SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા સ્મરણની પ્રધાનતા વાળા આગમથી જન્ય છે. પૂર્વે આગમનો અર્થ સાંભળીને અનુભવ કરેલો છે. તેનાથી જન્ય સ્મૃતિ અને આગમ એમ ઉભયજન્ય આ બોધ છે. (૩) તમામ્ વીર્યમ્ = તેનાથી આ વસ્તુ લાંબી છે. (૪) તમામ્ હ્રવમ્ = તેનાથી આ વસ્તુ ટુંકી છે. (૫) તમદ્ મy = તેનાથી આ વસ્તુ હળવી છે. નાની છે. (૬) તમામ્ મહત્ = તેનાથી આ વસ્તુ ભારે છે. મોટી છે. (૭) વા મ્ તમ્મન્ નેઢી = અથવા આ વસ્તુ તેનાથી નજીક છે. (૮) વા દ્વમ્ તહ્માત્ તવ: = અથવા આ વસ્તુ તેનાથી દૂર છે. (૯) ટૂર્િ ૩ તિ: તનૂનપત્ = આ અગ્નિ દૂરથી પણ ઘણો તેજ છે (તાપવાળો છે) (૧૦) ટૂદ્ સુરમીટું વન્દનમ્ = આ ચંદન દૂરથી પણ ઘણું જ સુગંધી છે. આવા પ્રકારના ચંદનમાં પૂર્વે સુગંધ અનુભવી છે તેથી હાલ સુગંધ અનનુભૂયમાન હોવા છતાં ફૂર્િ...” એવું વિધાન કરાય છે અને ત્યાં પૂર્વાપર સુગંધની સંકલના છે. માટે પ્રત્યભિજ્ઞાન કહેવાશે. એમ સર્વત્ર સમજવું. આ સર્વે ઉદાહરણો પૂર્વાપર સંકલનામય છે. માટે આવાં આવાં અનેક દષ્ટાન્તો પ્રત્યભિજ્ઞાનનાં સમજવાં, __ अथ कथं प्रत्यभिज्ञाप्रामाण्यमशक्यन्तः शाक्याः शक्याः शमयितुम् ? ते हि प्राहुः । दलितकररुहशिरोरुहशिखरादिवत् सर्वत्र भ्रान्तैवेयमिति । अहो तर्कतर्कणकार्कश्यममीपाम्, एवं हि विहायस्तलावलम्बमानमृगाङ्गमण्डलयुगलावलोकिप्रत्यक्षवत् सकलमपि प्रत्यक्षं भ्रान्तिमत् किं न भवेत् ? નૈયાયિક અને મીમાંસકોનું ખંડન કરીને હવે ટીકાકારથી બૌદ્ધોનું ખંડન કરવા માટે જણાવે અમોએ જૈનોએ માનેલી પ્રત્યભિજ્ઞાનની પ્રમાણિતાને રાજ્યન્તઃ = સહન નહી કરતા એવા અર્થાત્ ખળભળાટ મચાવતા એવા બૌદ્ધોને શાન્ત કરવા માટે કેવી રીતે શકય બનશે ? સારાંશ કે પ્રત્યભિજ્ઞાનની પ્રમાણિતાને સહન ન કરતા શાકયો (બૌદ્ધો)ને શાન્ત કરવા માટે કેવી રીતે શકય થવાશે ? કારણ કે તેઓ (બૌદ્ધો) જૈનોના ખંડન માટે આ પ્રમાણે કહે છે - ત્રિત = કાપેલા નખો, અને તિર = કાપેલા વાળ, તિરિવારિવત્ = કાપેલી ચોટલી આદિની જેમ, આ પ્રત્યભિજ્ઞા સર્વ ઠેકાણે ભ્રાન્ત જ છે. કારણ કે નખ-વાળ અને ચોટલી વિગેરે પદાર્થો કાપ્યા પછી નવા નવા ઉગે છે. જે કાપેલા છે તે પોતે ફરીથી આવતા નથી છતાં લોકોમાં આવું બોલાય છે કે જે નખ કાપ્યા હતા તે જ આ ફરી વધ્યા છે. એવી જ રીતે જે વાળ કાપ્યા હતા તે ઉગ્યા છે. જે ચોટલી કાપી હતી તે જ ફરીથી વધી છે. આ સર્વવાકયોમાં સંકલનાત્મક જ્ઞાન છે. પરંતુ તે જ પદાર્થ નથી, ભિન્ન ભિન્ન પદાર્થ છે માટે જેમ આ જ્ઞાન બ્રાન્ત છે તેની જેમ સવઠકાણે થતી પ્રત્યભિજ્ઞાન પણ ભ્રાન્ત જ છે. સર્વત્ર ભ્રમમાત્ર જ છે. તે જ પદાર્થ ફરી આવતો નથી. તમામ પદાર્થો ક્ષણમાત્રવત જ છે ક્ષણે ક્ષણે નષ્ટ થયેલા પદાર્થો ફરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy