SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૦ ગાયથી વિસદશ છે માટે મહિષ છે” ઈત્યાદિ રૂપે ગાયની વિસદશતાથી થતું મહિષનું ઉપલક્ષણ (જ્ઞાન) પણ ચાક્ષુષાદિપ્રત્યક્ષનું ફલ હોવા છતાં પણ તથાવિષે જે = તેવા પ્રકારના સંજ્ઞા અને સંજ્ઞીના સંબંધની પ્રતીતિ કરાવવા રૂપ ફળમાં પણ અન્ય પ્રમાણ માનવું પડશે. અને એમ ભિન્ન ભિન્ન પ્રમાણો માનતાં પ્રમાણોની સંખ્યા અનિયત થશે. ___ न चैतदुपमानेऽन्तर्भावयितुं शक्यम्, उपमानस्य सादृश्यविषयतया व्यवस्थानात्, प्रस्तुतस्य तु वैसदृश्यव्यवसायकत्वात् । न च वैसदृश्यावसायस्य संज्ञासंझिसम्बन्धप्रतिपत्तिसाधकतमत्वमसिद्धम् । यतः समहिषमाहेयीमण्डले क्वापि विपिनप्रदेशेऽनच्छायां छायायां रोमन्थायमाने नालीकेरद्वीपवासी कश्चित् केनचित्प्रेषितः, "तद्विपिनप्रतिष्ठगोष्ठात् महिषमानय" इति, स च तज्ज्ञं तमेव पृष्टवान् “कीदृग् महिषः" इति । तेन च "गोविसदृशो महिषः" इत्युक्ते तद्विपिनगोष्ठं प्राप्तः, आप्तातिदेशवाक्यार्थस्मरणसहकारी यमेव गोभ्यो विसदृशं पशुं पश्यति, तमेव महिषशब्दवाच्यतया प्रतिपद्यत इति कः प्रतिविशेषो द्वयोरपि सङ्केतप्रतिपत्तौ ? तदुक्तम् - “ઉપમનું પ્રસિદ્ધાર્થ- સ ત્સTAસાધનમ્ | तद्वैधात्प्रमाणं किं स्यात् संक्षिप्रतिपादनम् ?" ॥१॥ વિસર મ?િ” આ જ્ઞાનમાં પણ સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિ થવા રૂ૫ ફળવિશેષ હોવાથી અને તે પ્રત્યક્ષાદિ ઈતર પ્રમાણોથી અસાધ્ય હોવાથી ભિન્નપ્રમાણ માનવું જ પડશે એમ અમે (જેનોએ) ઉપર જે કહ્યું છે ત્યાં કદાચ તૈયાયિક એવો જવાબ આપે કે “અમે આ જ્ઞાનને ઉપમાન પ્રમાણમાં જ અંતભૂત કરીશું. કારણ કે તેમાં પણ સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિ છે જ.” તેનો ઉત્તર આપતાં ટીકાકારશ્રી કહે છે કે પતર્ = આ વિસદશતાવાળું જ્ઞાન ઉપમાન પ્રમાણમાં અન્તર્ભાવિત કરવું શકય નથી. કારણ કે ઉપમાન પ્રમાણ તો સાકશ્યપણાને જ વિષય કરે છે, તે રીતે વ્યવસ્થા હોવાથી, તમારા જ શાસ્ત્રોમાં આવી વ્યવસ્થા કરેલી છે કે “સાદશ્યજ્ઞાન તે ઉપમાન” અને તેનાથી થનારૂં સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિરૂપ જ્ઞાન તે ઉપમિતિ અને આ પ્રસ્તુતજ્ઞાન તો વિસદશતાને જણાવનારું છે. તેથી વિસદશતાને જણાવનારું આ જ્ઞાન સદશતાને જણાવનારા ઉપમાન પ્રમાણમાં અંતભૂત કઈ રીતે થઈ શકે ? વળી જેમ સાદશ્યજ્ઞાનનો નિશ્ચય સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતિપત્તિ કરાવવામાં સાધકતમ કારણ છે તેવી જ રીતે વૈસદશ્યતાનો નિશ્ચય પણ સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતિપત્તિ કરાવવામાં સાધકતમ કારણ છે જ, અર્થાત્ સાધકતમતા અસિદ્ધ નથી જ. (સાધકતમતા એટલે પ્રબળકારણવત્તા નથી એમ નહીં અર્થાત્ પ્રબળકારણવત્તા છે જ.) કારણ કે કોઈ પુરૂષ વડે નાળિયેર ધપવાસી એવા કોઈ પુરૂષને કોઈ એક જંગલમાં ગાઢ છાયામાં (બેસીને) વાગોળતા એવા મહિષ અને ગાયોના ટોળામાં મોકલાયો અને કહેવાયું કે “તે જંગલમાં રહેલા ગાયના વાડામાંથી મહિષને લાવો” પરંતુ તે નાળિયર દ્વીપવાસી પુરૂષ (મહિષને કદાપિ જોયેલી અને જાણેલી ન હોવાથી) મહિષના જ્ઞાનવાળા એવા તેને જે (લાવવાનું કહેનારને જ) પુછવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy