________________
રત્નાકરાવતારિકા
પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો
૩૯૨
નીલ-પીતપરમાણુઓ પણ તથ્ય માન્યા વિના કાલ્પનિક માત્ર જ માનીને વાસનાના બળથી જ “આ નીલ અને આ પીત'' એમ ભેદવિકલ્પનો ઉલ્લેખ માનો ને ?
બૌધ્ધ :- નીલપરમાણુમાં પીતની, અને પીતપરમાણુમાં નીલની વાસના કદાપિ થતી નથી. પરંતુ નીલમાં નીલની જ અને પીતમાં પીતની જ વાસના થાય છે. માટે નિયતપણે થતી વાસનાના ઉદ્બોધક (જ્ઞાપક) કોઈને કોઈ બાહ્યપદાર્થ(તથ્ય) માનવો જ જોઈએ ને ? બાહ્યપદાર્થને તથ્યરૂપ માન્યા વિના નિયતપણે વાસના કેવી રીતે જન્મે ?
જૈન :- જો નામાત્ર રિપન્થી ? તમારી માનેલી આ માન્યતામાં કોણ વિરોધ કરે છે ? અર્થાત્ “બાહ્યપદાર્થ જો તથ્યરૂપ ન હોય તો નિયતપણે વાસના ન થાય'' આ બાબતમાં અમે જૈનો કંઈ તમારો વિરોધ કરતા નથી. પરંતુ પરમાણુઓની જેમ સાદશ્યાદિને પણ તમે સ્વીકારો, કારણ કે ત્યાં પણ જો તમે સાદશ્યાદિને બાહ્ય તથ્ય પદાર્થ રૂપે નહીં માનો તો નિયતપણે જે વાસના થાય છે તે ઘટશે નહીં.
ततो = તેથી નીલ-પીતાદિપરમાણુવિશેષ એ બાહ્યપદાર્થરૂપ છે. અર્થાત્ તથ્યરૂપ છે. એ વાત કાં તો તમારા વડે ત્યજાઓ અથવા સાદશ્યાદિ પણ બાહ્યપદાર્થ રૂપ છે એમ તમારા વડે સ્વીકારાઓ અન્યથા તમારી વાતમાં (પક્ષપાત માત્ર હોવાથી) પ્રમાણમુદ્રા (પ્રમાણિકતા) દેખાતી નથી. તમે પ્રમાણિક કહેવાશો નહીં.
सिद्धे चैवं सादृश्यादौ यत्र पूर्वाकारेण संकलनम्, तत्र प्रत्यभिज्ञा प्रमाणम् । अन्यत्र तु प्रत्यक्षमेव । मा भूत् वा बहिः सादृश्यादि, तथाप्यनुमानवत् प्रमाणमेवेयम् । न ह्यनुमानपरिच्छेद्यमपि अग्नित्वादिसामान्यं बहिरस्ति, तथापि यथा प्रणालिकया तद्विकल्पस्याग्न्यादिस्वलक्षणे प्रतिबन्धात् तत् प्रमाणम्, एवं सादृश्यादेरसत्त्वेऽपि सदृशादिस्वलक्षणे तद्विकल्पस्य प्रतिबन्धात् किं नेयमपि तपस्विनी तथा स्यात्
?
આ પ્રમાણે સાદશ્ય અને વૈસદશ્ય વિગેરે સિદ્ધ થયે છતે જ્યારે ગવય કે મહિષ દેખાય ત્યારે જો પૂર્વે જોયેલા ગાયના આકારની સાથે સંકલના થતી હોય કે આ ગવય પૂર્વે જોયેલી ગાય જેવું છે અને આ મહિષ પૂર્વે જોયેલી ગાયથી વિજાતીય છે તો ત્યાં પૂર્વાપર સંકલના હોવાથી પ્રત્યભિજ્ઞા પ્રમાણ લાગે છે. (કહેવાય છે) અને જ્યાં ગવય કે મહિષ જોયે છતે ‘‘આ ગવય છે” અને “આ 'મહિષ છે'' આટલું જ માત્ર, પદાર્થનું જ્ઞાન જ કેવળ થતું હોય પરંતુ પૂર્વે જોયેલી ગાયની સાથે સંકલના ન હોય તો તે ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રમાણ જ કહેવાય છે. પ્રત્યભિજ્ઞા કહેવાતી નથી.
અથવા માની લો કે તમારા કહેવા મુજબ “સાદશ્ય-વૈસદશ્ય આદિ બાહ્યપદાર્થ રૂપ નથી. કલ્પનામાત્ર છે. તો પણ અનુમાનની જેમ ડ્વમ્ = આ પ્રત્યભિજ્ઞા પણ પ્રમાણ જ બનશે. કારણ કે અનુમાન ધારા જાણવા લાયક ‘અગ્નિત્વાદિ સામાન્ય'' પણ કંઈ ઘટ-પટની જેમ દૃશ્યમાન બાહ્યપદાર્થ નથી. અથવા ભૂમિ ઉપર જેમ ઘટ-પટ પદાર્થો બાહ્યરૂપે દૃષ્ટિગોચર થાય છે તેમ ‘‘અગ્નિત્વ’” આદિ સામાન્ય બાહ્યપદાર્થ રૂપે કયાંય દેખાતું નથી. કારણ કે યંત્ર યંત્ર ધુમસ્તત્ર તંત્ર વૃત્તિ: અહી સર્વધૂમ અને સર્વવહ્નિ (એ રૂપ સામાન્ય) વ્યાપ્તિકાલે નથી. છતાં જ્ઞાન થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org