SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૬ ફરી આવતા નથી. ભ્રમમાત્રથી જ “તે આ છે.” એવી પ્રતીતિ થાય છે. માટે સર્વે પ્રત્યભિજ્ઞાન ભ્રમમાત્ર જ છે. એમ બૌદ્ધો કહે છે. જૈન :- અહો ! આશ્ચર્યની વાત છે કે આ બૌદ્ધોની ત = પદાર્થોની, તળ = વિચારણાની, મ્ = કર્કશતા કેવી છે ? એટલે કે કેવી મુર્ખ વિચારણા તેઓ કરે છે. એક જગ્યાએ પ્રત્યભિજ્ઞા બ્રાન્ત હોય એટલે સર્વ ઠેકાણે પ્રત્યભિજ્ઞાને તેઓ ભ્રાન્ત માની લે છે આ તેઓની મુર્ખતા છે. કારણ કે જો એમ જ હોય એટલે કે એક જગ્યાએ એક વસ્તુ બ્રાન્ત હોય તેથી જો સવઠકાણે તે વસ્તુ બ્રાન્ડ બનતી હોય તો આકાશતલમાં રહેલા બે ચંદ્રમંડલનું અવલોકન કરનારા (તિમિરાદિના રોગવાળા)નું પ્રત્યક્ષજ્ઞાન ભ્રાન્ત છે. કારણ કે આકાશમાં હકીકતથી એક જ ચંદ્રમંડલ છે રોગના કારણે તેને બે ચંદ્રમંડલ દેખાય છે. તેથી તે પ્રત્યક્ષજ્ઞાન અહીં એક જગ્યાએ ભ્રાન્ત બને છે. તેની જેમ સવઠેકાણે થતું પ્રત્યક્ષજ્ઞાન પણ ભ્રાન્તિવાળું કેમ બની જતું નથી ? ઝાંઝવાના જળમાં થતું જલજ્ઞાન બ્રાન્ત છે તેથી તળાવ-સમુદ્રાદિમાં થતું જલજ્ઞાન પણ બ્રાન્તિવાળું કેમ બનતું નથી ? માટે “એક જગ્યાએ ભ્રાન્ત હોય તે સર્વત્ર બ્રાન્ત હોય” આવી બૌદ્ધની વાત યુક્તિસંગત ન હોવાથી મુખેતાભરેલી છે. ___ अथ लक्षणयुक्ते बाधासम्भवे तल्लक्षणमेव दुपितं भवति । संकलनं हि प्रत्यभिज्ञानचिह्नम् । तद्युक्तमपि च कररुहादौ प्रत्यभिज्ञानमबाध्यतेति तल्लक्षणमेव बाधितम् । प्रत्यक्षे तु यत्र बाधा, न तत्र तल्लक्षणमषणम् क्षणदाप्रियद्वयावलोकनायामभ्रान्तत्वाभावात् । यत्र तु तदर्णं न तत्र बाधा, स्तम्भादिप्रत्यक्षवदिति चेत् ? नैवम् । न खलु सङ्कलनमात्रमेव प्रत्यभिज्ञाप्रमाणलक्षणमाचक्ष्महे, किन्तु स्वपरव्यवसायिज्ञानत्वरूपप्रमाणसामान्यलक्षणसद्भावे सति यत् सङ्कलनम् । न च कररुहादिवेदने तदस्ति, विशिष्टस्य विपर्ययशून्यस्यावसायस्याभावादिति कथं लक्षणयुक्तेऽस्मिन्नपि बाधरोधः स्यात् ?॥ બૌધ્ધ :- લક્ષણથી યુક્ત એવા પદાર્થમાં જો બાધા (વ્યભિચાર) સંભવતી હોય તો તે લક્ષણ જ દુષિત છે એમ નકકી થાય છે. અહીં “પૂર્વાપરની સંકલના” એ તમારું પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ છે. નખ, વાળ અને ચોટલી ઈત્યાદિ પદાથોં તમારા તે લક્ષણથી યુકત જ છે. એટલે “આ તે જ નખ ફરીથી વધ્યા” ઈત્યાદિમાં સંકલનાત્મક લક્ષણ ઘટે છે. છતાં “મવાધ્યતિ'' = બાધા આવે છે. વ્યભિચાર દેખાય જ છે. કારણ કે જે નખો કાપ્યા તે ફરીથી નથી વધ્યા, કાપેલા તો કચરાની ડબીમાં હજુ પડ્યા પણ હોય, એટલે તે જ વધ્યા નથી બીજા જ આવ્યા છે. માટે વ્યભિચાર છે છતાં “સંકલના” રૂપ લક્ષણ ત્યાં છે. તેથી વ્યભિચારવાળું લક્ષણ હોવાથી તમારું પ્રત્યભિજ્ઞાનું તે લક્ષણ જ દુષિત છે. તથા પ્રત્યક્ષ પ્રમાણમાં તમે (જૈનોએ) અમને જે દોષ આપ્યો તે તમારો આપેલો દોષ બરાબર નથી. કારણ કે પ્રત્યક્ષની બાબતમાં અમે (બૌધ્ધો) એમ માનીએ છીએ કે “જ્યાં જ્યાં બાધા (વ્યભિચાર) આવે છે ત્યાં ત્યાં તે પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ અલૂણ (નિર્દોષ) નથી જ, અર્થાત્ દોષિત જ છે. ક્ષણદાપ્રિયન (ચંદ્રના) યુગલને જોવામાં અબ્રાનપણું (નિર્દોષપણું) દેખાતું નથી. કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy