SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા જેમ તાત્ત્વિકશાન વડે ગ્રાહ્ય એવા બાહ્યપદાર્થો નથી જ. સારાંશ કે તમારા વડે (જૈનો વડે) અમારા પક્ષમાં જ્યારે જ્યારે દોષ બતાવાય છે ત્યારે ત્યારે તે તે દોષના નિવારણ માટે જ મનના વિકલ્પની કલ્પના વડે અમે નવા નવા પક્ષો કલ્પીએ છીએ. જેમ કે તમે અમને સાદશ્ય માનવામાં દોષ આપ્યો એટલે અમે મનથી એમ કલ્પના કરી કે તો સાદશ્ય ન માનીએ અને વૈસાદશ્ય માનીએ તો ચાલશેને ? પછી તમે (જૈનોએ) તેમાં પણ દોષ આપ્યો એટલે અમે મનથી એમ કલ્પના કરી કે તો પૈસાદશ્ય પણ ન માનીએ પરંતુ પરમાણુઓનો પ્રચયવિશેષ માનીશું તો તો ચાલશે ને ? આ પ્રમાણે અમે તો ફકત દોષથી બચવા માટે મનના વિકલ્પોની ઉત્પ્રેક્ષા કરી છે. પરંતુ તેથી ઘટપટની જેમ સાદશ્ય-વૈસાદશ્ય કે પ્રચયવિશેષ એ કંઈ જ્ઞાનથી ગ્રાહ્ય એવો બાહ્ય પદાર્થ અમે માની લીધો છે એવું માનવાની કંઈ જરૂર નથી. અમે જ્ઞાનથી ગ્રાહ્ય એવા સદશતાદિ બાહ્ય પદાર્થ છે એમ માનતા નથી. જૈન :- જો અમારા આપેલા દોષના બચાવ માટે જ મનથી ઉત્તર રૂપે કલ્પના જ કરતા હો તો સાદશ્ય-વૈસાદશ્ય અને પરમાણુના પ્રચય વિશેષની જેમ ‘નીલ અને પીતાદિ વર્ણવાળા પરમાણુઓ માત્ર જ આ જગતમાં તથ્ય રૂપ છે એમ જે છેલ્લુ માન્યું તે નીલ-પીતાદિ વર્ણાદિ વિશિષ્ઠ પરમાણુવિશેષો પણ તેમજ માનો ને ? તેને પણ મનની કલ્પના રૂપ જ માનો ને ? તે પરમાણુઓને તથ્યરૂપે માનવાની શું જરૂર છે ? પરમાણુઓને પણ કાલ્પનિક જ માત્ર માનો ને ? = બૌધ્ધ हस्तदभावे જો બાહ્યતથ્યરૂપે માનેલા તે પરમાણુઓનો અભાવ જ હોય તો, એટલે બાહ્યપરમાણુઓને જો સાચા પદાર્થ રૂપે ન માનીએ તો નિયતપણે એટલે કે આ પરમાણુ પીત જ છે અને આ પરમાણુ નીલ જ છે. એવો ભેદપણે જે ઉલ્લેખ થાય છે તે કેમ થાય? જેમ ઝાંઝવાનું જલ કાલ્પનિક છે તો આ જલ મધુર છે અને આ જલ લવણ છે એમ ભેદોલ્લેખ થતો નથી કારણ કે પાણી જ નથી તો મધુર-લવણની વાત કેવી ? તેમ જો પરમાણુઓ જ મિથ્યા હોય તો નીલ-પીતાદિના ભેદના ઉલ્લેખની વાત કેવી ? = જૈન :- જો એમ છે તો સાદૃશ્યતાનો થમ્ = સાદશ્ય-વૈસાદશ્યાદિમાં પણ ભેદનો ઉલ્લેખ કઈ રીતે થશે ? અર્થાત્ ગવયમાં ગાયની સદશતા એ પણ મિથ્યા-કાલ્પનિક જ જો હોય. તો ત્યાં સદશતાનો જ વિકલ્પ કેમ થાય ? તેવી જ રીતે મહિષમાં ગાયનું વૈસાદશ્ય એ પણ મિથ્યાકાલ્પનિક જ જો હોય તો ત્યાં પણ વૈસાદશ્યનો જ વિકલ્પ કેમ થાય ? ગવયમાં ગાયની વૈસદશ્યતા અને મહિષમાં ગાયની સદશતાનો પણ ઉલ્લેખ થવો જોઈએ. - બૌધ :- વાસનાતક્ષેત્ સાદશ્ય અને વૈસાદશ્યાદિ કાલ્પનિક હોવા છતાં પણ તેની વચ્ચે વિકલ્પની (ભેદની) વાસના હોવાથી તે વાસનાના (સંસ્કારના) જોરે તેવો ઉલ્લેખ થઈ શકે છે. જૈન :- અન્યત્રાપિ તત વ સસ્તુ નીલ-પીત પરમાણુ આદિ (અન્ય)માં પણ તેનાથી જ (વાસનાથી ) વિકલ્પનો ઉલ્લેખ હો. અર્થાત્ જેમ સાદશ્યાદિ કાલ્પનિક હોવા છતાં વાસનાના બળે આ સાદશ્ય અને આ પૈસાદશ્ય એવો ભેદ(વિકલ્પ)નો ઉલ્લેખ તમે માનો છો તેની જેમ જ Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy