________________
૪૦૭
તૃતીય પરિચ્છેદ સૂત્ર-૯
રત્નાકરાવતારિકા સિધ્ધ થવાથી અપ્રમાણત્વ સિધ્ધ થયું. તે ચાર્વાક દર્શનકારોનો કહેવાનો આશય એમ છે કે -
(૧) પક્ષધર્મતા જાગવી હોય ત્યારે ધર્મીને પક્ષ કહેવાય છે. (૨) વ્યાપ્તિ જાગવી હોય ત્યારે ધર્મને પક્ષ કહેવાય છે. (૩) અને સાધ્યસિદ્ધિ કરવી હોય ત્યારે ધર્મ-ધર્મી એમ ઉભયને પક્ષ કહેવાય છે.
અનુમાનની અંદર “પક્ષ” નો પ્રયોગ હોય જ છે. પરંતુ જુદા જુદા સ્થાને “પક્ષ” ના ત્રણ જુદા જુદા અર્થ કરવા પડે છે. એક સ્થાને ધર્મન, બીજા સ્થાને ધર્મને અને ત્રીજા સ્થાને ઉભયને પક્ષ કહેવો પડે છે. આ ત્રણ સ્થાનમાંથી છેલ્લા એક સ્થાને તાત્વિક અર્થવાળો પક્ષશબ્દ છે અને પહેલાબીજા સ્થાને ઉપચરિત પશબ્દનો પ્રયોગ છે, માટે ઉપચરિત પક્ષપણું હોવાથી ગૌણ છે તેથી અનુમાન પ્રમાણ નથી. સાર આ પ્રમાણે છે.
(૧) પક્ષધર્મતાના કાલે પક્ષ એટલે ધર્મ સમજવાનો હોય છે. જે સાધ્ય હોય તે ધર્મ કહેવાય છે. સાધ્યવાળો જે પદાર્થ અર્થાત્ સાધ્યું જેમાં સાધવાનું હોય તે ધર્મી કહેવાય છે. જેમ કે વહ્નિ એ ધર્મ છે. અને પર્વત એ ધર્મી છે. નૈયાયિકાદિ દર્શનના મતે હેતુનાં પાંચ લક્ષણો છે. (૧) પક્ષધર્મતા, (૨) સપક્ષસત્વ, (૩) વિપક્ષ અસત્ત્વ, (૪) અસત્પતિપક્ષત્વ, અને (૫) અબાધિતવિષયત્વ. આ પાંચ લક્ષાણોમાં પહેલા લક્ષણની અહીં ચર્ચા ચાર્વાક કરે છે કે જ્યારે પર્વત ઉપર ધૂમ જોયો અને વહ્નિ સાધવાનું મન થયું ત્યારે “ધૂમવાનાં પર્વતઃ' એવી પક્ષધર્મતા જ્યારે થાય છે ત્યારે પર્વત એ એકલો ધર્મી માત્ર પક્ષ કહેવાય છે. કારણ કે “પક્ષમાં હેતુનું હોવું તે પક્ષધર્મતા છે.” અહીં પર્વતમાં ધૂમનું હોવું દેખવું તે પક્ષધર્મતા છે અને તેમાં પક્ષ તરીકે ધર્મી એવો પર્વતમાત્ર છે. એટલે પક્ષધર્મતા જ્યારે જાણવી છે ત્યારે ધર્મી (પર્વત) માત્ર પક્ષ છે.
(૨) “વત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વઢિઃ” એમ જ્યારે ધૂમ જોયા પછી મનમાં વ્યાપ્તિ જાણવી હોય ત્યારે ધૂમની સાથે માત્ર વહ્નિનો જ (ધર્મનો જ) સહચાર જણાય છે. પરંતુ પર્વતનો (ધર્મીનો) સહચાર જણાતો નથી. એટલે ત્યાં ધૂમની સાથે ધર્મ (વહ્નિ) માત્રનો જ બોધ છે. માટે ત્યાં ધર્મમાત્ર જ પક્ષ છે.
(૩) વ્યાપ્તિ કર્યા પછી જ્યારે સાધ્યની સિદ્ધિ જાહેર કરવી હોય ત્યારે અર્થાત નિગમનકાલે “દ્ધિમાનાં પર્વતઃ” એમ બોલાય છે એટલે સાધ્યસિદ્ધિકાલે વહ્નિ એ ધર્મ અને પર્વત એ ધર્મી એમ બન્ને પક્ષ તરીકે જણાય છે.
“સાધ્યધર્મવિશિષ્ટ જે ધર્મી તે પક્ષ કહેવાય છે.” - આ પક્ષનું લક્ષણ છે. અને આ લક્ષણ ધર્મ-ધર્મી ઉભયવાળું હોવાથી ત્રીજા સાધ્યસિદ્ધિકાળમાં જ યથાર્થ સંભવે છે. પહેલા પક્ષધર્મતાના કાળમાં ધર્મીમાત્ર છે. અને બીજા વ્યાપ્તિકાલમાં ધર્મમાત્ર છે. એ બન્ને સ્થાને ઉભય નથી. તેથી તે બન્ને સ્થાનોમાં “ર્તિ સમુદ્ર પવાર” પક્ષનો એકદેશ (ધર્મી અથવા ધર્મ) માત્ર હોવાથી તેમાં સમુદાયનો ઉપચાર કરીને પક્ષ માનવો પડે છે. જેમ અંગુલીને હાથ કહેવાય તેમ, તેથી પક્ષધર્મતાકાલે અને વ્યાપ્તિકાલે એકદેશમાં સમુદાયનો ઉપચાર કરીને પક્ષત્વ માનવું પડે છે તેથી તે ઉપચરિત થયું માટે ગૌણ છે અને ગૌણને પ્રમાણ મનાતું નથી. માટે અનુમાન એ પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org