SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ તદુત્પત્તિ અને તદાકારતા એ અર્થબોધનું કારણ નથી રત્નાકરાવતારિકા અન્યદર્શનકારોની ઉપર મુજબની વાત વાસ્તવિક ન્યાયયુક્ત ઉત્તર तदपि न न्यायानुगतम् નથી. સમાન વિષયવાળા એવા ‘“સમનન્તર પ્રત્યક્ષથી'' ઉત્પન્ન થનારા જ્ઞાનોની સાથે વ્યભિચાર દોષ આવે છે. તે આ પ્રમાણે ૬૬૯ - ઘટ-પટ આદિ કોઈ પણ એક જ વિષયને જણાવનારાં સમયે સમયે જે ધારાવાહી જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે “સમનન્તર પ્રત્યયોત્પન્નજ્ઞાન'' કહેવાય છે. જેમકે ઘટને જાણવા માટે આપણે પ્રવર્ત્ય, પ્રથમ સમયથી અન્તર્મુહૂર્ત સુધી સતત તેના જ ઉપયોગમાં (તેનું જ જ્ઞાન મેળવવામાં) વ્યસ્ત રહ્યા. ત્યાં પ્રથમ સમયે ઘટનું જે જ્ઞાન મળ્યું. તેનાથી જ બીજા સમયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી જ (અધિકપણે) ત્રીજા સમયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રત્યેક સમયોમાં પૂર્વ પૂર્વ જ્ઞાનથી ઉત્તર ઉત્તર સમયવર્તી જ્ઞાનોમાં ‘‘તદ્યુત્પત્તિ’” પણ છે. ‘‘તાજારતા’’ પણ છે. અને જ્ઞાનત્વ પણ છે માટે સમાન વિષયવાળાં સમનન્તર પ્રત્યયથી ઉત્પન્ન થયેલાં એવાં દ્વિતીયક્ષણાદિવર્તી જે જ્ઞાનો છે તેમાં વ્યભિચારદોષ આવશે. કારણ કે તે જ્ઞાનો (૧) તદુત્પત્તિ, (૨) તદાકારતા, અને (૩) જ્ઞાનત્વ એમ ત્રણે ધર્મયુક્ત હોવાથી યથોક્ત (પૂર્વે કહેલું) એવું અર્થવ્યવસ્થાપકત્વનું સમગ્ર લક્ષણ ત્યાં હોવા છતાં પણ તે તે ઉત્તરક્ષણવર્તી જ્ઞાનો પોત પોતાના જનક એવાં પૂર્વસમયવર્તી જ્ઞાનોને જણાવતાં નથી. પરંતુ ઘટ-પટ આદિ જ્ઞેયવિષયને જ જણાવે છે. માટે તમારી આ વાત પણ યુક્તિયુક્ત નથી. अपि च, किमिदमर्थाकारत्वं वेदनानाम्, यद्वशात् प्रतिनियतार्थपरिच्छेदः स्यात्, किमर्थाकारोलेखित्वम् ? अर्थाकारधारित्वं वा ? प्रथमप्रकारे अर्थाकारोल्लेखोऽर्थाकारपरिच्छेद एव ततश्च ज्ञानं प्रतिनियतार्थपरिच्छेदात् प्रतिनियतमर्थमवद्योतयतीति साध्याविशिष्टत्वं स्पष्टमुपढौकते । द्वितीयप्रकारे पुनरर्थाकारधारित्वं ज्ञानस्य सर्वात्मना, देशेन वा ? प्रथमपक्षे, जडत्वादर्थस्य ज्ञानमपि जडं भवेत्, उत्तरार्थक्षणवत् । प्रमाणरूपत्वाभावश्चोत्तरार्थक्षणवदेवास्य प्रसज्येत, सर्वात्मना प्रमेयरूपताऽनुकरणात्, अथ देशेन नीलत्वादिनाऽर्थाकारधारित्वमिष्यते ज्ञानस्य, तर्हि तेनाजडाकारेण जडताप्रतिपत्तेरसम्भवात् कथं तद्विशिष्टत्वमर्थस्य प्रतीयेत ? न हि रूपज्ञानेनाप्रतिपन्नरसेन तद्विशिष्टता सहकारफलादौ प्रतीयते । किञ्च देशेनार्थाकारधारित्वान्नीलार्थबन्निःशेषार्थानामपि ज्ञानेन ग्रहणापत्तिः, सत्त्वादिमात्रेण तस्य सर्वत्रार्थाकारधारित्वाविशेषात् । તથા વળી, આ તદુત્પત્તિ અને તદાકારતા માનનારા દર્શનકારોને અમે (જૈનો) પુછીએ છીએ वेदनानाम् જ્ઞાનોમાં જે આ ‘અર્થાકારતા’” તમે કહો છો તે અર્થકારતા શું છે ? કે જે અર્થાકારતાના વશથી આ જ્ઞાન અમુક ચોક્કસ પ્રતિનિયત અર્થનો જ પરિચ્છેદ કરાવે છે. અર્થાકારતા એટલે શું ? તે તમે જરા વધારે સ્પષ્ટ કરો. (૧) અર્થાકારતા એટલે અર્થમાં જે આકાર છે તેનો ઉલ્લેખ કરવો, તેને જણાવવું, તેનો બોધ કરાવવો, તેને સમજાવવું, તેને તમે તદાકારતા-અર્થકારતા કહો છો કે (૨) ઘટ-પટ આદિ પદાર્થોમાં જે જે આકારો છે તે તે આકારો (ઉડીને) જ્ઞાનમાં આવી જાય છે અને તે જ્ઞાન તે તે અર્થના આકારને પોતાનામાં ધારી લે છે તેને અર્થાકારતા કહો છે. આ બે પક્ષોમાંથી કહો કે તદાકારતા એટલે શું ? હવે જો પ્રથમપ્રકાર કહો તો એટલે કે અર્થાકારતાનો અર્થ અર્થાકારનો ઉલ્લેખ એમ જો કહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy