________________
રત્નાકરાવતારિકા અનુમાન પ્રમાણનું નિરૂપણ
૪૦૬ માટે આ પરાથનુમાન દ્વારા જ વ્યવહાર થાય છે. તથા લોકોમાં પણ પોતે સમજેલી વાત બીજાને સમજાવવા-ચર્ચા કરવા ઈત્યાદિમાં પણ ઘણું કરીને આ પરાર્થાનુમાનનો જ ઉપયોગ થાય છે. આ રીતે આ પરાર્થાનુમાનની સ્વાર્થનુમાનની જેમ પ્રધાનતા સમજાવવા તુલ્યકક્ષાએ કથન કરેલ છે.
હવે અનુમાન, સ્વાર્થનુમાન, અને પાર્વાનુમાન, આ ત્રણે શબ્દોનો અર્થ બતાવવા દ્વારા લક્ષણો સમજાવે છે કે -
(૧) મનું = પાછળ, ધૂમાદિ હેતુનું ગ્રહણ, અને ધૂમ-વહ્નિ આદિ સાધન-સાધ્યના સહચારી સંબંધનું સ્મરણ, આ બન્ને થયા પછી પાછળ મીત્તે = એટલે જાણાય, પરિચ્છેદ કરાય પદાર્થ જેના વડે તે જ્ઞાનને અનુમાન કહેવાય છે. સારાંશ કે ધૂમાદિ હેતુનું ગ્રહણ અને ધૂમ-વહ્નિ આદિની વ્યામિનું સ્મરણ આ બે થયા પછી પાછળ જે જ્ઞાન દ્વારા પદાર્થનો નિર્ણય કરાય કે “આ પર્વત વહ્નિવાળો જ છે” ઈત્યાદિ નિર્ણયાત્મક જ્ઞાનને “અનુમાન” કહેવાય છે.
(૨) “ મ્'' તિ સ્વાર્થ, પોતાના માટે જે જ્ઞાન, અર્થાત્ પ્રમાતાને પોતાના જ્ઞાન માટે જે અનુમાન પ્રયોજાય તે સ્વાર્થાનુમાન અથવા ચતુર્થી તપુરૂષ સમાસને બદલે બહુવ્રીહિ સમાસ પણ થઈ શકે. વા વા ૩૫ર્થોને રૂતિ = પોતાનું પ્રયોજન (બોધ કરવાનું) જેના વડે સિદ્ધ થાય તે સ્વાર્થનુમાન. બન્ને સમાસોનો ફલિતાર્થ એ છે કે પોતાના બોધનું પ્રયોજન જેનાથી સિધ્ધ થાય તે સ્વાથનુમાન. એ જ પ્રમાણે “રમે રૂમ્'' તિ પરાર્થમ્ અથવા પર થડ નેન તિ પાર્થમ્ - પરના બોધ માટે જે વાક્યપ્રયોગ થાય છે, અથવા પરનો બોધ જેના વડે સિધ્ધ થાય તે પરાથનુમાન.
अत्र चार्वाकश्चर्चयति - नानुमानं प्रमाणम्, गौणत्वात्, गौण ह्यनुमानम्, उपचरितपक्षादिलक्षणत्वात्। તથાદિ -
ज्ञातव्ये पक्षधर्मत्वे, पक्षो धर्म्यभिधीयते । व्याप्तिकाले भवेद्धर्मः, साध्यसिद्धौ पुनर्द्वयम् ॥१॥ इति अगौणं हि प्रमाणं प्रसिद्धम्, प्रत्यक्षवदिति ।
અહીં ચાર્વાકદર્શનકાર કેવલ એક પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે બીજાં કોઈ પણ પ્રમાણો માનતા નથી. તેથી આ અનુમાન પ્રમાણની ચર્ચામાં “અનુમાન એ પ્રમાણ નથી.” એવી ચર્ચા તેઓ શરૂ કરે છે. “અનુમાન (પક્ષ) એ પ્રમાણ નથી (સાધ્ય), ગૌણ હોવાથી (હેતુ) આવા પ્રકારની રજુઆત વડે અનુમાનની અપ્રમાણતા સિધ્ધ કરે છે. આ દર્શાવેલી રીતમાં “ગૌણવા” એવો જે હેતુ છે તે જો અનુમાનમાં સાબિત થાય તો જ “અપ્રમાણ” સાધ્યની સિદ્ધિ થાય, અન્યથા નહીં. તે માટે અનુમાન નામના પક્ષમાં ગૌહત્વહેતુની સિદ્ધિ માટે બીજુ અનુમાન રજુ કરીને જણાવે છે કે -
अनुमानं, गौणं, उपचरितपक्षादिलक्षणत्वात् " અનુમાન (પક્ષ), એ સદા ગૌણ છે (સાધ્ય), કારણ કે તેમાં આવતા પક્ષાદિ ઉપચરિત છે. (આ હેતુ છે), આવા પ્રકારના આ બીજા અનુમાનથી ગણત્વ સાબિત કર્યું. અને ગૌણત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org