________________
૪૦૮
રત્નાકરાવતારિકા
અનુમાન પ્રમાણનું નિરૂપણ નથી. (આ પ્રમાણે ચાર્વાક કહે છે.)
__तत्रायं वराकश्चार्वाकः स्वारूढां शाखां खण्डयन्नियतं भौतमनुकरोति । गौणत्वादिति हि साधनमभिदधानो ध्रुवं स्वीकृतवानेवायमनुमानं प्रमाणमिति कथं तदेव दलयेत् ? न च पक्षधर्मत्वं हेतुलक्षणमाचक्ष्महे येन तत्सिद्धये साध्यधर्मविशिष्टे धर्मिणि प्रसिद्धमपि पक्षत्वं धर्मिण्युपचरेम, अन्यथाऽनुपपत्त्येकलक्षणत्वाद्धेतोः। नापि व्याप्तिं पक्षेणैव ब्रूमहे, येन तत्सिद्धये धर्मे तदारोपयेमहि । साध्यधर्मेणैव तदभिधानात् ।
જૈન - ત્યાં આ બીચારો ચાર્વાક પોતે જેના ઉપર બેઠેલો છે એ જ શાખાને (આધારને) તોડતો (પોતાનું જ અકલ્યાણ કરનાર હોવાથી) ભૂત જેને વળગેલું હોય તેનું જ અનુકરણ કરે છે. ગાંડા અથવા ભૂતાવિષ્ટની જેમ વર્તે છે. તે આ પ્રમાણે - ““ઉપનુમાન (પક્ષ), માઇi (સાધ્ય), ગૌમત્વત્ (હેતુ).
આ પ્રમાણે અનુમાનનો પ્રયોગ પોતે જ રજુ કરે છે અને પોતે જ અનુમાનનું ખંડન કરે છે. ઉપરનું વાક્ય તેનું જ બોલાયેલું છે. અનુમાનની અપ્રમાણતા સિધ્ધ કરવા માટે “ ” હેતુને કહેતા એવા તે ચાવકિ પોતે જ “આ અનુમાન એ પ્રમાણ છે.” એ વાત તો સ્વીકારી જ લીધી. કારાગ કે અનુમાનની અપ્રમાણતા સમજાવવા “ગૌમત્વા” હેતુ દ્વારા અનુમાનનો જ આશ્રય (આધાર) લે છે. હવે પોતે જ જેનો પ્રમાણ તરીકે આશ્રય સ્વીકાર્યો હોય તેને પોતે જ કેમ ભાંગી શકે ? એ જો ભાંગે તો ભૂતાવિષ્ટ જેવો જ કહેવાય ને ?
વળી “પક્ષધર્મતામાં” અને “વ્યાપ્તિકાલમાં” ઉપચરિત પક્ષત્વ છે એવી પણ ચાર્વાકની વાત અમને માન્ય નથી. કારાગ કે “પક્ષધર્મતા' આદિ પાંચ લક્ષાણો હેતુનાં હોય તો પક્ષધર્મતામાં પક્ષ સિધ્ધ કરવા માટે ધર્મી એવા પર્વતમાં ઉભયના સમુહાત્મક પક્ષનો ઉપચાર કરવો પડે. પરંતુ હેતુનાં આ પાંચ લક્ષાણો અમને (જૈનોને) માન્ય જ નથી. એ પાંચમાંથી “નિશ્ચિત વિપક્ષ અસત્ત્વ' એ જ હેતુનું એક લક્ષણ છે. “પક્ષધર્મતા” એ હેતુનુ લક્ષણ જ નથી. વ્યભિચાર વાળું છે. પક્ષમાં હેતુ ન હોય તો પણ સાધ્યની સાથે હેતુનો અવિનાભાવ સંબંધ હોય તો સાધ્યસિદ્ધિ થાય છે. જેમ કે “પૂર્વરો વૃષ્ટી મેષ, નીપૂરા તનાત્'' ઈત્યાદિ ઉદાહરાણોમાં નદી પુરના દર્શન રૂપ હેતુ અહીં છે પૂવદેશમાં નથી. છતાં અવિનાભાવ સંબંધ હોવાથી પૂર્વદિશમાં મેઘની વૃષ્ટિ સિધ્ધ કરાય જ છે. તેથી
“પક્ષધર્મતા' એ હેતુનું લક્ષણ છે એવું અમે (જૈનો) કહેતા જ નથી કે જેથી તે પક્ષધર્મતાની સિદ્ધિ માટે “સાધ્યધર્મથી વિશિષ્ટ એવા ધમમાં અર્થાત્ ઉભયમાં પ્રસિદ્ધ એવું પક્ષપણે એકલા ધર્મમાં (પર્વતમાં) અમારે ઉપચરિત કરવું પડે, અને ઉપચરિત કરીને એકલા પર્વતને પક્ષ સ્વીકારવો પડે. અમારે આ કંઈ કરવું પડતું નથી. કારણ કે અમે તો “નિશ્ચિત અન્યથાડનુપપત્તિ” સાધ્ય વિના હેતુનું ન હોવું - આ એક જ લક્ષણ માનીએ છીએ. જેથી પક્ષધર્મતા કાલે ઉપચરિતપક્ષત્વ માનવાનો દોષ તમે જે અમને આપ્યો છે તે આવતો નથી.
તથા “વ્યાપ્તિકાલે” પાગ ઉપચરિતપક્ષત્વ કરવાની અમારે જરૂર નથી. કારણ કે હેતુના સહચાર રૂપ વ્યાપ્તિ પક્ષની સાથે હોવી જોઈએ. એમ અમે કહેતા જ નથી કે જેથી તે વ્યાપ્તિની સિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org