________________
રત્નાકરાવતારિકા
સામાન્યના બીજાભેદનું વર્ણન
૭૦૨
એ જ તેની સાક્ષિણી છે. તે પ્રમાણયુક્તતા આ પ્રમાણે છે વિવાવાધ્યાસિત રાષ્ટ્રાવિઃ (પક્ષ), ક્ષળિ: (સાધ્ય), સત્ત્વાર્ (હેતુ), વૃત્ યત્ સત્ તત્ સર્વ શિમ્ (અન્વયવ્યાપ્તિ), સંશ્ર્વ રાષ્ટ્રાતિ (પક્ષધર્મતા=ઉપનય), તસ્માત્ ક્ષઃિ રાષ્ટ્રાવિઃ, (નિગમન) આ અનુમાન પ્રમાણ છે. અમારાતમારા વચ્ચે વિવાદના વિષયભૂત શબ્દાદિ (ઘટ-પટાદિ સમસ્ત પદાર્થરાશિ) એ ક્ષણિક માત્ર જ છે. સત્ હોવાથી, જે જે સત્ હોય છે તે તે નિયમા ક્ષણિક જ હોય છે જેમ કે ઘટાદિ, અને જે ક્ષણિક નથી તે સત્ પણ નથી જેમ કે આકાશપુષ્પાદિ, અમારો સત્ત્વાત્ હેતુ શબ્દાદિ પક્ષમાં વર્તે જ છે. (એટલે અસિધ્ધ હેત્વાભાસાદિ નથી) તેથી શબ્દાદિ પદાર્થરાશિ ક્ષણિક જ છે એમ સિધ્ધ થાયછે. વૃત્ સત્ તત્ ક્ષશિમ્ આવી ટીકામાં જે પંક્તિ છે તે અન્વય વ્યાપ્તિની છે અને સંશ્ચ વિવાનાધ્યાસિત રાન્દ્રાવિઃ એવી જે પંક્તિ છે પક્ષ ધર્મતાની અથવા ઉપનયની પંક્તિ છે. આ અનુમાનમાં સત્ત્વાત્’” એવો જે હેતુ કહેવામાં આવ્યો છે. તેનો અર્થ અન્યત્ર ગમે તે ભલે હો, પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં તો અમને સત્ત્વનો અર્થ અર્થક્રિયાકારિત્વ જ માન્ય છે. જે પદાર્થ ક્રિયાકારિ છે તે જ પદાર્થ સત્ છે. આવું અર્થક્રિયાકારિત્વ સ્વરૂપ તે સત્ત્વ શબ્દાદિ ધર્મીમાં (પક્ષમાં) પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિધ્ધ જ છે. શબ્દ-ઘટ-પટ આદિ પદાર્થો પોત-પોતાની નિયત જ્ઞાનપ્રાપ્તિની ક્રિયા, જલાધારની ક્રિયા, અને શરીરાચ્છાદનાદિની ક્રિયા કરે છે. અને તેના કારણે તે પદાર્થો સત્ છે તથા ક્ષણિક છે તે પ્રત્યક્ષ અનુભવાય જ છે. એટલે વધારે સમજાવવાની જરૂર નથી. તથા અમારો આ ‘“સત્ત્વ’’ હેતુ સાધ્યાભાવ રૂપ વિપક્ષમાં (અક્ષણિક-નિત્યમાં) વર્તતો જ નથી. વિપક્ષથી વ્યાવૃત્ત જ છે. માટે અનૈકાન્તિક કે વિરૂધ્ધ હેત્વાભાસ થતો નથી.
-
પ્રશ્ન - આ હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત છે તેમાં શું પ્રમાણ છે ?
ઉત્તર व्यापकानुपलब्ध्या
=
વ્યાપકની અનુપલબ્ધિ વડે આ હેતુ વિપક્ષમાંથી વ્યાવૃત્તિવાળો છે. તે આ પ્રમાણે-સત્ત્વ હેતુ વ્યાપ્ય છે અને ક્ષણિકત્વ સાધ્ય એ વ્યાપક છે. તે જ પ્રમાણે સત્ત્વ હેતુને ‘‘ક્રમાક્રમ’’ પણ વ્યાપક જ છે. કોઈપણ પદાર્થ પોતાની નિયત અર્થક્રિયા કાં તો ક્રમશઃ કરે અથવા એકી સાથે (અક્રમે) કરે. ક્રમ અને અક્રમ આ બે સિવાય અન્ય ત્રીજો કોઈ પ્રકાર અર્થક્રિયા કરવા માટે કલ્પવો એ શકય નથી. કારણ કે ‘“ક્રમ નથી’’ એમ નિષેધ કરવાથી ‘“અક્રમ’’થી અર્થક્રિયા સંભવે છે અને “અક્રમ (દોષવાળો હોવાથી બરાબર) નથી'' એમ નિષેધ કરવાથી જ ક્રમસર અર્થક્રિયા સંભવે જ છે. એટલે આ બેમાંથી ગમે તે એક દ્વારા અર્ધ ક્રિયા ઘટી શકે છે. બે વિના ત્રીજો કોઈ અન્ય પ્રકાર યુક્તિયુક્ત સંભવતો નથી. કારણ કે ત્રીજો કોઈ પણ પ્રકાર માનવામાં व्याघातस्य મહાન્ બાધાદોષ મટાત્ પ્રબળપણે આવે છે. માટે આ બેમાંથી કોઈ પણ એક પ્રકાર દ્વારા જ અર્થક્રિયા સંભવી શકે છે. હવે જો પદાર્થને ક્ષણિક ન માનીએ અને સ્થિર (નિત્ય) માનીએ તો ક્રમ કે અક્રમ એકે પણ પક્ષ નિર્દોષપણે સંભવતા નથી. જે હમણાં જ સમજાવવામાં આવશે. માટે સ્થિર (નિત્ય) પદાર્થમાં તે ક્રમાક્રમ સંભવતા ન હોવાથી ત્યાંથી વ્યાવર્તન પામતા તે ક્રમાક્રમ બન્ને પક્ષો તો નિત્ય પદાર્થમાંથી અર્થક્રિયાને પણ વ્યાવર્તાવે છે. ક્રમાક્રમ પક્ષ સ્થિરમાં ઘટતા નથી. માટે અર્થક્રિયા પણ ઘટતી નથી. તે આ પ્રમાણે- જે પદાર્થ વર્તમાન કાલમાં વર્તતો
Jain Education International
For Private & Personal Use Only
-
=
www.jainelibrary.org