________________
૬૭૫
રત્નાકરાવતારિકા
પંચમ પરિચ્છેદ સૂત્ર-૧ श्रीवादिदेवसूरिविरचितस्य प्रमाणनयतत्त्वालोकस्य
श्री रत्नप्रभाचार्यविरचिता लध्वी टीका
રાવતારિણ
पञ्चमः परिच्छेदः इत्थं प्रमाणस्य स्वरुपसख्ये समाख्याय विषयमाचक्षते -
तस्य विषय: सामान्यविशेषाद्यनेकान्तात्मकं वस्तु ॥५-१॥ આ પ્રમાણે “પ્રમાણ" નું સ્વરૂપ (લક્ષગ) તથા ભેદોની સંખ્યા, તથા તે સંબધી પ્રસંગે પ્રસંગે આવતી અન્યદર્શનકારોની જુદી જુદી દોષિત એવી અનેક માન્યતાઓની વિશાલ ચર્ચા કરીને હવે પ્રમાણના વિષયને (પ્રમાણથી જાણવા લાયક જે શેય પદાર્થ છે. તે પ્રમેય વિષયને) ગ્રંથકારશ્રી પાંચમા પરિચ્છેદમાં જણાવે છે.
સૂત્રાર્થ = સામાન્ય અને વિશેષાદિ અનેક (અનંત) ધર્માત્મક એવી જે વસ્તુ, તે પ્રમાણને વિષય છે. પ-૧
ટીકા - તસ્ય પ્રમાણજી, વિસીયન્ને નેવદત્તે વિપરિમિનિતિ વિષયો જેવઃ પરિમિર્તિ यावत् । सामान्यविशेषौ वक्ष्यमाणलक्षणा वादिर्यस्य सदसदाद्यनेकान्तस्य तत्तदात्मकं तत्स्वरुपं वस्त्विति। एवं च केवलस्य सामान्यस्य, विशेषस्य, तदुभयस्य वा स्वतन्त्रम्य प्रमाणविषयत्वं प्रतिक्षिप्तं भवति ।
ટીકાનુવાદ = પ્રથમના ૧ થી ૪ પરિચ્છેદમાં જણાવેલું જે પ્રમાણ, સ્વનો (જ્ઞાનનો પોતાનો) અને પરનો (જ્ઞયવિષયનો) વ્યવસાય (નિર્ણય) કરાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે. તેવા જ્ઞાનાત્મક પ્રમાણનો વિષય “સામાન્ય અને વિશેષાદિ અનેક ધર્મમય” જે વસ્તુ છે તે છે.
શેય એવો જે પદાર્થ છે તે વિષય કહેવાય છે. અને તે પદાર્થને જણાવના જે જ્ઞાન તે વિષયી કહેવાય છે. વિ ઉપસર્ગ અને સિ ધાતુ ઉપરથી આ વિષય શબ્દ બને છે. વિલીયન્ત = (જ્ઞાન) બંધાય જેમાં તે વિષય, કોણ બંધાય ? તો વિષય એવાં પ્રમાણો (જ્ઞાનો), તે પ્રતિબંધિત થાય જે પદથમાં, તે પદાર્થ વિષય કહેવાય છે. તે તે પ્રમાણજ્ઞાનો વિવક્ષિત એવા તે તે વિષયને જણાવતાં છતાં (જ્ઞાપકભાવે) તે તે જ્ઞાનો તે તે વિષયમાં પ્રતિબંધિત થયેલાં (જોડાયેલાં) કહેવાય છે. આ પ્રમાણે પ્રમાણાત્મક જ્ઞાન એ વિષય છે. અને તેનાથી જણાતી વસ્તુ તે વિષય છે. તેને જ જ્ઞાનથી ગોચર પણ કહેવાય છે. અને પરિચ્છેદ્ય પણ કહેવાય છે.
પ્રશ્ન = પ્રમાણાત્મક એવા જ્ઞાનનો જે વિષય છે. તે વિષે કેવો છે ? કેટલા ધર્મ વાળો છે ? કયા કયા ધર્મવાળો છે. ? તે ધમોં પરસ્પર કેવા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org