________________
રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો
૩૯૦ બૌધ્ધ :- હવે અમે એમ માનીશું કે “પરમાણુઓનો પ્રચય વિશેષ પણ નથી જ “અર્થાત્ જેમ સાદશ નથી, જેમ વૈસાદશ્ય નથી તેમ પ્રચયવિશેષ = પુંજવિશેષ પણ નથી જ. પરંતુ નીલવર્ણવાળા, પીતવર્ણવાળા એમ ભિન્ન ભિન્ન પરમાણુઓ માત્ર જ છે. જો પરમાણુઓનો પ્રચય વિશેષ (પુંજવિશેષ) કહીએ તો આ આનાથી નાનો અને આ આનાથી મોટો ઈત્યાદિ કલ્પના કરવી પડે અને ત્યાં પ્રત્યભિજ્ઞા સિદ્ધ થાય. પરંતુ તેમ નથી. માત્ર નીલ-પીત આદિ વર્ણવાળા એકેક છુટાછુટા પરમાણુઓ જ તાત્વિક પદાર્થ છે. તે બધા પરમાણુઓ કદમાં સરખા હોવાથી અને પુંજ ન હોવાથી નાના-મોટાની કલ્પના કરાતી જ નથી. અને તેથી પ્રત્યભિજ્ઞા પ્રમાણરૂપ સિધ્ધ થતી નથી.
જૈન :- અહોઆશ્ચર્યની વાત છે કે આ બૌધ્ધભિક્ષુક લોગદારવડે પકડાયેલા નિધન દેવાદારની જેમ સ્વયં પોતે જ તે તે કહેલા પક્ષનો અપલાપ કરી કરીને ભાગવા ઈચ્છે છે. જેમ કોઈ દેવાદાર નિધન હોય તેથી જ્યારે જ્યારે લેણદાર વડે દેખાય ત્યારે ત્યારે પાંચ-પચ્ચીસ દિવસે તેનું લેણું આપવાના વાયદા કરી કરીને ભાગવા જ ઈચ્છે છે. હકીકતથી એક પણ વાયદો સાચો હોતો નથી. તેવી જ રીતે આ બૌધ્ધભિક્ષુક પણ પોતે જ ઘડીક સદશતાને, ઘડીક વિસદશતાને અને ઘડીક પ્રચય વિશેષને, એમ પોતે જ જુદા જુદા પક્ષોની સ્થાપના કરીને (અમારા વડે દોષ દેખાડાય એટલે) તે તે પક્ષનો અ૫લાપ કરી કરીને (તે તે પક્ષ છોડી છોડીને) ભાગવા ઈચ્છે છે તેનો એક પણ પક્ષ સાચો નથી. (અહીં ઉત્તમ = લોગદાર, મા = પકડાયેલા. ત = દરિદ્ર, ૩થમ = દેવાદાર, નિન ક્ષુ = ભાગવાની ઈચ્છાવાળો. એવો શબ્દાર્થ જાણવો.)
यदि हि सादृश्यादिकं न किञ्चिदस्ति । कथं तर्हि त्वयैव उत्तरीचक्रे ? विकल्पोत्प्रेक्षालक्ष्यमस्ति, न तु बाह्यं ग्राह्यमिति चेत् ? नीलपीतविशेषोऽपि तथैवास्तु । बहिस्तदभावे कथं नैयत्येन विकल्पोल्लेख इति चेत् ? सादृश्यादौ कथम् ? वासनातश्चेत्, अन्यत्रापि तत एवास्तु, वासनाया अपि नैयत्येन उद्बोधकं किञ्चित् बहिरेष्टव्यमिति चेत् ? को नामात्र परिपन्थी ?किन्तु सादृश्यादिकमपि स्वीकुरु । ततो नीलपीतादिविशेषो वा बहिस्त्यज्यताम् सादृश्यादिकमपि वा मन्यताम् । नान्यथा प्रमाणमुद्रा मृष्यते ।।
જૈન :- જે સાદડ્યાદિ એટલે સદશ્ય - વૈસાદશ્ય અને પ્રચય વિશેષ ઈત્યાદિ કંઈ છે જ નહીં અને માત્ર નીલ-પીતાદિ પરમાણુ-પરમાણુ-સ્વતંત્ર જ છે. તો પછી ઉપર કરેલી ચર્ચામાં પહેલાં અમે (બૌદ્ધો) સાદગ્ધ માનીશું, એમાં અમે (જૈનોએ) દોષ આપ્યો એટલે અમે વિસદશતા માનીશું, અને એમાં પણ અમે દોષ આપ્યો એટલે અમે પરમાણુઓનો પ્રયવિશેષ માનીશું. ઈત્યાદિ જવાબોમાં તારા વડે તે તે પક્ષો ઉત્તરરૂપે રજુ કેમ કરાયા ? જો સદશતા-વિસદશતા કે પ્રચયવિશેષ પદાર્થ જ નથી અને નીલ-પીતાદિ પરમાણુ માત્ર જ રેતીના કાણની જેમ સ્વતંત્ર જ છે તો તે તે પક્ષોની સ્થાપના કરી કરીને ઉત્તરો કેમ આપ્યા ?
બૌધ્ધ :- તે સાદશ્ય-વૈશાદશ્ય અને પ્રચય વિશેષ ઈત્યાદિ માત્ર પક્ષો તમોને સમજાવવા પુરતા જ મનના વિકલ્પોની કલ્પના રૂપે અમારા (બૌદ્ધો) વડે લક્ષ્ય કરાયા છે પરંતુ ઘટ-પટની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org