SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કાલાદિ આઠ દ્વારોનું વર્ણન રત્નાકરાવતારિકા શેષ અનન્ત ધર્માત્મક વસ્તુના પણ તેવા તેવા વાચક શબ્દો છે. કારણ કે ઘટ-પટાદિ પદાર્થોમાં જેમ “મતિ” ધર્મ છે અને તેને વાચક પ્તિ શબ્દ પણ છે તે જ રીતે શેષ અનન્ત ધમાં પણ તેની અંદર “છે” અને તે તે ધર્મોના તેવા તેવા વાચક શબ્દો પણ છે. એટલે “શબ્દ”ની અપેક્ષાએ અસ્તિ ધર્મની સાથે અભેદવૃત્તિ થઈ. આ પ્રમાણે પર્યાયાર્થિકનયની ગૌણતા જ્યારે કરાય અને દ્રવ્યાર્થિકનયની પ્રધાનતા જ્યારે કરાય ત્યારે આ સર્વ ઘટી શકે છે. द्रव्यार्थिकगुणभावेन पर्यायार्थिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवति, समकालमेकत्र नानागुणानामसम्भवात्, सम्भवे वा तदाश्रयस्य तावद् वा भेदप्रसङ्गात् (१), नानागुणानां सम्बन्धिन आत्मरूपस्य च भिन्नत्वात्, आत्मरूपाभेदे तेषां भेदस्य विरोधात् (२), स्वाश्रयस्यार्थस्यापि नानात्वात्, अन्यथा नानागुणाश्रयत्वविरोधात् । (३), सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनात् नानासम्बन्धिभिरेकत्रैकसम्बन्धाघटनात् (४), तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतरूपस्यानेकत्वात्, अनेकैरुपकारिभिः क्रियमाणस्योपकारस्यैकस्य विरोधात् (५), गुणिदेशस्य च प्रतिगुणं भेदात्, तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात् (६), संसर्गस्य च प्रतिसंसर्गिभेदात्, तदभेदे संसर्गिभेदविरोधात् (७), शब्दस्य च प्रतिविषयं नानात्वात्, सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यताऽऽपत्तेः शब्दान्तरवैफल्यापत्तेः (८), तत्त्वतोऽस्तित्वादीनामेकत्र वस्तुन्येवमभेदवृत्तेरसम्भवे कालादिभिर्भिन्नात्मनामभेदोपचारः क्रियते । तदेताभ्यामभेदवृत्त्यभेदोपचाराभ्यां कृत्वा प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकस्य वस्तुनः समसमयं यदभिधायकं वाक्यं सः सकलादेश: प्रमाणवाक्यापरपर्याय इति स्थितम् । कालात्मरूपसम्बन्धाः संसर्गोपक्रिये तथा । गुणिदेशार्थशब्दाश्चेत्यष्टौ कालादयः स्मृताः ॥१॥४-४४॥ આ “સકલાદેશ” પ્રમાણાધીન હોવાથી અનંતધર્મોના સ્વરૂપને એકીસાથે “યુગ૫” પાસે કહેનાર હોય છે. અને “વિકલાદેશ” નયાધીન હોવાથી તે જ અનંતધર્મોના સ્વરૂપને ક્રમશઃ કહે છે. આ બન્નેમાં માત્ર એટલો જ તફાવત છે. સકલાદેશ એ જાગે અવયવી હોય અને વિકલાદેશ એ જાણે અવયવ હોય. સકલાદેશ એ જાણે પટ હોય અને વિકલાદેશ એ જાણે તન્તુ હોય તેમ બન્ને આદેશો અપેક્ષાવિશેષ માત્ર છે. - તે બેમાંથી “સકલાદેશ” અભેદવૃત્તિની પ્રધાનતાથી જણાય છે. અથવા ભેદવૃત્તિની પ્રધાનતામાં અભેદ ઉપચાર કરવાથી પાગ જાણાય છે એમ બે રીતે સકલાદેશ જાણી શકાય છે. આ બે પ્રકારમાંથી પ્રથમ અભેદવૃત્તિની પ્રધાનતાએ સકલાદેશનું જ સ્વરૂપ છે તે કાલાદિ આઠ દ્વારો વડે જણાવ્યું. હવે આ બે પ્રકારમાંથી બીજો જે પ્રકાર છે કે ભેદવૃત્તિની પ્રધાનતા હોવા છતાં તેની તરફ ઉપેક્ષા કરી તેમાં અભેદ પાણાનો ઉપચાર કરવાથી પણ સકલાદેશ જાણી શકાય છે. તે હવે સમજાવાય છે. આ સકલાદેશ પૂર્ણ થયા પછી વિકલાદેશ સમજાવાશે. અભેદોપચારથી સકલાદેશ આ પ્રમાણે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy