SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૮ गृहीतिभ्रान्तिनिमित्तमिष्यते ? अपरापरोत्पादुकक्षणानां सादृश्यमिति चेत् ? तत् किं सादृश्यमस्ति किश्चित्? तथा चेत् ? क्वचित् “तेन सदृशोऽयम्" इति प्रत्यभिज्ञा भगवती भजतामभीलुका तर्हि प्रामाण्यम् । नास्त्येव सादृश्यम्, विलक्षणत्वात् स्वलक्षणानामिति चेत् ? इदानीमपि क्व पलायसे ? एवं तर्हि "तस्माद् विलक्षणोऽयम्" इति प्रत्यभिज्ञा प्रामाण्यमास्तिप्नुवीत । બૌધ્ધ = માવાનામ્ = જગતના સર્વે પદાર્થો ક્ષણભંગુર હોવાથી “એકતાનું જે ગ્રહણ” તે ભ્રાન્તિ જ છે. પ્રત્યેક પદાર્થો પ્રત્યેક ક્ષણે વિનાશી જ હોવાથી, કોઈપણ પદાર્થ બે ક્ષણ પણ સ્થાયી ન હોવાથી આ તે જ જિનદત્ત છે” ઈત્યાદિ ઉદાહરણમાં પૂર્વાપરની સંકલના કરવારૂપ પ્રત્યભિજ્ઞાત્મક એકતા માનવી તે ભ્રમ છે. જૈન = સત્ર તાવત્ અહીં પહેલાં તો ક્ષણભંગવાદનો ભંગ એટલે કે પ્રત્યેક પદાર્થો ક્ષણભંગુર છે એવા ક્ષણિકપક્ષનો ભંગ અર્થાત્ ક્ષણભંગ નથી જ. પરંતુ નિત્યાનિત્ય ઉભયરૂપ છે એ જ અમારો અભંગ ઉત્તર છે. પ્રત્યેક પદાર્થો ક્ષણભંગુર નથી પરંતુ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે ઈત્યાદિ રૂપે બૌધ્ધદર્શનનું ખંડન અને અન્યશાસ્ત્રોમાં તથા આ શાસ્ત્રમાં પણ સ્થાનાન્તરે કરેલું જ છે. માટે ક્ષણભંગતાનો ભંગ અર્થાત્ ક્ષણભંગતા નથી એ જ અમારા તરફથી અભંગ (સાચો) ઉત્તર છે. છતાં માની લો કે ક્ષણભંગવાદ ભલે હો, પ્રત્યેક પદાર્થો ક્ષણિક ભલે હો, તો પણ તૈવ = ન-યતા વ - આટલા માત્ર વડે જ સર્વપ્રત્યભિજ્ઞાનોની પ્રમાણતાનો જ્યુસવિતું = ઉચ્છેદકરવો શક્ય નથી. કારણ કે સર્વે પદાર્થો ધારો કે ક્ષણિક છે. તો પણ તે સર્વે પદાર્થોમાં જે એકતાનું જ્ઞાન થાય છે તેને બ્રાન્તિ રૂપ છે એમ કહેવાનું કારણ તમારા વડે શું ઈચ્છાય છે ? - ભ્રાન્તિરૂપ કહેવાનું કારણ શું ? બૌધ્ધ = ૩૫૬-૩૨- ૩૩-ક્ષાનામ્ = પ્રત્યેક સમયે પદાથ નવા નવા જ ઉત્પન્ન થાય છે. ગાય-ગવય કે મહિષાદિ કોઈ પણ પદાર્થો બે ક્ષણસ્થાયી પણ નથી. તો “આ તે જ ગાય છે.” એમ ધ્રુવતાનું જ્ઞાન સત્ય કેમ હોય ? માટે નવા-નવા-ઉત્પન્ન થવાના સ્વભાવવાળા પદાર્થોમાં જે સાદશ્યજ્ઞાન થાય છે તે એકતારૂપ બ્રાન્તજ્ઞાનનું કારણ છે. સદશ્યતા એ જ ભ્રાન્તિનું કારણ છે. જેન :- તો અમે (જૈનો) તમને (બૌધ્ધોને) પુછીએ છીએ કે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ ક્ષણિક હોવાથી તદ્દન ભિન્ન-ભિન્ન છે તે બન્નેની વચ્ચે એકતાનું જ્ઞાન કરાવવામાં કારણભૂત એવો “સાદશ્ય” નામનો શું કોઈ પદાર્થ છે ? (કે નથી) ? તથા વેત્ = જો તેમજ છે એટલે કે સાદશ્ય નામનો પદાર્થ છે એમ જો તમે (બૌધ્ધો) કહો તો “ભયમ્ તેને સદ્ગાટ” આ ઉત્તરક્ષણ તે પૂર્વેક્ષણની સાથે સદશ છે. એમ પૂર્વાપરક્ષણોની વચ્ચે સદશતા જણાવનારી ભગવતી (ભાગ્યશાળી) એવી પ્રત્યભિજ્ઞા (તેનો વિષય સદશ્ય પદાર્થ હોવાથી) નિર્ભયપણે પ્રમાણતાને ભજો. અર્થાત્ ઝાંઝવાનું જલજ્ઞાન અપ્રમાણ છે કારણ કે વિષયરૂપ જળ ત્યાં નથી. પરંતુ તળાવ-નદી અને સમુદ્રાદિમાં થતું જલજ્ઞાન પ્રમાણ છે કારણ કે ત્યાં વિષયરૂપ જલ છે. તેવી જ રીતે પૂર્વાપરક્ષણો ક્ષણિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy