SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૪/૧૫/૧૬/૧૭ રત્નાકરાવતારિકા માટે લક્ષણનો વિસ્તાર જ કરવો હોય તો બૌદ્ધ અને તૈયાયિકે એમ બન્નેએ છએ લક્ષણો સ્વીકારવાં જોઈએ. અને જો સંક્ષિપ્ત નિર્દોષ લક્ષણ કરવું હોય તો એક જ લક્ષાણ સ્વીકારવું જોઈએ. બૌદ્ધ ૩ અને નૈયાયિકે પાંચ લક્ષણો કહીને નહી વિસ્તાર અને નહી સંક્ષેપ આવી માયાજાળ કરવાની શી જરૂર ? માટે એક જ લક્ષણ બરાબર છે. ૩-૧૩ साध्यविज्ञानमित्युक्तमिति साध्यमभिदधति - अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यम् ॥३-१४॥ હેતુનું ગ્રહણ અને સહચારના સંબંધનું સ્મરણ, આ બન્ને છે કારણ જેમાં એવું જે “સાધ્યનું જ્ઞાન” તે સ્વાસ્થનુમાન કહેવાય છે. એમ ૧૦ મા સૂત્રમાં કહેલું છે. તેથી ત્યાં શંકા થાય છે કે “સાધ્ય” કોને કહેવાય? સાધ્ય એટલે શું ? આ શંકા દૂર કરવા માટે હેતુનું લક્ષણ કહીને હવે સાધ્યનું સ્વરૂપ સમજાવે છે. જે અપ્રતીત હોય (અર્થાત ન જાણેલું હોય), અનિરાકૃત હોય, (પક્ષમાં નિષિદ્ધ ન હોય), અને અભીપ્સિત (પક્ષમાં સાધ્ય સાધવાને ઈસ્ટ) હોય. આ ત્રણ ગુણોવાળું જે હોય તે સાધ્ય કહેવાય છે. ૩-૧૪ ટીકા - ગપ્રતિનિશ્ચિતમ્, નિરાતિ પ્રત્યક્ષવાધિતમ્, મમીક્ષિત સાધ્યત્વેનેઝમ્ રૂ-૨૪ ટીકાનુવાદ - “સાધ્ય” કોને કહેવાય ? તે આ સૂત્રમાં સમજાવે છે (૧) જે અપ્રતીત હોય, એટલે કે પક્ષમાં છે જ એવો નિર્ણય ન હોય, (૨) જે અનિરાકૃત હોય, એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા પક્ષમાં જે સાધ્યની બાધા ન આવતી હોય, અર્થાત્ નિષિદ્ધ ન હોય, (૩) જે અભીસિત હોય, એટલે કે પક્ષમાં સાધ્ય સાધવા તરીકે સાધકના મનને ઈષ્ટ હોય, તે સાધ્ય સાધવાની ભાવના હોય. એમ ઉપરોક્ત ત્રણ વિશેષાણ વાળી જે વસ્તુ તે સાધ્ય કહેવાય છે. તે ત્રણે વિશેષણોના વધારે સ્પષ્ટ અર્થો હવે પછીને સૂત્રોમાં કરવાના છે. એટલે અહીં વધારે વિવેચન કરતા નથી. H૩-૧૪ अप्रतीतत्वं समर्थयन्ते - शङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमप्रतीतवचनम् ॥३-१५॥ શંકિત, વિપરીત અને અનધ્યવસિત એમ ત્રણ સ્થાને સાધ્યતા હોય છે તે સમજાવવા માટે સાધ્યના લક્ષણમાં “અપ્રતીત” શબ્દ કહેલો છે. ૩-૧૫ - સાધ્યના લક્ષણમાં “અપ્રતીત” એવું જે વિશેષણ છે તે સમજાવે છે કે પક્ષમાં જે સાધ્ય સાધવાની ઈચ્છા છે. તે સાધ્ય ત્યાં પ્રસિદ્ધ થયેલું. અર્થાત્ સિદ્ધ થઈ ચુકેલું ન હોવું જોઈએ. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy