________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
૩૧૫
રત્નાકરાવતારિકા
વસ્તુ છે.'' એવી વિવક્ષાએ અમે અવ્યતિરેક માનીએ છીએ.
તથા વળી આ બૌધ્ધ (૧) એક જ વિજ્ઞાનક્ષણ સવિક્લ્પક અને નિર્વિકલ્પક, તથા ભ્રાન્ત અને અભ્રાન્ત, તથા એક જ વિજ્ઞાનક્ષણ પૂર્વક્ષણની અપેક્ષાએ કાર્ય અને ઉત્તરક્ષણની અપેક્ષાએ કારણ છે. ઈત્યાદિમાં સ્વયં પોતે જ પરસ્પર વિરોધી ઉભય સ્વરૂપ માને જ છે અને અમે જૈનોએ માનેલા ભેદાભેદમાં ‘‘વિરોધ’” રૂપ (પ્રતિરોધ =) દોષ કહે છે. માટે ધણો મહાસાહસિક હોય એમ લાગે છે.
આ પ્રમાણે ક્ષણિકાક્ષણિકમાં પણ ક્રમાક્રમ નામના વ્યાપક દ્વારા અર્થક્રિયારૂપ વ્યાપ્યનો સંભવ હોવાથી તમારો ‘‘સત્વ’' હેતુ તમારા ક્ષòિાન્ત નામના સાધ્યના વિપક્ષ ભૂત એવા ક્ષણિકાક્ષણિકમાં વર્તતો હોવાથી સિધ્ધ થયું કે તમારો આ સત્વ હેતુ સંદિગ્ધાસિધ્ધ અનૈકાન્તિક હેત્વાભાસ છે. તથા વળી હે બૌધ્ધો ! તમારો આ હેતુ વિરૂધ્ધ હેત્વાભાસ પણ છે. તે આ પ્રમાણે
क्षणिकैकान्ते ताभ्यामर्थक्रियाया अनुपपत्ते र्विरुद्धं वा । तथाहि - क्रमस्तावद् द्वेघा, देशक्रमः कालक्रमश्च । तत्र देशक्रमो यथा तरलतरतरङ्गपरम्परोत्तरणरमणीयश्रेणीभूतश्वेतच्छदमिथुनानाम् । कालक्रमस्त्वेकस्मिन् कलशे क्रमेण मधुमधूकबन्धूकशम्बूकादीनां धारणक्रियां कुर्वाणे । क्षणिकैकान्ते तु द्वयोरप्येतयोरभाव एव । न हि वस्तुना कचिदेशे, काले वा किञ्चित्कार्यमर्जयामासे तत्तत्रैव, तदानीमेव च निरन्वयमनश्यत्, ततो देशान्तरकालान्तरानुसरणव्यसनशालिनः कस्याप्येकस्यासम्भवात् क्व नाम क्षणिकैकान्ते क्रमोऽस्तु । હે બૌધ્ધ ! તમે સર્વ વસ્તુઓને એકાન્તે ક્ષણિક માનો છો, પદાર્થમાં દ્રવ્યાંશ અપેક્ષાએ જે ધ્રુવત્વ છે તે દેખવામાં તમે જન્માંધ છો. તેથી ક્ષણિક એકાન્ત સાધવા તમે જે અનુમાન આપેલું છે. વિવાવાધ્યાસિત રાષ્ટ્રાતિ:, ક્ષળિ, સત્, આ અનુમાનમાં કહેલો તમારો સત્વ હેતુ ઉપર સમજાવ્યા મુજબ સંદિગ્ધામૈકાન્તિક તો છે જ, તદુપરાન્ત આ તમારો ‘“સત્વ’' હેતુ વિરૂધ્ધ હેત્વાભાસ પણ છે કારણ કે ક્ષણિક એકાન્તમાં ક્રમાક્રમ દ્વારા અર્થક્રિયાની અનુપપત્તિ છે. માટે વિરૂધ્ધ છે. તે આ પ્રમાણે ‘‘ક્રમ’' બે પ્રકારનો હોય છે. એક દેશસ્ક્રમ, અને બીજો કાળક્રમ, ત્યાં દેશક્રમ તે કહેવાય છે કે જે અતિશય ચંચળ એવા તરંગોની પરંપરા ઉપર તરતાં અને રમણીય એવી પંકિત બધ્ધ બનેલાં હંસયુગલોનો ક્રમ હોય છે. તે, એટલે કે માનસાદિ સરોવરોના જળના ભિન્ન ભિન્ન પ્રદેશવર્તી ચંચળ તરંગો ઉપર તરતાં, અને મનને આહ્લાદ પમાડે તેવી પંકિતબધ્ધ દેખાતાં હંસયુગલોમાં ક્રમશઃ ભિન્ન ભિન્ન સ્થાનવર્તિત્વ જે છે તે દેશક્રમ કહેવાય છે. અને કાળક્રમ તે કહેવાય છે કે એક જ ઘટમાં અનુક્રમે મધ, મહુડાં, બપોરીયાં, અને શંખલા આદિ ભિન્ન ભિન્ન પદાર્થોને ધારણ કરવાની ક્રિયા કરવામાં જે ક્રમશઃ કાલ થાય છે તે કાલક્રમ છે. તમારા માનેલા ક્ષણિક એકાન્ત પક્ષમાં ઉપરોકત દેશક્રમ અને કાલક્રમ એમ આ બન્ને ક્રમોનો અભાવ જ છે. કારણકે જે વસ્તુ વડે કોઈ એક દેશમાં અથવા કોઈ એક કાળમાં કોઈ એક વિવક્ષિત કાર્ય કરાયું પછી તે જ વસ્તુ તે જ ક્ષેત્રમાં, અને તે જ કાલે સંપુર્ણપણે નાશ પામી ગઈ. તેથી દેશાન્તરમાં કે કાલાન્તરમાં અનુસરવાના સ્વભાવવાળી કોઈ પણ (દ્રવ્યાત્મક) એક વસ્તુનો તમારા મતે અસંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org