________________
૭૦૩ પંચમ પરિછેદ સુત્ર-૫
રત્નાકરાવતારિકા છતો વર્તમાનકાલીન અર્થક્રિયા કરવામાં સમર્થ હોવાથી વર્તમાનકાલની અર્થક્રિયા જેમ કરે છે તેમ જ અતીત અને અનાગતકાલની અર્થક્રિયા કરવામાં પાગ સમર્થ માનીએ તો બન્નેકાલની ક્રિયા પાણી કરવાનો પ્રસંગ આવશે એટલે કે નિત્ય પદાર્થ ભૂત-ભાવિના કાર્યો કરવામાં જો સમર્થ છે તો વર્તમાન કાલની ક્રિયા કરે ત્યારે ભૂત-ભાવિની ક્રિયા પણ કરનાર બનવો જોઈએ. યુવાવસ્થામાં વર્તતો દેવદત્ત યુવાવસ્થાની ક્રિયાકરાણકાલે બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાની અર્થક્રિયા કરનાર પાણ બનવો જોઈએ અને બનતો દેખતો નથી માટે નિત્ય પદાર્થ અર્થક્રિયા કરવામાં સમર્થ નથી. હવે જો નિત્ય પદાર્થને અસમર્થ માનશો. તો સદા નિત્ય પદાર્થ એક સરખા સમાન સ્વભાવવાળો હોવાથી પૂર્વકાલમાં અને અપરકાલમાં જે જે અર્થક્રિયા કરી છે અને કરશે તે બન્ને અર્બકિયાનો તે તે કાલે અકરાણનો પ્રસંગ આવશે. તથા અસમર્થ હોવાથી વર્તમાન કાલીન અર્થક્રિયાના પાન અકરણનો પ્રસંગ આવશે. કારણ કે નિત્ય પદાર્થ કાર્ય કરવામાં અસમર્થ મનાયો છે. માટે નિત્ય પદાર્થ અર્થક્રિયા કરવામાં સમર્થ હોય તો ત્રણેકાલની ક્રિયા એકકાલે કરવાનો પ્રસંગ આવશે અને અસમર્થ હોય તો તે તે કાલે તે તે અર્થક્રિયા પણ ન કરવાનો દોષ આવશે. - समर्थोऽप्यपेक्षणीयासनिधेर्न करोति, तत्सन्निधेस्तु करोतीति चेत्, ननु किमर्थं सहकारिणामपेक्षा ? किं स्वरूपलाभार्थम्, उतोपकारार्थम्, अथ कार्यार्थम् ? न प्रथमः, स्वरूपस्य कारणाधीनस्य नित्यस्य वा पूर्वसिद्धत्वात्, न द्वितीयः, स्वयं सामर्थ्य सामर्थ्य वा तस्यानुपयोगात् । तथा च .
भावः स्वत: समर्थश्चेद, उपकार: किमर्थकः ।
भावः स्वतोऽसमर्थश्चेद्, उपकार: किमर्थकः ॥१॥ अत एव न तृतीयः, उपकारवत् सहकारिणामप्यनुपयोगात् । तथा च .
भावः स्वतः समर्थश्चेत्, पर्याप्तं सहकारिभिः ।
भावः स्वतोऽसमर्थश्चेत्, पर्याप्तं सहकारिभिः ॥१॥ अनेकाधीनस्वभावतया कार्यमेव तानपेक्षत इति चेत् - न, तस्यास्वतन्त्रत्वात् स्वातन्त्र्ये वा कार्यत्वव्याघातात्, तद्धि तत्साकल्येऽपि स्वातन्त्र्यादेव न भवेदिति । एवं च यत् क्रमाक्रमाभ्यामर्थक्रियाकारि न भवति, तदसत्, यथा गगनेन्दीवरम्, तथा च क्रमयोगपद्ययोापकयो: व्यावृत्तेरक्षणिका व्यावर्तमानार्थक्रिया क्षणिके विश्राम्यतीति प्रतिबन्धसिद्धिः ।।
નિત્ય પદાર્થ કાર્ય કરવામાં સમર્થ હોય કે અસમર્થ હોય તો પાગ બન્ને પક્ષે ક્રમ કે અક્રમ પક્ષ માનવામાં દોષો હોવાથી કાર્ય સંભવતું નથી. એમ ઉપર જે સમજાવવામાં આવ્યું. તેમાં જૈન પોતાના પક્ષનો બચાવ કરતાં કદાચ આવું જણાવે કે -
પદાર્થ તો પોત-પોતાનું નિયત કાર્ય કરવા સમર્થ જ છે. અર્થાત્ ઉપરના બે પક્ષોમાંથી સમર્થતાવાળો જ પક્ષ યુક્તિયુક્ત છે. પરંતુ સમર્થ એવો પણ પદાર્થ અપેક્ષાગીય = અપેક્ષા રાખવા યોગ્ય એવા = સહકારી કારાગો'ની અસન્નિધિ હોવાથી કાર્ય કરતું નથી. અને તે અપેક્ષાગીય કારણોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org