________________
રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન
૭૧૪ થશે. અને તેથી બીજદ્રવ્ય ક્ષણિક થઈ જશે. ત્યાં અમારો એ ઉત્તર છે કે બીજદ્રવ્યાદિ સર્વ પદાર્થોને અમે એકાન્ત “અક્ષણિક” માનતા નથી કે જેથી અપેક્ષાવિશેષથી આવતું ક્ષણિક અમને દોષરૂપ બને. અમે તો સર્વ પદાર્થોમાં વ્યાંશ દ્વારા (દ્રવ્યદષ્ટિએ - વ્યાર્થિકનયની અપેક્ષાએ) અક્ષણિક (નિત્ય) માનેલી વસ્તુમાં પાગ પર્યાયાંશ દ્વારા (પર્યાય દષ્ટિએ - પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) ક્ષણિકપણે પણ સ્વીકાર્યું જ છે. અમે જેનો તમારો (બૌધ્ધોનો) જે વિરોધ કરીએ છીએ તે તમારા માનેલા એકાન્ત ક્ષણિકત્વવાદને જ કુટ્ટવાનો-ખંડન કરવાનો આરંભ કર્યો છે. કથંચિક્ષણિકત્વ તો અમને અતિશય ઇષ્ટ જ છે. તમે એકાન્ત ક્ષણિકવાદી છો. તેનો જ અમને વિરોધ છે.
બૌધ્ધ - પર્યાયો ક્ષણિક હોવાથી તેનાથી અભિન્ન માનેલું દ્રવ્ય પણ ક્ષણિક જ થઈ જશે. પર્યાયો ક્ષણે ક્ષણે બદલાય છે. અને આવા ક્ષગિક પર્યાયોથી દ્રવ્યને અવ્યતિરિકત (અભિન્ન) માનવાથી દ્રવ્ય પણ તેવું જ અર્થાત્ ક્ષણિક જ થશે. કથંચિક્ષણિક નહીં પરંતુ એકાન્તક્ષણિક જ થશે.
- જૈન - તમારો આ પ્રશ્ન બરાબર નથી. પર્યાયોથી દ્રવ્યને વ્યતિરિકત (ભિન્ન) પણ અમે માનેલું છે. અર્થાત્ એકાન્ત અભિન્ન અમે માન્યું નથી. પરંતુ કથંચિભિન્ન અને કથંચિદભિન્ન એમ વ્યતિરિકતાતિરિકત ઉભા માનેલું છે એટલે અમને કોઈ દોષ આવતો નથી.
બૌધ્ધ - એક જ દ્રવ્યમાં પર્યાયોની સાથે દ્રવ્યનો વ્યતિરેકાવ્યતિરેક (ભેદભેદ) કેમ સંભવી શકે? બન્ને પરસ્પર વિરોધી હોવાથી એક જ સ્થાને એક જ કાલે સાથે કેમ હોઈ શકે ?
જૈન - એક જ દ્રવ્યમાં એક જ કાલે વ્યતિરેક અને અવ્યતિરેક (ભેદ અને અભેદ) ભિન્ન ભિન્ન અપેક્ષાએ માનેલા હોવાથી કંઈ પાર વિરોધ આવતો નથી. પર્યાયાંશ દ્વારા ભેદ અને દ્રવ્યાંશ દ્વારા અભેદ માનેલો હોવાથી કંઈ પણ વિરોધ આવતો નથી. નિષેધવાચક નન્ ના પ્રયોગ અને અપ્રયોગ માત્ર વડે વિરોધ આવે છે. એમ ન સમજવું. કહેવાની અપેક્ષા જુદી જુદી હોવાથી વિરોધ આવતો નથી. જો એમ શબ્દ માત્ર પરસ્પર વિરોધી દેખીને વિરોધ સમજી લઈએ તો અતિપ્રસંગ (અતિવ્યતિ) આવે. તે આ પ્રમાણે -
“ગાઢ એવો ઉદવેગ હૃદયને ચિરી નાખે છે. પરંતુ બે ટુકડા કરતું નથી, આકુળવ્યાકુલ કાયા મૂછ પામે છે. પરંતુ ચેતનાનો નાશ થતો નથી. અંદરનો દાહ શરીરને બાળે છે પરંતુ ભસ્મરૂપ કરતો નથી. અને મર્મમાં ચ્છેદ કરનાર વિધિ (ભાગ્ય) પ્રહાર કરે છે પરંતુ જીવિતને ચ્છેદતો નથી”
આવા પ્રકારના શ્લોકોમાં પણ “વિરોધ” આવે છે એમ માનવું પડશે. જેમ આવા શ્લોકોના ચારે પદોના પૂર્વ ભાગમાં કહેલી વાતમાં નમ્ નો પ્રયોગ નથી. અને પાછળના ભાગમાં નગ્ન નો પ્રયોગ છે. છતાં કહેનારનો આશય (વિવક્ષા) જુદી જુદી હોવાથી વિરોધ આવતો નથી. તે રીતે વ્યતિરેક-અવ્યતિરેકને જુદી જુદી અપેક્ષાએ સાથે માનવામાં વિરોધ આવતો નથી. સ્થિરભાવ વાળી વસ્તુમાં પાગ (નિત્ય વસ્તુમાં પણ છે જે સ્વરૂપે (જે વિવક્ષાએ) દ્રવ્ય અને પર્યાયોનો વ્યતિરેક છે. તે જ સ્વરૂપે (તે જ વિવક્ષાએ) અવ્યતિરેક પાગ છે એવું અમે જૈનો કહેતા નથી. “આ દ્રવ્ય છે અને એ પર્યાયો છે” એ રૂપે દ્રવ્યનો દ્રવ્યપણે અને પર્યાયોનો પર્યાયપણે જે ઉલ્લેખ કરીએ છીએ. તે અપેક્ષાએ અમે વ્યતિરેક માનીએ છીએ. અને દ્રવ્ય હોય કે પર્યાય હોય. પરંતુ “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org