________________
રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનું વર્ણન
૬૮૨ . હોવા છતાં અવ્યક્ત હોવાથી તેનો અનુપલંભ થતો હોય એમ કેમ ન બને ? તમે જેમ “ત્વ સામાન્ય ત્યાં અંતરાલમાં હોવા છતાં પાગ અવ્યક્ત હોવાથી તેનો અનુપલંભ છે એમ કહો છો તેની જેમ ત્રીજી ગાય આદિ વ્યક્તિનો પણ ત્યાં સદ્ભાવ હોવા છતાં અવ્યક્ત હોવાથી અનુપલંભ હોય એમ કેમ ન માની શકાય ?
અહીં નૈયાયિક હવે એવો બચાવ કરે છે કે ત્રીજી ગાય આદિ “ચાત્મનઃ સમાવેમાવેવમાન-ગમવત્ = વ્યકિતના સ્વરૂપના સભાવને (છતા પણાને) જાગાવનારું કોઈ પ્રબળ પ્રમાણ ન હોવાથી તે અંતરાલક્ષેત્રમાં ત્રીજી ગાય આદિ વ્યક્તિનો સત્તાવાનુપમે = અસત્ત્વતાના લીધે જ અનુપલંભ છે. પરંતુ અવ્યક્તતાના કારણે અનુપલંભ નથી. આવો બચાવ તૈયાયિક જો કરે તો અમે તેઓને કહીએ છીએ કે સામાન્યથાપિ સૌ = ગોવાદ્રિ સામાન્યનો પાગ તે અનુપલંભ Tોત્વાદ્રિ ત્યાં અસતું હોવાથી જ છે. એમ સ્વીકારી લો ને ? એવો ખોટો બચાવ શા માટે કરો છો કે આપ આદિ વ્યક્તિનો ત્યાં અસત્ હોવાથી અનુપલંભ છે અને ગોવાઃિ સામાન્ય ત્યાં અસત્ નથી પરંતુ સત્ છે. છતાં અવ્યક્ત હોવાથી તેનો અનુપલંભ છે. આમ ભિન્ન ભિન્ન માનવામાં શું પ્રમાણ છે ? અર્થાત્ તમારી આ કલ્પના તદ્દન યુક્તિ વિનાની છે. જો વ્યકિત ત્યાં અસત્ હોવાથી અનુપલંભવાળી છે તો સામાન્ય પણ અસત્ હોવાથી જ અનુપલંભ વાળુ હો, અને જો સામાન્ય ત્યાં અવ્યક્ત હોવાથી તું છતાં અનુપલંભ વાળુ હોય તો ગાય આદિ વ્યકિત પણ ત્યાં સત્ હોવા છતાં અવ્યક્ત હોવાથી જ અનુપલંભવાળી છે એમ જ માનવું જોઈએ. બન્નેની માન્યતામાં કોઈપણ પ્રકારની વિશેષતાનો અભાવ જ છે.
તથા વળી પ્રથમ ગાય વ્યક્તિને જાણવાના સમયે વિવક્ષિત એવી તે (ગાયાદિ) વ્યક્તિ જ્યારે અભિવ્યક્ત થઈ ત્યારે જ ગોત્યાદ્રિ સામાન્યની પણ સંપૂર્ણપણે અભિવ્યકિત થયેલી જ છે. સારાંશ ગાય વિગેરે વ્યક્તિ જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે ગોવાઢિ સામાન્ય પણ અભિવ્યક્ત થાય જ છે. અને તમારા મતે અભિવ્યક્ત થયેલી તે ગોવાદ્રિ સામાન્ય સર્વત્ર સર્વ વ્યાપી હોવાથી વિવક્ષિત બે ગાયોની વચ્ચેના અંતરાલમાં પણ અભિવ્યક્ત જ છે. માટે ત્યાં તેનો ઉપલંભ થવો જ જોઈએ. કન્યથા = જો તમે એમ નહી માનો તો એટલે કે જે ગાય આદિ વ્યક્તિ અભિવ્યક્ત છે. ત્યાં જ વર્તમાન ગોત્સારિ સામાન્ય અભિવ્યકત બને છે. અને અંતરાલક્ષેત્રવર્તી આકાશમાં ગાય ન હોવાથી તે ગાયની અભિવ્યક્તિ નથી અને તેથી જોવાદ્રિ સામાન્યની પણ ત્યાં અભિવ્યક્તિ નથી. પરંતુ અનભિવ્યક્તિ છે. આમ જો કહેશો તો ગોવાદ્રિ સામાન્ય ગાયવાળા ક્ષેત્રમાં અભિવ્યક્ત અને અંતરાલ વર્તી ક્ષેત્રમાં અનભિવ્યક્ત, એમ વ્યક્ત અને અવ્યક્ત એવા બે ભિન્ન ભિન્ન સ્વભાવભેદના કારણે સામાન્યમાં પણ “અનેકત્વ” આવી જવાથી તે સામાન્યને “અસામાન્ય” માનવાની આપત્તિ તમને આવશે કારણ કે સામાન્ય હંમેશાં એક જ હોય છે. અને જે એક ન હોય અર્થાતુ અનેક હોય તે સામાન્ય કહેવાય નહીં એટલે સામાન્યને પણ અસામાન્ય = વિશેષ” કહેવાશે. તેથી હવે હે નૈયાયિકો કંઈક સમજો કે ૩પત્રષેિત્રુક્ષUILTH = જેમ ગાય આદિ વ્યક્તિ ઉપલબ્ધિપાણાને પામી છતી દ્રષ્ટિગોચર થાય જ છે, માટે જ્યાં ગાયવ્યક્તિ છે ત્યાં તે ગાય સત્ છે અને અંતરાલવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org