________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૯
રત્નાકરાવતારિકા પક્ષહેતુવચનાત્મક જે વાકય છે, તે પરાર્થાનુમાન છે. અને તે તો ભાષાત્મક હોવાના કારણે પુદ્ગલાત્મક હોવાથી જડરૂપ છે જ્ઞાનરૂપ નથી.
હવે જો પ્રથમ અનુમાનનું લક્ષણ કરવામાં આવે તો તે લક્ષણ એવું કરવું પડે કે તેના બન્ને પેટાભેદ રૂપ લક્ષ્યમાં સંભવે. બન્ને પેટાભેદો લક્ષ્ય બને જ, લક્ષ્યને જણાવવા માટે જ લક્ષણ હોય છે. પરંતુ પરાક્ષનુમાનમાં લક્ષણ ન ચાલ્યું જાય એટલા જ માટે પ્રથમ લક્ષણ કહ્યું નથી. પરાર્થાનુમાન એ ભાષાત્મક હોવાથી જડરૂપ છે. અને તેથી જ્ઞાનમય નહી હોવાથી વાસ્તવિક અનુમાન પ્રમાણ નથી.
૪૦૫
પ્રશ્ન :- તો તે પરાર્થાનુમાનને અનુમાનપ્રમાણના પેટાભેદરૂપ કેમ કહેવામાં આવ્યું ? મૂલસૂત્રમાં જ બન્ને ભેદો કેમ ગણાવ્યા છે ?
ઉત્તર :- કારણમાં કાર્યનો ઉપચાર કરીને (અથવા કાર્યમાં કારણનો ઉપચાર કરીને) પરાર્થાનુમાનને અનુમાનપ્રમાણ કહેવાય છે. એટલે કે આ બન્ને ઉપચારોથી જ ભાષાત્મક જડને પણ પરાર્થાનુમાન કહેવાય છે. સારાંશ એવો છે કે
પ્રતિપાઘ શ્રોતાના હૈયામાં ઉત્પન્ન થનારૂં જે જ્ઞાન તે જ્ઞાનાત્મક છે માટે પારમાર્થિક અનુમાન છે. તે જ્ઞાનનું કારણ ‘‘પક્ષહેતુવચનાત્મક’’ વાકય છે. કારણભૂત એવા આ વાકયમાં કાર્ય એવા શ્રોતાના જ્ઞાનનો ઉપચાર કરાય છે. અથવા વકતાના (પ્રતિપાદકના) હૈયામાં રહેલું જ્ઞાન તે પરમાર્થથી અનુમાન છે. કારણ કે તે જ્ઞાનાત્મક છે અને તેના વડે બોલાતું ‘‘પક્ષહેતુવચનાત્મક’’ વાકય એ તેનુ કાર્ય છે. ત્યાં વાકયાત્મક કાર્યમાં પ્રતિપાદકગત સ્વાર્થાનુમાન રૂપ કારણનો ઉપચાર કરાય છે. આ રીતે જડ અને ભાષામય એવું પણ આ વાકય પૂર્વાપરના ઉપચારથી અનુમાન પ્રમાણ કહેવાય છે.
=
આ
જ પરિચ્છેદમાં સૂત્ર ૨૩માં ગ્રંથકારશ્રી પોતે જ કહેવાના છે કે “પક્ષ અને હેતુવાળા જે વચન તે ઉપચારથી પરાર્થાનુમાન કહેવાય છે.'' અહીં શ્રોતાની અપેક્ષાએ ‘‘કારણમાં કાર્યનો ઉપચાર છે’’ અને વક્તાની અપેક્ષાએ “કાર્યમાં કારણનો ઉપચાર છે' વક્તા અને શ્રોતાનું હૃદયગત જે જ્ઞાન તે જ્ઞાનાત્મક હોવાથી વાસ્તવિક પ્રમાણ છે. તે બન્નેની વચ્ચે બોલાતુ અને સંભળાતું વચન એ જડ હોવાથી ઉપચરિત પ્રમાણ છે. તે વાસ્તવિક અને ઉપચરિત બન્ને પ્રમાણોનું એક લક્ષણ કદાપિ સંભવતું નથી. જેમ કે (૧) વાસ્તવિક બળદનું અને બળદની જેમ ભાર જ ઉપાડવાનું કામ કરનાર હોવાથી જાણે બળદ જ હોય શું ? એમ ઉપચાર કરાયો છે બળદનો જેમાં એવા વાહીકનું (મજુરનું) એક જ લક્ષણ કદાપિ સંભવતું નથી. માટે સ્વાર્થાનુમાન એ જ વાસ્તવિક અનુમાનપ્રમાણ છે. અને પરાર્થાનુમાન એ માત્ર ઔપચારિક પ્રમાણ છે આ ભેદ જણાવવા માટે, અને બન્ને સરખાં લક્ષ્ય ન બની જાય તેટલા માટે અમે અનુમાનનું લક્ષણ પ્રથમ જણાવ્યું નથી.
પ્રશ્ન :- જો સ્વાર્થાનુમાન અને પરાક્ષનુમાનમાં આટલો મોટો તફાવત છે તો મૂલસૂત્રમાં અનુમાનપ્રમાણના જ બે ભેદો બતાવવા દ્વારા બન્ને ભેદોને સમાન કક્ષાએ કેમ સમજાવ્યા ? ઉત્તર ઃઅહીં વળી મૂલસૂત્રમાં આ પરાર્થાનુમાનનું સ્વાર્થાનુમાનની સાથે જે સમાનકક્ષાએ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે વાદવિવાદમાં અને શાસ્ત્રોમાં પરસ્પર સમજવા માટે અને સમજાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org