________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૭
૬૭૦
તો પદાર્થના આકારનો ઉલ્લેખ કરવો એટલે કે પદાર્થના આકારનો પરિચ્છેદ (બોધ-જ્ઞાન) કરવો એ જ અર્થ થાય છે. તેથી તમને ‘‘સાધ્યાવિશિષ્ટત્વ' નામનો અનુમાનનો દોષ સ્પષ્ટ લાગશે. કારણ કે અનુમાનમાં એવો નિયમ છે કે સાધ્યને સાધવા જે હેતુ મુકાય છે તે બન્ને સમાન ન હોવાં જોઈએ, તે બન્ને વચ્ચે અવિનાભાવ સંબંધ ભલે હો, પરંતુ વહ્રિ-ધૂમની જેમ અસમાન જોઈએ, કારણ કે સાધ્ય અસિદ્ધ છે. અર્થાત્ હજુ સાધવાનું છે અને હેતુ સિદ્ધ હોય છે. સાધ્ય અજ્ઞાત છે અને હેતુ જ્ઞાત હોય છે. એમ બન્ને વચ્ચે અસમાનતા હોવી જોઈએ. જ્યારે તમારા અનુમાનમાં બન્ને સમાન થઈ જાય છે. માટે આ દોષ સ્પષ્ટ આવે છે. તમારૂં તે અનુમાન આવા પ્રકારનું થાય છે. જ્ઞાનં (પક્ષ), પ્રતિનિયતમર્થમવદ્યોતયંતિ (સાધ્ય), પ્રતિનિયતાર્થપરિચ્છેવાત્ (હેતુ) જ્ઞાન એ પ્રતિનિયત અર્ધબોધ કરાવનાર હોવાથી પ્રતિનિયત અર્થને જણાવે છે. અહીં સાધ્ય પણ પ્રતિનિયતઅર્થનો બોધ અને હેતુ પણ પ્રતિનિયત અર્થનો બોધ થાય છે માટે બન્ને સમાન થવાથી ‘‘સાધ્યાવિશિષ્ટત્વ’’ નામનો અનુમાનદોષ તમને સ્પષ્ટ લાગે જ છે.
હવે જો બીજો પ્રકાર કહો તો ‘અર્થાકારધારિત્વ” એટલે કે ઘટ-પટ આદિ પદાર્થમાં જે આકાર છે તે આકાર ઉડીને જ્ઞાનમાં આવે એટલે જ્ઞાન પોતે જ અર્થના આકારને ધારણ કરી લે છે આમ જો કહેશો તો અમે તમને પુછીએ છીએ કે આ જ્ઞાન અર્થના આકારને શું સર્વથા પોતાનામાં ધારણ કરે છે કે એકદેશથી અર્થનો આકાર પોતે ધારણ કરે છે ?
જો પ્રથમ પક્ષ કહેશો તો એટલે જ્ઞાન પોતે અર્થનો આકાર સર્વથા પોતાનામાં ધારણ કરે છે એમ જો માનશો તો પદાર્થ ઘટ-પટ આદિ જડ હોવાથી અને તેનો સર્વ આકાર જ્ઞાનમાં આવવાથી જ્ઞાન પણ જડ જ બની જશે. જેમ પ્રથમક્ષણવર્તી ઘટાકારને ઉત્તરક્ષણવર્તી ઘટ સર્વથા ધારણ કરે છે અને તેથી જડસ્વભાવાત્મક તે ઉત્તરક્ષણ છે તેની જેમ આ જ્ઞાન પણ ઘટાકારતાને પોતાનામાં સર્વથા ધારણ કરતો હોવાથી જ્ઞાન પણ જડતાને જ પામશે. અને તેથી ઉત્તરક્ષણવર્તી અર્થક્ષણ જેમ પ્રમાણરૂપ નથી, જ્ઞાન સ્વરૂપ નથી તેની જેમ જ આ જ્ઞાનમાં પણ પ્રમાણસ્વરૂપતાનો (જ્ઞાનસ્વભાવતાનો) અભાવ જ પ્રાપ્ત થશે. એટલે કે જ્ઞાન પણ પ્રમાણના અભાવાત્મક (જડસ્વરૂપ) બની જશે. કારણ કે તે જ્ઞાને જડ એવા જે જ્ઞેય પદાર્થો છે તેની રૂપતાનું સર્વથા અનુકરણ કર્યું છે. માટે જ્ઞાન જડ થઈ જશે.
अथ देशेन હવે જો તમે એમ કહેશો કે આ જ્ઞાન ઘટ-પટ આદિ જ્ઞેય પદાર્થોમાં રહેલા નીલત્વ આદિ અમુક જ ધર્મોને ધારણ કરે છે એટલે જ્ઞાન સર્વથા ઘટાકાર બની જતું નથી પરંતુ ઘટગતનીલત્વાદિ અમુક ધર્મોને જ જ્ઞાન પોતાનામાં ધારણ કરે છે અને તેથી દેશ રૂપ અર્થાકારધારિત્વ હોવાથી આ જ્ઞાન ઘટગતનીલાદિ ધર્મોને જાણી શકે છે. એમ જો કહેશો તો તે વાત પણ ઉચિત નથી. કારણ કે “અજડાકાર’’ વાળા એવા તે જ્ઞાન વડે ‘‘જડતા' ની પ્રાપ્તિનો અસંભવ હોવાથી પદાર્થનું તદ્વિશિષ્ટત્વ (જડતાવિશિષ્ટત્વ અથવા નીલત્વાદિધર્મવિશિષ્ટત્વ) કેવી રીતે જાણશે ?
ભાવાર્થ એવો છે કે જ્ઞાન જો જ્ઞેયના એકદેશભૂત આકારને ધારણ કરતું હોય તો, અને તેથી ઘટ-પટાદિ જ્ઞેયપદાર્થોમાં રહેલા નીલત્વાદિ અમુક ધર્મોને જ જ્ઞાન પોતાનામાં આકારરૂપે ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org