________________
૬૮૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા એક વ્યકિતમાં સર્વવ્યાપિત્વ કોઈપણ રીતે યુકિતની સંગતિને પામતું નથી.
नापि सर्वसर्वगतत्वम्, खण्डमुण्डादिव्यक्त्यन्तरालेऽपि तदुपलम्भप्रसङगात् । अव्यक्तत्वात्तत्र तस्यानुपलम्भ इति चेत्, व्यक्तिस्वात्मनोऽप्यनुपलम्भोऽत एव तत्रास्तु । अन्तराले व्यक्त्यात्मनः सद्भावावेदकप्रमाणाभावादसत्त्वादेवानुपलम्भे सामान्यस्यापि सोऽसत्त्वादेव तत्रास्तु, विशेषाभावात् ।
किञ्च, प्रथमव्यक्तिसमाकलनवेलायां तदभिव्यक्तस्य सामान्यस्य सर्वात्मनाऽभिव्यक्तिर्जातैव, अन्यथा व्यक्ताव्यक्तस्वभावभेदेनानेकत्वानुषङ्गादसामान्यस्वरुपताऽऽपत्तिः । तस्मादुपलब्धिलक्षणप्राप्तस्य स्वव्यक्त्यन्तराले सामान्यस्यानुपलम्भादसत्त्वम्, व्यक्तिस्वात्मवत् ।
હવે અહીં નૈયાયિક કદાચ પોતાનો બચાવ એવા પ્રકારનો કરે કે ગોત્ર વિગેરે સામાન્ય “વ્યકિતમાં સર્વગત” હોય તેવું અમે કહેતા નથી પરંતુ તે નોર્વ વિગેરે સામાન્ય “સર્વમાં સર્વગત” છે એમ અમે કહીએ છીએ. એટલે કે આ નીત્વ વિગેરે સામાન્ય સર્વ જગતમાં સર્વવ્યાપી છે. જેમ આકાશ સર્વ જગતમાં સર્વવ્યાપી છે. તેમ આ સામાન્ય પાણ નિત્ય હોવાથી એક હોવાથી અને વ્યાપક હોવાથી સર્વત્ર સર્વવ્યાપી છે. એમ અમે માનીશું જેથી તમે જૈનોએ જે ઉપરોકત દોષો અમને આપ્યા તે આવશે નહીં. આવા પ્રકારનો તૈયાયિક જો બચાવ કરે તો તે ગોત્યાદ્રિ સામાન્યનું સર્વત્ર સર્વ વ્યાપીપણું માનવું પણ ઉચિત નથી. કારણ કે તે માન્યતામાં પણ દોષ જ આવે છે તે આ પ્રમાણે - જો ગોત્ર સર્વત્ર સર્વવ્યાપી હોય તો ખંડ ગાય (એક વિવક્ષિતગાય) અને મુંડગાય (બીજી વિવક્ષિત ગાય) ની વચ્ચેના આંતરામાં રહેલું જે આકાશ છે તે અંતરાલવત આકાશમાં પણ તે ગોત્વાદ્રિ સામાન્યનો ઉપલંભ થવાનો પ્રસંગ આવશે. અર્થાત્ કોઈપણ બે ગાયોની વચ્ચેના ખુલ્લા આકાશમાં પણ ગોવાદ્રિ સામાન્ય દેખાવું જોઈએ. પરંતુ તે ત્યાં દેખાતું નથી માટે તે ગોવાદ્રિ સર્વત્ર સર્વવ્યાપી નથી. (અહીં રવષ્ય નો અર્થ અને મુખ્ય નો અર્થ એવો પણ થાય છે.)
અહીં તૈયાયિક પોતાના પક્ષનો હવે એવો બચાવ કરે કે બે ગાયોની વચ્ચેના તે આકાશમાં
વારિ” સામાન્ય સર્વવ્યાપી હોવાથી છે જ, પરંતુ ભૂતપ્રેત-પિશાચાદિની જેમ અવ્યકત હોવાથી સત્ એવા પણ તે ગોવાઢિ નો ઉપલંભ ત્યાં થતો નથી. અર્થાત વચ્ચેના આકાશમાં ગોવાદ્રિ સામાન્ય સર્વત્ર સર્વવ્યાપી હોવાથી ત્યાં પણ વિદ્યમાન જ છે. પરંતુ ભૂતાદિની જેમ અવ્યકત હોવાથી ઉપલબ્ધ થતું નથી. તો અમે જૈનો કહીએ છીએ કે જો ન દેખાતું હોવા છતાં સામાન્ય ત્યાં છે. અને અવ્યકત હોવાથી તે સામાન્ય દષ્ટિ ગોચર થતું નથી એમ જો કહો છો તો ખંડ મુંડ આદિ ગાય વ્યકિતના પોતાના આત્માનો પણ અર્થાત આવા જ પ્રકારની કોઈ ત્રીજી ગાય વ્યકિતના સ્વરૂપનો અનુપલંભ પગ ત્યાં અવ્યકત હોવાથી જ હો એમ માનવાનો પ્રસંગ આવશે. એટલે કે “અનુપલંભ” બે પ્રકારનો હોય છે. એક તો વસ્તુ હોય જ નહીં એટલે ન દેખાય તે સર્વ હોવાથી અનુપલંભ કહેવાય છે.
અને જે વસ્તુ હોય પરંતુ ભૂત-પ્રેત-પિશાચની જેમ છતી વસ્તુ ન દેખાય તે ૩૧ હોવાથી અનુપલંભ કહેવાય છે તેથી બે ગાયોની વચ્ચેના આકાશમાં ત્રીજી ગાય પણ ભૂત-પ્રેતાદિની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org