SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૧૮ એવું પાગ કેમ ન બની શકે ? માટે વિપક્ષ અસત્ત્વ ઘટપટાદિમાં ભલે છે. પરંતુ નિશ્ચિત વિપક્ષઅસત્ત્વ નથી જ, માટે ત્રણ કે પાંચ લક્ષાણ આ હેતુમાં સંભવતાં નથી કારણ કે ત્રીજુ વિપક્ષાસત્ત્વ ત્યાં નિશ્ચિત પાણે ઘટતું નથી તેથી સહેતુનુ લક્ષાણ ત્યાં જતું નથી, અને અતિવ્યામિ આવતી નથી કારણ કે તે હેત્વાભાસ છે. પરંતુ જ્યાં પરિપૂર્ણ પાંચ લક્ષણો હોય છે તે નકકી સહેતુ જ હોય છે તેથી અમારું કરેલું ત્રિલક્ષાણકાદિ હેતુનું લક્ષણ બરાબર જ છે. જૈન - આ પ્રમાણે દલીલ કરતા એવા તે શઠ બૌદ્ધાદિ અન્યદર્શનકારો છેવટે તો શબ્દાન્તરથી “નિશ્ચિતા થાનપપત્તિ” એવા અમારા લક્ષણનો જ આશ્રય કરે છે. જો ત્રણ અથવા પાંચ લક્ષણ કરવા છતાં પાગ “નિશ્ચિત” શબ્દ સ્વીકારવો જ પડતો હોય અને તે સ્વીકાર્યા વિના છુટકો જ ન હોય તો પછી વાસ્તવિક “નિશ્ચિતાન્યાનુપપત્તિ” એ જ ભગવતીરૂપ લક્ષણ હો, આ જ લક્ષણ નિર્દોષ હોવાથી ભગવતીસ્વરૂપ છે. ભાગ્યવાનું છે, નિર્દોષ છે. તેને જ સ્વીકારવું જોઈએ. यौगस्तु गर्जति - अनौपाधिकस्सम्बन्धो व्याप्तिः । न चायं तत्पुत्रत्वेऽस्ति, शाकाद्याहारपरिणामायुपाधिनिबन्धनत्वात् । साधनाव्यापकः साध्येन समव्याप्तिकः किलोपाधिरभिधीयते । तथा चात्र शाकाद्याहारपरिणाम इति उपाधिसद्भावात् न तत्पुत्रत्वे विपक्षासत्त्वसम्भव इति । सोऽपि न निश्चितान्यथानुपपत्तेरतिरिक्तमुक्तवानिति सैवैकाऽस्तु (किमन्यपदरूपदीर्घलाङ्गुलैः) । न हि अनौपाधिकसम्बन्धे सति किश्चिदवशिष्यते यदपोहाय शेपलक्षणप्रणयनमसूणं स्यात् । હવે અહીં યોગદર્શનકારો (નૈયાયિકો) અમારી (જૈનોના લક્ષણની) સામે ગર્જના કરે છે કે - “ઉપાધિ વિનાનો જે હેતુ હોય તેવા હેતુનું સાધ્યની સાથે રહેવું એ રૂપ જે સંબંધ તે વ્યાપ્તિ કહેવાય છે. સારાંશ કે જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય જ ઈત્યાદિ સહચારરૂપ જે સંબંધ છે તે જ માત્ર વ્યાપ્તિ નથી. પરંતુ તે સંબંધ જો અનૌપાધિક (ઉપાધિ રહિત) હોય તો જ વ્યાતિ કહેવાય છે. અને તત્યુત્રત્વ હેતુમાં આ સહચારરૂપ સંબંધ હોવા છતાં પણ તે સંબંધ અનૌપાધિક ઘટતો નથી. (પરંતુ ખરેખર ઉપાધિ વાળો આ સંબંધ થાય છે). “શાકાદિ આહારના પરિણામ” ઇત્યાદિ રૂપ ઉપાધિ બને છે. કારણ કે ઉપાધિનું જે લક્ષણ છે તે આ શાકાદિ આહાર પરિણામમાં બરાબર સંભવે છે. લક્ષણ આ પ્રમાણે છે. “જે સાધનની (હેતુની સાથે અવ્યાપક હોય અને સાધ્યની સાથે વ્યાપક હોય તે ઉપાધિ કહેવાય છે.” અને અહીં શાકાદિ આહાર પરિણામ તથા = તેવો જ છે. કારણ કે જ્યાં જ્યાં તત્યુત્રત્વ હેતુ છે ત્યાં ત્યાં શાકાદિ આહાર પરિણામ છે પણ ખરો, અને નથી પણ ખરો, પ્રથમના સાત પુત્રના ગર્ભકાલે આ શાકાદિ આહાર પરિણામ છે કારણ કે તે કાળા જન્મેલા છે. અને આઠમા પુત્રના ગર્ભકાલે આ શાકાદિ આહારનો પરિણામ નથી કારણ કે ગૌર જન્મેલ છે. આ રીતે શાકાદિ આહારપરિણામ એ તપુત્રત્વ હેતુની સાથે અવ્યાસ છે. તથા જ્યાં જ્યાં તનુત્રીવછિને મિત્વે સાધ્ય છે ત્યાં ત્યાં શાકાદિ આહારપરિણામ છે જ, કારણ કે આવું શ્યામત્વ માત્ર સાતમાં જ છે અને ત્યાં શાકાદિ આહાર પરિણામ છે જ. માટે સાધ્યવ્યાપક પાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy