________________
રત્નાકરાવતારિકા
સામાન્યના પ્રતિભેદોનું વર્ણન
૬૯૨
સ્વીકાર રૂપે વસ્તુ વિચારીએ છીએ ત્યારે પર્યાય નામના વિશેષ રૂપે વસ્તુ ભાસે છે અને પૂર્વોત્તરપર્યાયોમાં વસ્તુ તેની તેજ અવસ્થાન રૂપે છે. એમ વિચારીએ ત્યારે ઉર્ધ્વતાસામાન્યરૂપે ભાસે છે. એમ આ બન્ને હેતુઓથી વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે અનેકાન્તાત્મક સિધ્ધ થાય છે.
સર્વ વસ્તુઓ સામાન્ય વિશેષ આદિ અનેકાન્તાત્મક છે. આ પ્રમાણે પ્રથમ સૂત્રમાં જે વિ શબ્દ છે. તેથી ‘“સત્ - અસત્આપે’’ પણ અનેકાન્તાત્મક છે. ‘ભિન્ન-અભિન્નરૂપે” પણ અનેકાન્તાત્મક છે. ‘‘વાચ્ય-અવાચ્યરૂપે’” પણ અનેકાન્તાત્મક છે. તથા ‘નિત્ય-અનિત્યરૂપે” પણ અનેકાન્તાત્મક છે ઇત્યાદિ અનેક રીતે અનેકાન્તાત્મક છે. તેમાંથી ‘“સત્-અસપે” જે અનેકાન્તાત્મકતા છે તે સમજાવે છે.
સર્વ વસ્તુઓ ‘‘સત્-અસત્આપે'' પણ અનેકાન્તાત્મક છે કારણ કે પ્રત્યેક વસ્તુઓ સ્વદ્રવ્યસ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ ‘‘સત્’’ રૂપે, અને પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવની અપેક્ષાએ ‘‘અસત્’’ રૂપે પ્રતિભાસિત થાય છે. તથા આદિશબ્દથી સર્વ વસ્તુઓ ‘‘નિત્ય-અનિત્ય’’ રૂપે પણ અનેકાન્તાત્મક છે. વ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય અને પર્યાયાર્ટિકનયની અપેક્ષાએ અનિત્ય છે. તથા સર્વવસ્તુઓ ‘‘ભેદ-અભેદ” રૂપે પણ અનેકાન્તાત્મક છે. વ્યવહારનયથી ભેદરૂપે અને સંગ્રહનયની અપેક્ષાએ અભેદરૂપે જણાય છે. આ પ્રમાણે ‘“સત્-અસત્’ આદિ અનેકાન્તાત્મકતાનું સમર્થન કરનારા સત્ અને અસત્ આકારે પ્રતીતિનું વિષયત્વ વિગેરે હેતુઓ મૂલ બીજા સૂત્રમાં કહેલા ચાર થી જાણી લેવા. આ પ્રમાણે સર્વ વસ્તુઓ અનેક રીતે અનેકાન્તાત્મક છે. આ વાત સંપૂર્ણ પણે નિર્દોષ છે. ૫-૨
इदानीं सामान्यं प्रकारतः प्ररूपयन्ति -
सामान्यं द्विप़कारं तिर्यक्सामान्यमूर्ध्वतासामान्यं च ॥५-३॥
હવે સામાન્યને ભેદથી સમજાવે છે
તિર્યક્સામાન્ય અને ઉર્ધ્વતાસામાન્ય એમ સામાન્ય બે પ્રકારનું છે. ૫-૩
टीst - तिर्यगुल्लेखिनाऽनुवृत्ताकारप्रत्ययेन गृह्यमाणं तिर्यक्सामान्यम् उर्ध्वमुलेखिनाऽनुगताकारप्रत्ययेन परिच्छिद्यमानमुर्ध्वतासामान्यं चेति । ॥५-३।।
સામાન્ય બે પ્રકારનું છે. (૧)તિર્યક્સામાન્ય, અને (૨) ઉર્ધ્વતા સામાન્ય, તીછો છે. ઉલ્લેખ જેમાં એવા “અનુવૃત્તાકાર” વાળા જ્ઞાન દ્વારા જણાતું જે સામાન્ય તિર્યક્સામાન્ય, અને ઉર્ધ્વ છે ઉલ્લેખ જેમાં એવા ‘‘અનુગતાકાર’” વાળા જ્ઞાન દ્વારા જણાતું જે સામાન્ય તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે આ બન્નેનો ભાવાર્થ હવે પછીના સૂત્રમાં દૃષ્ટાન્ત આવતું હોવાથી ત્યાં જ સમજાવીશું. અહીં તો વાકયાર્થ માત્ર આપ્યો છે. ૫-૩
तत्राद्यभेदस्य स्वरुपं सोदाहरणमुपदर्शयन्ति
Jain Education International
.
प्रतिव्यक्ति तुल्या परिणतिस्तिर्यक्सामान्यम्,
For Private & Personal Use Only
www.jainelibrary.org