________________
૪૨૧
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩
રત્નાકરાવતારિકા જેમ ગમક બને છે તેની જેમ જ મહાનસના ધૂમમાં અને પર્વતીય ભૂમિમાં પણ આકાશરૂપ એક ધર્મીના કારણે પર્વતરૂપ પક્ષધર્મતાનો નિર્ણય થવાથી ત્યાં (પર્વતમાં) તે રસોડાનો ધૂમ તે પર્વતીયવહ્નિનો ગમક કેમ થતો નથી ? બન્ને જગ્યાએ આકાશરૂપ એક જ ધર્મી સમાન હોવાથી પક્ષધર્મતા છે જ. માટે એક જગ્યાએ જો ગમક બને તો બીજી જગ્યાએ પણ ગમક બનવો જ જોઈએ. ન્યાય તો સમાન જ હોવો જોઈએને ? ખરેખર તમે જે પક્ષધર્મતા એ સાધ્યને જણાવવામાં નિમિત્ત કહો છો તે બન્ને જગ્યાએ નિમિત્ત સમાન જ છે.
તેથી સૌ = આ પક્ષધર્મતા, પોતાના સમીપદેશમાં રહેલા ધૂમથી સમીપદેશમાં રહેલા ધૂમધ્વજને (વહ્નિને) જણાવવામાં જેમ અôાનતનુ કરમાયા વિનાનું છે શરીર જેનું એવી નિર્દોષ નિમિત્ત બને છે. તેમ વ્યવહિત દેશમાં રહેલી પક્ષધર્મતા પણ પર્વતાદિમાં વહ્નિને જણાવવામાં તવÅવ = તેવી જ નિર્દોષનિમિત્તતા વાળી બનવી જોઈએ. સારાંશ કે રસોડામાં રહેલો ધૂમ જેમ સમીપમાં
રસોડામાં જ રહેલા વહ્નિને જણાવે છે. તેમ તે જ રસોડામાં રહેલો ધૂમ વ્યવહિત એવા પર્વતાદિ દેશમાં રહેલી વહ્નિને પણ જણાવનાર બનવો જોઈએ કારણ કે વ્યવહિતદેશ હોવા છતાં પણ આકાશરૂપ ધર્મી એક હોવાથી ત્યાં પણ પક્ષધર્મતા રૂપ નિમિત્ત તો છે જ.
=
=
અન્યથા = જો એમ ન માનો અને વ્યવહિતદેશ હોવાથી રસોડાનો ધૂમ રસોડામાં જ વહ્નિને જણાવે પરંતુ પર્વતાદિ અન્યદૂરક્ષેત્રમાં વહ્નિને જો ન જણાવે તો જલચંદ્રમાં પણ આકાશરૂપ એકધર્મીની અપેક્ષાએ આવનારી આ પક્ષધર્મતા નભશ્ચંદ્રને જણાવનારી ન બનો, કારણ કે દેશનું વ્યવધાન (આંતરૂં) તો ત્યાં પણ છે. માટે જો “પક્ષધર્મતા' ને નિમિત્ત માનશો તો જલચંદ્ર અને નભશ્ચંદ્ર વચ્ચે ક્ષેત્રભેદ હોવાથી પક્ષધર્મતા નથી છતાં જ્ઞાપક બને છે તે વાત ઘટશે નહીં અને આકાશરૂપ ધર્મી એક બનાવી આવી બનાવટી પક્ષધર્મતા ઘટાવશો તો તેવી બનાવટી પક્ષધર્મતા રસવતીધૂમ અને પર્વતીયધૂમધ્વજમાં પણ હોવાથી રસવતી ધૂમ પર્વતીય વહ્નિનો પણ જ્ઞાપક બનશે.
अथ नेयमेवात्र गमकत्वाङ्गम्, किन्तु कार्यकारणभावोऽपि । कार्यं च किमपि कीदृशम् । तदिह कृपीजन्मा स्वसमीपप्रदेशमेव धूमकार्यमर्जयितुमधीशानः । नभश्चन्द्रस्तु व्यवहितदेशमपीति न महानसधूमो महीधरकन्धराकोणचारिणमाशुशुक्षणिं गमयतीति चेत् ?
नन्वेवं धूमस्तद्देशेनैव पावकेनान्यथानुपपन्नः, नीरचन्द्रमाः पुनरतदेशेनापि नभश्चन्द्रेण इत्यन्यथानुपपत्तिनिर्णयमात्र सद्भावादेव साध्यसिद्धेः सम्भवात् किं नाम जलाकाशमृगाङ्कमण्डलान्तरालादेर्धर्मित्वकल्पनाकदर्थनमात्रनिमित्तेन पक्षधर्मतावर्णनेन ? यौगस्याप्येवमेव च पक्षधर्मत्वानुपयोगो दर्शनीयः ॥
Jain Education International
-
બૌદ્ધ :- હે જૈનો ! ફક્ત એકલી આ (પક્ષધર્મતા) જ અહીં (અનુમાનમાં) ગમકનું અંગ છે. સાધ્યસિદ્ધિનું કારણ છે એમ નહીં. પરંતુ આ પક્ષધર્મતા હોતે છતે ‘‘કાર્યકારણભાવ’’ પણ હોવો જોઈએ તો જ પક્ષધર્મતા સાધ્યની ગમકતાનું અંગ બને છે. અન્યથા નહીં. અને તે કાર્ય પણ ક્યાંઈક ક્યાંઈક કેવુંક કેવુંક હોય છે. તેથી અહીં (ધૂમ- અગ્નિના અનુમાનમાં) અગ્નિ રૂપ કારણ પોતાના સમીપ પ્રદેશમાં જ ધૂમાત્મક કાર્યને ઉત્પન્ન કરવાને સમર્થ છે. અને આકાશમાં રહેલો ચંદ્ર તો વ્યવહિત (દૂર-દૂર) દેશમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org