________________
રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ
૪૨૨ પાણ જલચંદ્રાત્મક કાર્યને ઉત્પન્ન કરવા માટે સમર્થ છે. માટે રસોડાના ધૂમ અને પર્વતના અગ્નિ વચ્ચે એક આકાશરૂપ પક્ષમતા હોવા છતાં કાર્ય-કારણભાવ નથી માટે મહાનસનો ધૂમ પર્વતની ગુફાના ખુણામાં થયેલા અગ્નિને જણાવી શકતો નથી. (પરંતુ) જલચંદ્ર અને નભચંદ્ર વચ્ચે પક્ષધર્મતા તો છે પરંતુ સાથે સાથે કાર્યકારણભાવ પણ છે જે માટે ગમક બની શકે છે.
જૈન - જો એમ કાર્યકારણભાવ લેશો, અને તે પણ ક્યાંક કોઈ રૂપવાળો, અને ક્યાંક કોઈક રૂપવાળો, તેનો અર્થ જ એમ થાય છે કે “ધૂમાત્મક કાર્ય તેજ દેશ વડે અગ્નિની સાથે અન્યથાનુપપત્તિવાળો છે.” અને “નીરચંદ્રમા (જલચંદ્ર) વળી દૂરદેશ હોય તો પણ નભચંદ્રની સાથે નિયમો અન્યથાનુપપત્તિ વાળો છે.” એમ બન્નેમાં ગર્ભિત રીતે તો “નિશ્ચિતાન્યથાનુપપત્તિ નો” નિર્ણય માત્ર હોવાથી જ સાધ્યની સિદ્ધિ થતી હોવાથી જલ અને આકાશમાં ચંદ્રમંડલ વચ્ચેના ક્ષેત્રાદિને ધર્મી તરીકે કલ્પીને પક્ષધર્મતાની કલ્પના કરવા રૂપ કદર્થના (પીડા) માત્રના જ કારણભૂત એવી પક્ષધર્મતાનું વર્ણન કરવાની શું જરૂર ? અર્થાત્ અંતે તો ફરી ફરીને લક્ષણ નિશ્ચિતાન્યાનુપપત્તિમાં જ સમાપ્ત થાય છે. તે ન આવે ત્યાં સુધી અપૂર્ણ જ રહે છે અને તે આવે એટલે અન્ય કોઈ પદોની આવશ્યકતા રહેતી નથી. તો શા માટે પીડામાત્ર રૂપ આવી કલ્પના કરવી? શા માટે આ એકને જ (નિર્દોષ છે છતાં) લક્ષણરૂપ ન માનવું ?
આટલું બૌદ્ધોને સમજાવ્યા પછી ગ્રંથકારશ્રી જણાવે છે કે આ જ તકોંધી (દલીલોથી) જેમ બૌધ્ધને નિરૂત્તર કર્યા, તે જ રીતે યોગ દર્શનકારોએ (નૈયાયિકોએ) માનેલો પક્ષધર્મતાનો ઉપયોગ પણ બીનજરૂરી છે. તે પણ સમજી લેવો. કારણ કે પૂર્વપક્ષકાર ભલે બન્ને હોય પરંતુ તેનો પ્રત્યુત્તર સમાન જ છે. આ પ્રમાણે હેતુના લક્ષણમાં “પક્ષધર્મતા” બીનજરૂરી છે. નિરર્થક છે. એ વાત સિદ્ધ કરી.
सपक्षसत्त्वमप्यनौपयिकम्, सत्त्वादेरगमकत्वापत्तेः । यस्तु पक्षाद् बहिष्कृत्य किमपि कुटादिकं दृष्टान्तयति तस्यापूर्वः पाण्डित्यप्रकारः, कुटस्यापि पटादिवद् विवादास्पदत्वेन पक्षाद् बहिष्करणानुपपत्तेः । तथा च कथमयं निदर्शनतयोपदर्येत ? प्रमाणान्तरात्तत्रैव क्षणिकत्वं प्राक् प्रसाध्य निदर्शनतयोपादानमिति चेत् ? ननु तत्रापि कः सपक्षीकरिष्यते ? यदि क्षणिकत्वप्रसाधनपूर्वं पदार्थान्तरमेव तदा दुर्वारमनवस्थाकदर्थनम्। अन्यथा तु न सपक्षः कश्चित् । यत एव च प्रमाणात् क्षणिकत्वनिष्टङ्कनं कुटे प्रकट्यते, तत एव पटादिपदार्थान्तरेषु अपि प्रकट्यताम् । किमपरप्रमाणोपन्यासालीकप्रागल्भीप्रकाशनेन ॥
બૌદ્ધોએ માનેલાં ત્રણ અને નૈયાયિકોએ માનેલાં પાંચ લક્ષણોમાંથી પ્રથમ “પક્ષધર્મતા” લક્ષણની અનાવશ્યકતા સમજાવી, હવે તેઓ બન્નેએ માનેલા “સપક્ષસત્ત્વ” એવા હેતુના બીજા લક્ષણની પણ અનાવશ્યકતા જ છે. તેમ જણાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - “સપક્ષસત્વ” સપક્ષમાં હેતુનું હોવું આ બીજું લક્ષણ પણ નિરર્થક જ છે. બીનજરૂરી જ છે. જો તેને આવશ્યક જ માનશો તો જ્યાં જ્યાં “સપક્ષસત્ત્વ' નહી હોય ત્યાં ત્યાં સહેતુ હશે તો પણ તે હેતુને અગમક માનવાની આપત્તિ તમને આવશે. જેમ કે તમારું જ આવું અનુમાન છે કે “સર્વ, લાળમ્,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org