________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩
રત્નાકરાવતારિકા
આ પ્રમાણે સાધનાવ્યાપક અને સાધ્યવ્યાપક એવું ઉપાધિનું લક્ષણ શાકાદિ આહાર પરિણામમાં સંભવતું હોવાથી ‘‘તપુત્રત્વ હેતુમાં’’ સર્વત્ર વિપક્ષાસત્ત્વ સંભવતું નથી. એટલે કે શ્યામત્વના અભાવની સાથે સર્વથા તત્સુત્રત્વનો અભાવ સંભવતો નથી.
૪૧૯
જૈન આવું બોલતો - ગર્જના કરતો તે નૈયાયિક પણ ‘“નિશ્ચિતાન્યથાનુપપત્તિ’” થી અતિરિક્ત (અધિક) કંઈ જ કહેતો નથી, (શબ્દાન્તરથી આ જ લક્ષણ તે ગાય છે), તો પછી વાસ્તવિક નિશ્ચિતાન્યથાનુપપત્તિ એ એક જ લક્ષણ હો. બાકીનાં પક્ષધર્મતા આદિ અન્ય પદો ઉમેરવા રૂપી લાંબાં લાબાં પુંછડાં લગાડવાથી શો ફાયદો ? કારણ કે અનૌપાધિકસંબંધ હોતે છતે લક્ષણમાં કંઈ પણ બાકી રહેતું નથી કે જેને દૂર કરવા માટે બાકીનાં ચાર પદો ઉમેરવા રૂપ લક્ષણની જે રચના કરી છે તે નિર્દોષ બને. બીનજરૂરી જ પદો લગાડેલાં હોવાથી આ લાંબું લાંબું લક્ષણ દોષવાળું જ ગણાશે.
पक्षधर्मत्वाभावे रसवतीधूमोऽपि पर्वते सप्तार्चिपं गमयेत्, इत्यभिदधानो बौद्धो न बुद्धिमान् । यतः पक्षधर्मत्व(त्वा)भावेऽपि किं नैष तत्र तं गमयेत् ? ननु कौतुकमेतद् । ननु कथं हि नाम पक्षधर्मतो (ता) पगमे रसवती धर्मः सन् धूमो महीधरकन्धराधिकरणं धनञ्जयं ज्ञापयतु इति चेत् ? एवं तर्हि जलचन्द्रोऽपि नभश्चन्द्रं मा जिज्ञपत्, जलचन्द्रस्यं जलधर्मत्वात् । अथ जलनभश्चन्द्रान्तरालवर्तिनस्तावतो देशस्यैकस्य धर्मित्वेन जलचन्द्रस्य तद्धर्मत्वनिश्चयात् कुतो न तज्ज्ञापकत्वमिति चेद् ? एवं तर्हि रसवतीपर्वतान्तरालबर्तिबसुन्धराप्रदेशस्य धर्मित्वमस्तु, तथा च महानसधूमस्यापि पर्वतधर्मतानिर्णयात् जलचन्द्रवत् कथं न तत्र तद्गमकत्वं स्यात् ? पक्षधर्मता खलूभयत्रापि निमित्तम् । ततो यथाऽसौ स्वसमीपदेशे धूमस्य धूमध्वजं गमयतोऽम्लानतनुरास्ते, तथा व्यवहितदेशेऽपि पर्वतादौ तदवस्थैव । अन्यथा जलचन्द्रेऽपि नासौ स्यात्, देशव्यवधानात् ।
=
બૌદ્ધ :- જે પક્ષધર્મતા એ હેતુનું લક્ષણ ન માનવામાં આવે અને કેવળ એકલી ‘“નિશ્ચિતાન્યથાનુપપત્તિ’”એ એક જ લક્ષણ કરવામાં આવે તો રસવતીયૂમોષિ રસોડાનો ધૂમ પણ પર્વતમાં રહેલા સમાર્વિષ વહ્નિને કેમ ન જણાવે ? જણાવનાર બનવો જોઈએ. કારણ કે પક્ષમાં હેતુ વિદ્યમાન હોવો જ જોઈએ એવી પક્ષધર્મતા તો લક્ષણમાં તમે(જૈનો) ગ્રહણ કરતા નથી. તેથી દૂરક્ષેત્રગત ધૂમ પણ દૂરક્ષેત્રગતવર્તિનો બોધક થવો જોઈએ. તેથી મહાનસગતધૂમ પણ પર્વતગતવહ્નિનો બોધક થવો જોઈએ.
જૈન :- ઉપર મુજબ બોલતો બૌદ્ધ બુદ્ધિશાળી હોય એમ દેખાતું નથી. અર્થાત્ બૌદ્ધની આ દલીલ બરાબર નથી. કારણ કે ‘“પક્ષધર્મત્વ’ એ લક્ષણમાં લઈએ તો પણ ૫ઃ = આ રસોડાનો ધૂમ, તંત્ર = તે પર્વતમાં તં = વહ્નિને હિં ન ગમવેત્ કેમ ન જણાવે ? પક્ષધર્મતા એ પદ લક્ષણમાં લેશો તો પણ રસોડાનો ધૂમ પર્વતમાં વહ્નિને જણાવનાર કેમ ન બને ?
=
૧ ઉપર કહેલા બન્ને ફકરાઓમાં ક્ષધર્મત્વવેત્ત અને ક્ષયમંતોને એવો પાઠ રાખીને અમે અર્થ સમજાવ્યો છે. અને આ પાઠ તથા આ અર્થ વધારે સંગત પૂર્વાપર જોતાં લાગે છે. છતાં આ જ રત્નાકરાવતારિકા ઉપરની ‘“પંજિકા’’ ટીકામાં ‘વણધર્મત્વમાવે’ઇત્યાદ્રિ સૂરિવાવવમ્ એમ પણ કહ્યું છે. તેથી ક્ષધર્મત્વામાવેઽપિ અને પાછળ પક્ષધર્મતાપામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org