________________
રત્નાકરાવતારિકા
પ્રમેય પદાર્થનું વર્ણન ઉત્તર - જ્ઞાનનો વિષય જે વસ્તુ છે તે વસ્તુ અનેક ધર્માત્મક છે. અર્થાત્ અનંતધમોંધી યુકત એવો તે પદાર્થ છે. પ્રમેય પદાર્થ કંઈ એક - બે - ત્રણ ધર્મવાળો નથી, પરંતુ અનંત - અનંત ધર્મથી ભરેલો છે. અનુગતાકારની (એકાકારતાની) પ્રતીતિનો જે હેતુ તે સામાન્ય, અને વિશેષાકારની (પૃથગાકારતાની) પ્રતીતિનો જે હેતુ તે વિશેષ, આવું લક્ષણ જેનું હમણાં જ કહેવાશે (પરિચ્છેદ ૫, સૂત્ર ૨,) તે સામાન્ય અને વિશેષ એવા ધમાં છે આદિમાં જેને તે “સામાન્યવિરોષદ્રિ', અહીં આદિ શબ્દથી અસ્તિ • નાસ્તિ, નિત્ય - અનિત્ય, ભિન્ન - અભિન્ન, વાચ્ય - અવાચ્ય, અભિલાખ - અનભિલાપ્ય ઇત્યાદિ અનંત ધમની અનેક જોડી (યુગલ) સમજવી. આ પ્રમાણે સામાન્ય અને વિશેષ છે આદિમાં જે (અનેકાન્તામક)ને, તે અનેકાન્તાત્મક સ્વરૂપ છે જે પદાર્થનું તે પદાર્થ (અર્થાત્ સામાન્ય - વિશેષ આદિ અનેક ધર્મમય સ્વરૂપ છે જે પદથનું તે પદાર્થ (અર્થાત્ સામાન્ય - વિશેષ આદિ અનેક ધર્મમય સ્વરૂપ વાળો પદાર્થ) જ જ્ઞાનનો વિષય (પ્રમેય) બને છે.
ગ્રંથકારશ્રી “સામાન્ય - વિશેષ એમ ઉભય ધર્માત્મક વસ્તુને જ્ઞાનનો વિષય (પ્રમેય) જણાવે છે તેથી કેવલ એકલા સામાન્ય ધર્મવાળી જ વસ્તુ પ્રમેય છે. એમ માનનારા વેદાન્ત અને મીમાંસક દર્શનનું (અદ્વૈતવાદનું) ખંડન થાય છે. તથા એકલા વિશેષ ધર્મવાળી જ વસ્તુ પ્રમેય છે એમ માનનારા બૌધ્ધદર્શનનું (ક્ષણિકવાદીનું) ખંડન થાય છે. તથા સ્વતંત્રપણે (એકાન્ત ભિન્નપાણે) રહેલા એવા સામાન્ય અને વિશેષને માનનારા નિયાયિક અને વૈશેષિકનું (સ્વતંત્ર સામાન્ય વિશેષવાદીનું) પાણ ખંડન થાય છે. કારણકે જ્ઞાનના વિષયભૂત પ્રત્યેક પદાર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક જ છે. ઉભયસ્વરૂપ જ છે. તેથી કેવલ સામાન્ય, કેવલ વિશેષ, અથવા સ્વતન્ત્ર ઉભયધર્મમાં પ્રમાણનું વિષયપણું આપો આપ ખંડિત થાય છે.
____ अथैतदाकर्ण्य कर्णानेडपीडिता इब यौगा: संगिरन्ते । नन्वहो जैना: । केनेदं सुहृदा कर्णपुट विटङिकतमकारि युष्माकम्-स्वतन्त्रौ सामान्यविशेषौ न प्रमाणभूमिरिति । सर्वगतं हि सामान्यं गोत्वादि, तविपरीतास्तु शवलशाबलेयबाहुलेयादयो विशेषाः, ततः कथमेषामैक्यमाकर्णयितुमपि सकर्णेः शक्यम् ? तथा च सामान्यविशेषावत्यन्तभिन्नौ, विरुद्धधर्माध्यस्तत्वात्, यावेवं तावेवम्, यथा पाथःपावकी, तथा चैतौ, तस्मात्तथा, ततो न सामान्यविशेषात्मकत्वं घटादेघुटते ।
- ઉપરોકત અમારી સૂત્રરચના “સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે” આ સાંભળીને કાન મરડવાથી જાણે અતિશય પીડાયા હોય તેમ યૌગિકો (નૈયાયિકો) આ પ્રમાણે કહે છે - હે જેનીઓ! તમારા કયા હિતેચ્છુ મિત્રે તમારા કર્ણપટને (બન્ને કન) વિશેષ ટંકિત કર્યા છે. (તમારા કાર્ણયુગલમાં આવ્યું મિથ્યા શલ્ય કયા મિત્રે રહ્યું છે - ખોટુ સમજાવ્યું છે) કે સ્વતંત્ર એવા (અતિશય ભિન્ન એવા) સામાન્ય અને વિશેષ પ્રમાણનો વિષય થતા નથી. કંઈક વિચાર તો કરો કે આ બન્ને અતિશય વિરૂધ્ધ = પરસ્પર વિરોધી ધર્મો હોવાથી કયાંય પણ સાથે રહી શકે ખરા ? ગોત્ર વિગેરે જે સામાન્ય છે. તે સર્વગત (અર્થાત્ સર્વ ગાયવ્યકિતમાં રહેનાર) છે. જયારે (૧) શબલ, (૨) શાબલેય, (૩) બાહુલેય વિગેરે જે વિશેષ છે તે તો માત્ર તે તે એક વ્યકિતમાં જ રહેનાર છે તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org