ ૢિ સાધ્યમ્, અન્યયા સાધનવૈજ્યાત્ ॥રૂ-શ્વાિ
ટીકાનુવાદ :- આવા પ્રકારનું (શંકિત-વિપરીત અથવા અનધ્યવસિત એમ) અપ્રતીત વિશેષણવાળું જ સાધ્ય હોય તો તે સાધ્ય કહેવાય છે. અન્યથા (તેના વિના) સાધ્યની સિદ્ધિ કરવી તે નિરર્થક જ છે. કારણ કે જો સાધ્ય સિદ્ધ જ હોય તો સાધ્યસાધવાનો અર્થ શું ? ।।૩-૧૫।। अनिराकृतत्वं सफलयन्ति
प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतग्रहणम् ॥३-१६॥
સાધ્યના લક્ષણમાં ચૌદમા સૂત્રમાં કહેલા ‘‘અનિરાકૃતત્વ” વિશેષણની સફળતા સમજાવે છે
પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જે વિરૂદ્ધ વાત હોય, તે સાધ્ય ન બની જાય, એટલા માટે ‘‘અનિરાકૃત” શબ્દનું ગ્રહણ કર્યું છે. ।।૩-૧૬
ટીકા ઃ- प्रत्यक्षादिविरुद्धस्य धनञ्जयादौ शैत्यादेः ॥ ३-१६॥
ટીકાનુવાદ :- અગ્નિ આદિ દ્રવ્યમાં શીતળતા આદિની સિદ્ધિ કરવા અનુમાન કરવું તે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી વિરૂદ્ધ છે. કારણ કે અગ્નિમાં ઉષ્ણતા છે એ સ્પાર્શન પ્રત્યક્ષથી સિદ્ધ જ છે, તેનાથી વિરૂદ્ધ શીતળતા સાધવા પ્રયત્ન કરવો તે નિરર્થક છે. માટે અગ્નિમાં પ્રત્યક્ષાદિથી વિરૂદ્ધ એવી શીતળતાની સાધ્યતા ન થઈ જાય એટલા માટે ‘અનિરાકૃત” આવું વિશેષણ સાધ્યમાં કહ્યું છે.
||૩-૧૬૬ા
अभीप्सितत्वं व्यञ्जयन्ति
अनभिमतस्यासाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितपदोपादानम् ॥३-१७॥
સાધ્યના લક્ષણમાં કહેલું ત્રીજું ‘“અભીપ્સિત” પદ જે છે તેનો અર્થ વ્યંજિત કરે છે કેપક્ષમાં સાધકને જે અર્થ સાધવાની ઈચ્છા હોય તે જ અર્થ સાધ્ય બને છે. જે અર્થ સાધવાની ઈચ્છા હોતી નથી તે અર્થ ત્યાં સાધ્ય બનતો નથી. એમ અભિમતની સાધ્યતા ત્યાં નથી આ સમજાવવા માટે મૂલસૂત્રમાં અભીપ્સિતપદનું કથન કરેલું છે. ૩-૧૭ા
अनभिमतस्य साधयितुमनिष्टस्य ॥३१७॥
ટીકા ટીકાનુવાદ
અભિમત એટલે સાધવાને જે ઈષ્ટ ન હોય તે, જે પદાર્થ જ્યાં સાધવાને ઈષ્ટ ન હોય, તે પદાર્થ ત્યાં અનભિમત કહેવાય છે. તેને સાધ્યતા લાગુ પડતી નથી. જેમ કે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org