________________
૩૮૧
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬
રત્નાકરાવતારિકા લાગ્યો કે “મહિષ કેવી હોય ? અથવા કોને કહેવાય?'' ત્યારે મહિષ લાવવાનું કહેનારા તે પુરૂષ વડે ‘“ગાયથી વિસદશ હોય તે મહિષ કહેવાય” એમ કહેવાયે છતે તે નાળિયેર દ્વીપવાસી પુરૂષ તે વિક્ષિત જંગલમાં રહેલા ગાયના વાડામાં જાય છે અને લાવવાનું કહેનારા તે આમ પુરૂષના અતિદેશવાળા વાકયના અર્થનું સ્મરણ છે સહાયક જેને એવો તે ગાયોથી વિસદશ જે જે પશુને દેખે છે તેને જ ‘મહિષ’ શબ્દથી વાચ્ય તરીકે સ્વીકારે છે. આ રીતે સદશતાથી કે વિસદશતાથી સંકેતનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં શું પ્રતિવિશેષતા છે ? અર્થાત્ ‘‘ગોસટ્ટો નવય:'' તેમાં પણ સંકલનાત્મક સંકેતજ્ઞાન જ છે. છતાં સદશતાથી જ્ઞાન થાય છે તેથી તેને પ્રત્યભિજ્ઞાનમાં ન સમાવતાં ઉપમાન નામનું જુદુ પ્રમાણ જો તમે માનો છો તો પછી ગોવિસટ્ટો મહિલ: અહીં પણ સંકલનાત્મક સંકેતજ્ઞાન સમાન જ છે તથાપિ વિસદશતાથી જ્ઞાન થાય છે માટે તેને પણ કોઈ જુદુ પ્રમાણ માનો. (અહીં કેટલાક કઠીન શબ્દોના અર્થો આ પ્રમાણે છે. માદેવી = ગાય, વિપિન જંગલ, અનછાયાં = ગાઢ-અતિશય, તેમન્યાયમાને વાગોળતા, પ્રતિષ્ઠશોષ્ઠાત્ = રહેલા ગાયના વાડામાંથી, સ ન = તે નાળીકેર દ્વિપવાસી, તત્ત્ત = તે મહિષના જાણકાર)
=
શાસ્ત્રમાં કહ્યું છે કે -
પ્રસિદ્ધ એવા પદાર્થના(ગાયના) સાધર્મ્સથી જે સાધ્યની સિદ્ધિ (ગવયનું જ્ઞાન) થાય તેને જો તમે ઉપમાન કહો છો તો પછી તેના (ગાયના) વૈધર્મથી સંજ્ઞિનું (પ્રાણીનું-મહિષનું) જે પ્રતિપાદન થાય તેને કયું પ્રમાણ કહેશો ?
માટે સમજો કે સાદશ્યતાથી કે વૈસદશ્યતાથી જે કોઈ જ્ઞાન થાય તે સર્વે સંકલનાત્મક હોવાથી પ્રત્યભિજ્ઞાન જ છે.
यदा वा 'यादृग् गौस्तादृग् गवयः " इति वाक्याहितसंस्कारः प्रतिपत्ता तुरङ्गं गोविलक्षणमीक्षमाणो गवयसंज्ञासम्बन्धप्रतिषेधं विधत्ते, "नायं गवयवाग्वाच्यः पिण्डः " इति, तदा गवयसंज्ञासम्बन्धप्रतिषेधफलं किमेतत्प्रमाणं स्यात् १ तत एवंविधसंवेदनानां सङ्कलनात्मकतया प्रत्यभिज्ञानतैवोपपद्यते । अन्यथा तु प्रमाणेयत्ता प्रलीयेत । यदैव हि " यादृग्गीस्तादृग्गवयः" इति तेन शुश्रुवे, तदैव सामान्यतश्चेतसि स्फुरति पिण्डे सम्बन्धप्रतिपत्तिरभूत् । यथा “पृथुबुध्नोदराकारं वृत्तकण्ठं भावं कुम्भं विभावयेः" इत्याकर्णनात् कुम्भे,
=
સદશતાથી સંજ્ઞા-સંજ્ઞીના સંબંધનું જે જ્ઞાન થાય તે પ્રત્યભિજ્ઞાન હોવા છતાં જો જુદુ ઉપમાન પ્રમાણ કહેશો તો વિસદશતાથી સંજ્ઞા-સંજ્ઞીના સંબંધનું ‘વિસટ્ટો મહિવ:'' ઇત્યાદિમાં જે જ્ઞાન થાય છે તેને પણ જુદુ પ્રમાણ માનવાની આપત્તિ આવશે. આ એક દોષ તો પહેલાં તમને સમજાવ્યો, તથા વળી બીજો દોષ પણ આવે છે તે આ પ્રમાણે
Jain Education International
.
જ્યારે “જેવી ગાય છે તેવું જ ગવય હોય છે'' આવા પ્રકારનું વાકય તેના અનુભવી પાસેથી સાંભળીને તે વાકય દ્વારા પ્રાપ્ત કર્યો છે ‘‘ગોસટ્ટો નવય:'' એવો સંસ્કાર જેણે એવો કોઈ પ્રતિપત્તા જ્યારે ગાયથી વિલક્ષણ એવા તુરંગને જોતો છતો “આ પ્રાણી ગાયથી વિલક્ષણ છે માટે ગવય કહેવાય નહીં” એમ સંજ્ઞા અને સંશીના સંબંધના પ્રતિષેધને પ્રાપ્ત કરે છે ત્યારે તેને કયું પ્રમાણ
For Private & Personal Use Only
www.jainelibrary.org