________________
૬૭૧
તદુત્પત્તિ અને તદાકારતા એ અર્થબોધનું કારણ નથી રત્નાકરાવતારિકા કરતું હોય તો ઘટ-પટાદિ જોયગત જે જડતા રૂપ આકારતા છે તે જ્ઞાનમાં આવતી નથી. કારણ કે જ્ઞાન એકદેશ રૂપ નીલવાદિ આકારને જ પોતાનામાં ધારણ કરે છે તેથી શેયગતજડાકારતા જ્ઞાનમાં ન આવવાથી જ્ઞાન જડાકાર બનતું નથી. માટે અભડાકાર રૂપ જે જ્ઞાન છે. તેમાં નીલવાદિધર્મનો આકાર આવવા છતાં પાગ ઘટપટાદિયગત જડાકારતા ન આવવાથી આ ઘટપટાદિ પદાર્થો જડતાવાળા” છે જડત્વસ્વભાવવાળા છે એવું કેવી રીતે જાણશે ? કારણ કે જે ધમોં જ્ઞાન જણાવે તેમાં તદાકારતા તમે કારણ માનો છો તેથી ઘટપટાદિગત જડતા જાણવી હોય તો તર્ગત જડતાને જ્ઞાને ધારણ કરવી જોઈએ. જ્ઞાનમાં ઘટાદિગત જડતા આકાર રૂપે પરિણામ પામે તો જ જ્ઞાન જડતાને જણાવી શકે પરંતુ એકદેશથી તદાકારધારિત તમે લીધું છે અને તે નીલાદિધર્મવિષયક તદાકારતા જ્ઞાને ધારાગ કરી છે. જડાકારતા ધારણ કરી નથી માટે તે જડવિષયક આકારતા જ્ઞાનમાં આવ્યા વિના આ જ્ઞાન તે ઘટ-પટ આદિવિષયક જડાકારતા કેમ જણાવી શકે. આ અર્થ પૂજ્ય શ્રી જ્ઞાનચંદ્ર સૂરિકૃત ટિપ્પણીના આધારે કરેલ છે. તે ટિપ્પાણીમાં તાિરાષ્ટત્વમ્ પદનો અર્થ જડતાવિશિષ્ટતા કરેલ છે. એટલે અર્થસંબંધી જડતા રૂપ વિશિષ્ટતાને આ જ્ઞાન કેમ જણાવી શકે ?
પરંતુ પૂ. રાજશેખરસૂરિજીકૃત પંજિકામાં વિશિષ્ટમ્ આ પદનો અર્થ જડતાવિશિષ્ટત્વ ન કરતાં નીલત્વાદિધર્મવિશિષ્ટત્વ એવો કરેલ છે. તેથી ત્યાં આ પંક્તિનો અર્થ આ પ્રમાણે જાગવો -
જો જ્ઞાન શેય એવા ઘટ-પટાદિના નીલત્વાદિ દેશમાત્ર આકારને ધારણ કરતું હોય તો શેષજડત્વ” રૂપ બીજી દેશીકારતા ધારાગ ન કરવાથી જોયગત દેશીકારતા ન ધારણ કરવાપણું પણ છે માટે તેવા જ્ઞાન વડે (કે જે જ્ઞાન શેયગત દેશીકારતાનું (જડતાને આશ્રયી) અધારક પણ છે તેવા જ્ઞાન વડે) નીલત્વાદિ ધર્મ વિશિષ્ટતા પણ કેમ જાણી શકાય ? આવો અર્થ સંભવી શકે છે. પરંતુ પૂર્વાપરના લખાણને જોતાં ટિપ્પણીકારનો અર્થ વધારે સંગત હોય એમ લાગે છે. તથા ગુજરાતી અર્થમાં પૂ. મલયવિજયજી મ.શ્રીએ પણ ટિપ્પણીકારનો જ અર્થ સ્વીકાર્યો છે. (તત્ત્વ કેવલિગમ જાગવું)
તથા વળી ગ્રંથકારે પાછળ આપેલું સહકારના ફળનું દૃષ્ટાન્ત પાગ ટિપ્પણીકારના અર્થને વધારે સંગત કરતું જણાય છે. જે પુરૂષે આમ્રફળમાં રહેલા રસનું જ્ઞાન મેળવ્યું નથી. આ કેરી ખાટી છે કે મીઠી ? એમ કેરીનો રસ જેણે ચાખ્યો નથી. તેવો પુરૂષ કેરીના રૂપજ્ઞાન માત્ર દ્વારા કેરી ઉપરના નીલ-પીત આદિ રૂપમાત્ર જોવા વડે) આ આમ્રફલ મધુર હશે કે આમ્સ ? તેવું તવિશિષ્ટત્વ (રસવિશિષ્ટતા) આમ્રફલાદિ માં જાણી શકતો નથી. અર્થાત્ આમ્રફલમાં રૂપ અને રસ એમ બન્ને ધમોં છે જે જ્ઞાનમાં રૂપની આકારતા આવી છે તે જ્ઞાનમાં રસની આકારતા ન આવવાથી રૂપની આકારતા દ્વારા થયેલા રૂપજ્ઞાન વડે જેમ રસજ્ઞાન મેળવી શકાતું નથી. તેવી જ રીતે ઘટ-પટાદિ યમાં નીલાદિ અને જડતાદિ બન્ને ધમોં છે. તેમાંથી એકદેશરૂપ નીલાદિ ધમનો આકાર જો જ્ઞાન ધારણ કરે તો પણ જડતારૂપ અન્ય આકાર ધારણ ન કરવાથી ઘટપટ પદાર્થગત જડતાદિ અન્ય ધર્મને આ જ્ઞાન કેવી રીતે જાણી શકે ? અને “જડતા” આકારને જો જ્ઞાન ધારણ કરે તો નીલાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org