________________
3८७ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬
રત્નાકરાવતારિકા કે દેખાય છે બે ચંદ્ર અને છે એક ચંદ્ર, તેથી ત્યાં બાધા હોવાથી ત્યાં પ્રત્યક્ષનું લક્ષાણ અવશ્ય દોષિત થાય જ છે. પરંતુ જ્યાં જ્યાં તે પ્રત્યક્ષનું લક્ષણ અલૂણ (નિર્દોષ) જ છે ત્યાં ત્યાં કદાપિ બાધા આવતી જ નથી. જેમ કે ખંભાદિને ચક્ષુથી પ્રત્યક્ષ કરવામાં એક છે અને એક જ દેખાય છે. માટે પ્રત્યક્ષમાં તો જ્યાં બાધા ત્યાં દોષિત, અને જ્યાં નિર્દોષ ત્યાં બાધાનો અભાવ છે એમ અમે માનીશું. પ્રત્યભિજ્ઞાનમાં તો સંકલના માત્ર જ લક્ષણ છે અને તે બાધિતમાં જાય છે. માટે લક્ષાણ દોષિત છે.
જૈન :- આ પ્રમાણે જો તમે કહેતા હો તો તે તમારી વાત બરાબર નથી. કારણ કે કેવળ એકલી “સંકલન” માત્ર જ પ્રત્યભિજ્ઞાન નામના પ્રમાણનું લક્ષણ અમે(જૈનો) કરતા નથી પરંતુ
સ્વ અને પરનો વ્યવસાય કરાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ” આવા પ્રકારનું પ્રમાણનું સામાન્ય લક્ષણ જેમાં વિદ્યમાન (સંભવ) હોતે છતે જે સંકલના તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે એમ અમે (જેનો) માનીએ છીએ. કોઈ પણ જગ્યાએ સામાન્ય લક્ષાણ હોતે છતે વિશેષલક્ષણ સંભવતું હોય તો જ તે લક્ષણ નિર્દોષ કહેવાય છે. જેમ કે – “સારના ” એ ગાયનું વિશેષ લક્ષણ છે. પરંતુ “ચેતના ” એ સામાન્ય લક્ષણ જીવનું જેમાં હોતે છતે “નીવેન્દ્ર” હોય તો જ ગાય પ્રાણી કહેવાય છે પરંતુ “ચેતનવત્ત' એ સામાન્યલક્ષણ ન હોય અને માટીના રમકડા માત્રમાં “સાનાવત્ત” કદાચ હોય તો તેને “ગાયપ્રાણી” કહેવાતું નથી. તેમ અહીં પણ સામાન્ય લક્ષણ હોતે છતે વિશેષલક્ષણ સંભવતું હોય તો જ તે લક્ષણ લક્ષણ કહેવાય છે.
કરરૂહાદિના જ્ઞાનમાં” (નખ-વાળ અને ચોટલી વિગેરેના જ્ઞાનમાં) તત્ = સામાન્ય લક્ષણ યુક્ત એવું તે વિશેષલક્ષણ નથી. કેવલ વિશેષલક્ષાણ (સંકલનામાત્ર) છે. પરંતુ સામાન્યલક્ષાણ જે
સ્વપરવ્યવસાયિજ્ઞાન” તેનાથી યુકત એવું વિશેષલક્ષણ (સંકલન) ત્યાં ઘટતુ નથી. કારણ કે “સ્વપર-વ્યવસાયિ” આ જ્ઞાનનું સામાન્ય લક્ષાગ છે તેમાં વ્યવસાયિક શબ્દ છે. વ્યવસાયિ માં વિ ઉપસર્ગનો અર્થ વિશિષ્ટ અર્થાતુ અવિપરીત એટલે કે યથાર્થ એવો જે અવસાય એટલે નિર્ણય, અવિપરીત નિર્ણય, યથાર્થ નિર્ણય, જેવું ય હોય તેવો જ બોધ અને જેવો બોધ થાય તેવા પ્રકારના જ શેયનું હોવું આવા જ્ઞાનને જ પ્રમાણ જ્ઞાન કહેવાય છે. કરણહાદિમાં આવા પ્રકારનો વિશિષ્ટ અર્થાત્ વિપરીતતા વિનાનો જે વસીય નિર્ણય, તેનો અભાવ છે, વિપરીતતા વિનાના નિર્ણયનો અભાવ હોવાથી એટલે કે વિપરીતતાવાળો જ નિર્ણય હોવાથી ત્યાં સામાન્યથી પ્રમાણનું લક્ષણ જ નથી. માટે તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાનપ્રમાાણ કહેવાતું નથી. પરંતુ આટલા માત્રથી જે જે પ્રત્યભિજ્ઞાન પ્રમાણો લક્ષાણથી યુકત છે. તે જ આ ગાય છે.' ઈત્યાદિમાં બાધાનો દોષ કેમ આવશે ? અયથાર્થ પ્રત્યભિજ્ઞાનમાં સામાન્ય લક્ષણ ન ઘટતું હોવાથી ત્યાં બાધાદોષ ભલે આવે પરંતુ યથાર્થપ્રત્યભિજ્ઞાન સામાન્ય અને વિશેષ એમ બન્ને લક્ષણયુકત છે માટે તેમાં બાધાદોષ લાગતો નથી. તેથી પ્રત્યભિજ્ઞાન પણ અવશ્ય પ્રમાણ જ છે.
क्षणभङ्गुरत्वाद् भावानामैक्यगृहीतिर्धान्तिरेवेति चेत् ? अत्र तावत् क्षणभङ्गभङ्ग एवाभङ्गुरमुत्तरम् । अस्तु वा क्षणभङ्गस्तथापि नेयतैव निःशेषप्रत्यभिज्ञाप्रामाण्यमुत्पुंसयितुं शक्यम् । तथाहि • पदार्थेषु किमैक्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org