SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૨૦ બૌદ્ધ - આ તમારી જૈનોની વાત આશ્ચર્યકારી છે. કારણ કે જો પક્ષધર્મતા-૩૫ામે = લક્ષણમાં પક્ષધર્મતા સ્વીકારવામાં આવે તો તો માત્ર પર્વત માં જ રહેલો ધૂમ પર્વતના વહ્નિને જણાવી શકે, પરંતુ રસવતીનો ધૂમ હોતે છતે પર્વતની ગુફામાં રહેલા ધનંજયને (વહિ) ને કેવી રીતે જણાવે? રસવતીના ધૂમમાં પક્ષધર્મત્વ નથી. કારણ કે તે ધૂમ રસવતીમાં છે. પરંતુ પર્વતમાં નથી. તેથી તે વહ્નિનો ગમન કેમ બને ? ' જૈન :- જો એમ જ હોય તો જલમાં રહેલું ચન્દ્રનું બિંબ પણ આકાશમાં રહેલા ચંદ્રને જગાવનાર બનવું ન જોઈએ. કારણ કે જલમાં રહેલ ચંદ્ર તો જલનો ધર્મ છે. આકાશનો ધર્મ નથી. તેથી ત્યાં પણ પક્ષધર્મતા તો નથી. સારાંશ કે જલચંદ્ર એ જલધર્મ હોવા છતાં અને આકાશધર્મ (પક્ષગતધર્મતા) ન હોવા છતાં જેમ ચમક બને છે તેમ તમે પક્ષધર્મતા લક્ષણ કરશો અને સ્વીકારશો તો પણ રસવતી ધૂમ પર્વતગતવહિનો ગમક કેમ નહી બને ? બની જ જશે. સારાંશ કે જલચંદ્ર જલમાં હોવા છતાં નભચંદ્રનો ગમક બને જ છે. અને તમે પક્ષધર્મતા એ હેતુનું લક્ષણ માનો છો. તો ત્યાં કોઈ પણ રીતે પક્ષધર્મતા ઘટાવતા હશો જ. તે જ રીતે અહીં પણ પક્ષધર્મતા માની લો અને મહાનસનો ધૂમ પર્વતીયવલિનો ગમક બને આમાં તમારા મતે આશ્ચર્ય જેવી કંઈ વાત નથી. - બૌધ્ધ :- મથ નનમાન્તરર્તિનતીવતો - હવે બૌદ્ધ આ પ્રમાણે કહે છે કે જલચંદ્ર અને નભશ્ચન્દ્ર એ બન્નેના અંતરાલમાં વર્તનારૂં આકાશદ્રવ્ય - જે છે તે એક જ છે. આકાશ અખંડ દ્રવ્ય છે. તેથી તે એક જ દેશરૂપ આકાશ જ ધર્મી હોવાથી જલમાં રહેલો ચંદ્ર પણ આકાશાત્મક એક જ ધર્મનો ધર્મ છે એમ નિર્ણય થવાથી તે જલગતચંદ્ર પણ તે આકાશગતચંદ્રનો ગમક કેમ ન હોઈ શકે ? અર્થાત્ હોઈ જ શકે કારણ કે ત્યાં પણ પક્ષધર્મતા છે જ. આકાશાત્મક પક્ષ એક જ છે માટે. જલચંદ્ર ભલે જલમાં હો, નભશ્ચન્દ્ર ભલે નભમાં હો. પરંતુ બન્ને સ્થાને અને બન્નેની અંતરાલવર્તી જગ્યામાં એમ સર્વત્ર “આકાશ” પક્ષ એક જ હોવાથી હેતુ પક્ષમાં રહેનારો જ થયો. તેથી આકાશ પક્ષ એક માનીને ત્યાં પક્ષધર્મતા છે. એમ મનાય છે અને હેતુ ગમક બને છે. જૈન :- પર્વ તર્દિ - જો એમ છે તો રસવતી (રસોડાની ભૂમિ) અને પર્વતની ભૂમિના આંતરામાં રહેલી વસુંધરા (પૃથ્વી) નો પ્રદેશ રૂપ જે આકાશ તે પણ એક જ ધર્મી હો. તેથી જલગતચંદ્ર અને નભોગતચંદ્રની વચ્ચે આકાશધર્મી એક હોવાથી પક્ષધર્મતા છે અને તેથી જલચંદ્ર નભયંદ્રનો એમ પણ પાઠાન્તર સંભવી શકે છે. તે પાઠ વખતે અર્થ આ પ્રમાણે કરવો - જૈન :- જો “પક્ષધર્મતા' એ હેતુનું લક્ષાગ ન સ્વીકારવામાં આવે તો પાગ (જલચંદ્ર નભન્દ્રનો બોધક થાય છે. એ ઉદાહરણ મનમાં રમતું હોવાથી તેની જેમ) રસોડાનો ધૂમ પાગ પર્વતની ગુફાગત ધનંજયનો બોધક કેમ નહી થાય ? અર્થાતુ પક્ષધર્મતા ન હોય તો પણ હેતુ સાધ્યનો ગમક કેમ ન બને ? બનવો જોઈએ. બૌદ્ધ - તમારી જૈનોની આ વાત આશ્ચર્યકારી કૌતુક સ્વરૂપ છે. કારણ કે રસોડાના ધૂમમાં “પક્ષધર્મતાનો અપગમ” એટલે કે પક્ષધર્મતાનો અભાવ છે. અને અમે તો પક્ષધર્મતા હોવી જોઈએ એમ લક્ષણ કરીએ છીએ તેથી રસોડાના ધૂમમાં પક્ષધર્મતાનો અપગમ (અભાવ) હોતે છતે તે રસવતી ધૂમ મહીધરકંધરાના અગ્નિનો બોધક કેમ બને ? જૈન - જો એમ જ હોય તો જલમાં રહેલું ચંદ્રનું બિંબ પણ આકાશમાં રહેલા ચંદ્રને જગાવનાર બનવું ન જોઈએ. ઈત્યાદિ ઉપરોક્ત લખાણ જોડી દેવું. (બન્ને પાઠાન્તરોને બની શકે તેટલા સંગત કરવા પ્રયત્ન કરવો પરંતુ પૂર્વાપર વિરોધ ન કરવો). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy