________________
૬૯૩
પંચમ પરિચ્છેદ સૂત્ર-૩-૪
રત્નાકરાવારિકા शबलशाबलेयादिपिण्डेषु गोत्वं यथा ॥५-४॥ તે બે પ્રકારના સામાન્યમાંથી પ્રથમભેદ જે તિર્યક્ષામાન્ય છે તેનું સ્વરૂપ ઉદાહરણ સહિત સમજાવે છે.
પ્રત્યેક વ્યકિતમાં (બીજી વ્યકિતઓની સાથે) જે તુલ્ય પરિણામ છે તેને તિર્યસામાન્ય કહેવાય છે. જેમ કે શબલ અને શાબલેય આદિ ગાયોના સમુહમાં વર્તતું ગોત્ર = ગાયપણું = ગાય પણે સમાનપરિણતિ ૫-૪
કોઈ પણ એક વ્યકિત બીજી અન્ય વ્યકિતની સાથે જે પરિણતિ દ્વારા સમાન છે. તે પરિગતિને તિર્યસામાન્ય કહેવાય છે. જેમ કે કોઈ પણ વિવક્ષિત શબલ નામવાળી એક ગાય શાબલેય નામવાળી બીજી ગાયની સાથે “ગાય પાળે” સમાન છે. માટે બન્ને ગાયોમાં રહેલું ગાયપણું એ તિર્થક્સામાન્ય કહેવાય છે. એ જ રીતે ગાય-મહિષ-અશ્વ-આદિ પશુઓ વચ્ચે રહેલી પશુપણાની સમાન પરિણતિ તે તિર્યકસામાન્ય કહેવાય છે. ‘‘તિર્થ'' નામ રાખવાનું કારણ એ છે કે આ સામાન્ય સમજતી વખતે સમજનારની દષ્ટિ તિછ ફરે છે. શબલ-શાબલેય -બાહુલેય આદિ ગાયો જાણે સામે ઉભી છે. તેમાં ગાયપણાની સમાનતા જોવા માટે જોનાર પુરૂષની દષ્ટિ પ્રથમ શબલ ગાય ઉપર, ત્યારબાદ શાબલેય ગાય ઉપર, ત્યારબાદ બાહુલેય ગાય ઉપર એમ એકેક ગાય વ્યક્તિ ઉપર જોનારની દષ્ટિ તિર્થી જાણે ફરતી ફરતી જતી હોય એવો ભાવ છે. તેથી આ સામાન્યને તિર્યસામાન્ય કહેવાય છે આ તિર્થક્સામાન્ય અને પાંચમા સૂત્રમાં સમજાવાતા ઉર્ધ્વતા સામાન્યની વચ્ચે પરસ્પર શું તફાવત છે તે હકિકત ત્યાં પાંચમા સૂત્રમાં જ સમજાવીશું.
ટીકા :- વ્યક્તિ વિતમવિચિત્ય સમાન પરિતિતિર્થસામાન્ય વિષેયમ્ | મત્ર સીતા સકિरन्ते-गौौरित्याद्यनुगताकारप्रतिपत्तेरन्यव्यावृत्तिमात्रैव व्यक्तिषु प्रसिद्धेरनवसर एव सदृशपरिणामस्वरूपसामान्यस्वीकारः । सर्वतो व्यावृत्तानि हि स्वलक्षणानि न मनागप्यात्मानमन्येन मिश्रयन्तीति ।
तदेतन्मरुमरीचिकाचक्रोदकाऽऽचान्तयेऽञ्जलिपुटप्रसारणम् । यत इयमन्यव्यावृत्तिर्बहिः, अन्तर्वा भवेत् ? तत्र खण्डमुण्डादि विशेषप्रतिष्ठकान्यव्यावृत्तेर्वहिः सद्भावे सामान्यरूपता दुर्निवारा । आन्तरत्वे तु तस्याः कथं बहिराभिमुख्येनोल्लेख: स्यात् ? नान्त: बहिर्वा, सेत्यपि स्वाभिप्रायप्रकटनमात्रम् ।
ટીકાનુવાદ - સામાન્યને સર્વથા ન સ્વીકારનાર અને એકાન્ત માત્ર વિશેષો જ છે એવું માનનાર સૌગતો (બૌધ્ધો) જૈન દર્શનકારની સામે પ્રશ્ન કરે છે કે “આ ગાય છે” “આ ગાય છે” ઈત્યાદિ અનુગત આકારની (એટલે કે સદશાકારની) જે પ્રતીતિ થાય છે. તે પ્રતીતિ “સામાન્ય” નામના ધર્મ વડે થતી નથી. પરંતુ “અન્યવ્યાવૃત્તિ” માત્ર વડે જ સર્વવ્યક્તિઓમાં પ્રસિધ્ધ (જણાતી) હોવાથી “સદશપરિણામાત્મક' સામાન્ય ધર્મનો સ્વીકાર કરવાની જરૂર નથી. જે સામાન્ય દ્વારા અનુગત આકારની પ્રતીતિ કરવી છે. તે અનુગત આકારની પ્રતીતિ અન્ય વ્યાવૃત્તિ માત્ર વડે જ થઈ જાય છે. તેથી સદશ પરિણામને જણાવનાર સામાન્યને માનવાનો અનવસર જ છે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org