________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૪ () અસ્તિત્વ નામના ગુણનાં ગુણી એવાં જે ઘટ-પટ-જીવાદિ દ્રવ્યો છે. તે ઘટ-પટ જીવાદિ ગુણીદ્રવ્યો સંબંધી જે ક્ષેત્ર સ્વરૂપ દેશ અસ્તિત્વ ધર્મનો છે તે જ ક્ષેત્ર સ્વરૂપ દેશ અન્યગુણોનો પણ છે. અર્થાત્ દ્રવ્યની સાથે સંબંધ રાખનારા અસ્તિત્વગુણનું જે ક્ષેત્ર છે તે જ ક્ષેત્ર અન્યગુણોનું પણ છે. માટે અસ્તિત્વ અને અન્યગુણો એમ બન્ને ગુણી સંબંધી એક જ દેશમાં વર્તતા હોવાથી ગુણિદેશવડે પણ અભેદવૃત્તિ જાણવી.
(૭) વ વર્તાત્મના = અસ્તિત્વધર્મના આધારભૂત એવી જે વસ્તુ છે. તે વસ્તુસ્વરૂપની સાથે અસ્તિત્વધર્મનો જે સંસર્ગ (સંપર્ક) છે. તે જ સંપર્ક શેષ ધમનો પાગ તે એક વસ્તુ સ્વરૂપની સાથે છે. જેમ અસ્તિત્વનો સંસર્ગ ઘટમાં છે તેમ શેષધર્મોનો પણ સંસર્ગ ઘટમાં છે આ સંસર્ગવડે અભેદવૃત્તિ થઈ.
પ્રશ્ન - પૂર્વે (ચોથા દ્વારમાં) કહેલા સંબંધ નામના દ્વારથી વરસ્ય = આ સંસર્ગદ્વારની અંદર શું વિશેષતા છે ? એટલે કે જે ચોથું દ્વાર છે તે પણ સંબંધરૂપ છે અને આ સંસર્ગદ્વાર પણ એકજાતના સંબંધરૂપ જ છે. તો આ બન્નેમાં વિશેષતા શું ?
ઉત્તર - સંબંધપણે બન્ને સમાન હોવા છતાં કંઈક વિશેષતા છે. જ્યાં અભેદની પ્રધાનતા હોય અને ભેદની ગૌણતા હોય ત્યાં તાદાત્મ (અર્થાત્ અવિષ્યભાવ નામનો) સંબંધ કહેવાય. આ અર્થ ચોથા દ્વારમાં જાણવો. જેમ કે (૧) ગોળ ગળ્યો છે. ઘડો લાલ છે. આ મહાત્મા જ્ઞાની છે. ઈત્યાદિ. પરંતુ જ્યાં ભેદની પ્રધાનતા અને અભેદની ગૌણતા હોય ત્યાં આ સાતમા ધારવાળો સંસર્ગસંપર્ક રૂપ સંબંધ સમજવો. જેમ કે ગોળમાં ગળપણ છે. ઘડાનો રંગ લાલ છે. આ મહાત્મામાં મહાજ્ઞાન છે. ઈત્યાદિ. તાદાત્મ જેવો જે સંબંધ તે ચોથું સંબંધદ્વારા જાણવું અને સંયોગ જેવો જે સંબંધ તે સાતમું સંસર્ગદ્વાર જાણવું.
પ્રશ્ન - ગુણ-ગુણી વચ્ચે સદા તાદમ્ય જ સંબંધ હોય છે. સંપર્કપ સંયોગસંબંધ કેવી રીતે હોય ? તે તો દ્રવ્ય-દ્રવ્યનો હોય છે ? તથા વળી અત્યારે અમેદવૃત્તિપ્રાધાન્યથી આ આઠ દ્વાર સમજાવાય છે ત્યાં અભેદની પ્રધાનતા વાળું “સંબંધ” નામનું ચોથું દ્વાર સંભવી શકે પરંતુ ભેદની પ્રધાનતાવાળું આ સાતમું દ્વાર કેમ સંભવી શકે ?
ઉત્તર - તમારો પ્રશ્ન સત્ય છે. “સંયોગ” સંબંધ દ્રવ્ય-દ્રવ્યનો જ હોય, ગુણ-ગુણીનો હોતો નથી, તથા ગુણ-ગુણીનો સદા તાદાત્મસંબંધ જ હોય છે. આ રીતે તાદાભ્યસંબંધ” વાસ્તવિક હોવા છતાં વ્યવહારનયની પ્રધાનતા કરીને જાણે ગુણ-ગુણી વચ્ચે ભેદ હોઈ નહી શું ? તેમ “ગોળમાં ગળપણ ઘણું છે” ઈત્યાદિની જેમ કલ્પનાકૃત ભેદની પ્રધાનતા છે. આ વાસ્તવિક ભેદની વિરક્ષા નથી. વાસ્તવિક ભેદની વિવક્ષા ભેદપ્રધાનતા વખતે આવશે. તેથી જ આ “અભેદ પ્રધાનતાના કથન” પ્રસંગે ઔપચારિક રીતે ભેદની પ્રધાનતા જ્યારે વિચારાય ત્યારે આ સાતમું દ્વાર કહેવાય. માટે જ આ “સંયોગ” સંબંધ નથી. પરંતુ સંયોગના જેવો જે સંબંધ ભાસે તે સંસર્ગ. એમ વિચક્ષા કરી છે.
(૮) તથા “અસ્તિત્વ” ધર્માત્મક વસ્તુનો વાચક “અસ્તિ” શબ્દ જેમ છે. તે જ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org