________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૧
૬૭૭
રત્નાકરાવતારિકા વિશેષ સામાન્યથી વિપરીત સ્વભાવવાળા છે. સામાન્ય એ સર્વવ્યાપી છે અને વિશેષ એ વ્યકિતમાત્ર
વ્યાપી છે આ પ્રમાણે વિરૂધ્ધ ધર્મવાળા હોવાથી વામ્ = આ ધર્મોનું છેત્યમ્ = એકપણું સૌં: વિદ્ધાનો વડે આયિતુપિ સાંભળવાને પણ યં રાજ્યનું = કેમ સમર્થ થવાય ? આવી હડહડતી જુટ્ઠી વાત પંડિત પુરૂષો કેમ સાંભળી શકે ? તથા કેમ સહી શકે ? તે બન્નેનું અત્યન્ત ભિન્નપણું “અનુમાન પ્રમાણથી'' આ રીતે સમજી શકાય જ છે.
સામાન્ય અને વિશેષ આ બન્ને ધર્મો અત્યન્ત ભિન્ન જ છે. (પક્ષ), પરસ્પર વિરૂધ્ધ ધર્મ યુકત હોવાથી (હેતુ), જે આવા વિરૂધ્ધધર્મથી યુકત હોય છે તે તેવા અત્યન્ત ભિન્ન જ હોય છે (અન્વયવ્યાપ્તિ), જેમ કે પાણી અને અગ્નિ (અન્વય ઉદાહરણ), જેમ પાણી અને અગ્નિ શીતળતા અને દાહકતા રૂપ વિરૂધ્ધ ધર્મના આશ્રય હોવાથી અત્યન્ત ભિન્ન છે. તેવી જ રીતે આ સામાન્ય અને વિશેષ પણ સર્વવ્યાપી અને વ્યકિતવ્યાપીપણે વિરૂધ્ધ ધર્મથી આશ્રિત જ છે. તેથી તે સામાન્ય અને વિશેષ પણ તેવા જ છે અર્થાત્ અત્યન્ત ભિન્ન જ છે. તેથી ઘટ પટ આદિ સર્વ પદાર્થોનું સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મકપણું જૈનો જે કહે છે તે કોઈપણ રીતે ઘટતું નથી. યુકિતસિધ્ધ થતું નથી.
=
-
.
तदेतत्परमप्रणयपरायणप्रणयिनीप्रियालापप्रायं वासवेश्मान्तरेव राजते । तथाहि - यदिदं सर्वगतत्वं सामान्यस्य न्यरुपि, तत् किं व्यक्तिसर्वगतत्वम् सर्वसर्वगतत्वं वा स्वीकृत्य ? यदि प्राक्तनम्, तदा तर्णकोत्पाददेशे तदविद्यमानं वर्णनीयम्, अन्यथा व्यक्तिसर्वगतत्वव्याघातात् । तत्रोत्पन्नायां च व्यक्तौ कुतस्तत् तत्र भवेत् ? किं व्यक्त्या सहैवोत्पद्यते, व्यक्त्यन्तराद् वा समागच्छेत् ? नाद्यः पक्षः, नित्यत्वेनास्य स्वीकृतत्वात् । द्वितीयपक्षे तु ततस्तदागच्छत् पूर्वव्यक्तिं परित्यज्यागच्छेत्, अपरित्यज्य वा ? प्राचिकविकल्पे प्राक्तनव्यक्तेर्निःसामान्यतापत्तिः । द्वितीयपक्षे तु किं व्यक्त्या सहैवागच्छत्, केनचिदंशेन वा ? आये (पक्षे ) शाबलेयेऽपि बाहुलेयोऽयमिति प्रतीतिः स्यात् । द्वितीयपक्षे तु सामान्यस्य सांशतापत्तिः सांशत्वे चास्य व्यक्तिवदनित्यत्वप्राप्तिः ।
Jain Education International
=
જૈન
ઉપર કહેલી તૈયાયિકની વાતનું નિરસન કરતાં ટીકાકારશ્રી જણાવે છે કે “તે આ નૈયાયિકનું કથન અતિશય પ્રેમમાં પરાયણ (અર્થાત્ આસકત = ગાઢ રાગ વાળી) એવી પત્નીના પ્રિય આલાપ તુલ્ય છે. અને તે તેના વાસઘરની (શયનખંડની) અંદર જ શોભાપાત્ર છે. પંડિતોની સભામાં જરા પણ શોભે તેમ નથી. વાસઘરમાં અતિશય રાગ વાળી પત્ની પતિ પ્રત્યે ગમે તેવાં વાકયો બોલે તો પણ તે યુકિતયુકત ન હોવા છતાં રાગપ્રધાન હોવાથી હાસ્ય વિનોદનું અને માનપાનનું કારણ બને તેમ નૈયાયિકનાં ઉપરોકત વાકયો પણ તેઓના ઘરમાં જ (તેઓના અનુયાયી વર્ગમાં જ ) બોલાતાં યુક્તિરહિત હોવા છતાં અનુયાયીઓને તેમના પ્રત્યે અતિશય અનુરાગ હોવાથી ત્યાં શોભાસ્પદ કદાચ બને પરંતુ વિદ્વાન્ એવા વાદી-પ્રતિવાદીઓની સભામાં જરા પણ શોભતાં નથી. યુક્તિ વિનાનાં હોવાથી બધી રીતે દોષિત માત્ર જ છે. તે આ પ્રમાણે - સામાન્યનું જે આ સર્વવ્યાપિત્વ કહેવાયું છે. તે કેવું કહેવાયું છે.? કંઈક વધારે સ્પષ્ટ તો કરો. શું તે તે સામાન્ય
For Private & Personal Use Only
-
www.jainelibrary.org