SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ કાલાદિ આઠ દ્વ્રારોનું વર્ણન રત્નાકરાવતારિકા (૧) નીવાવિ વસ્તુ સ્વાસ્યેવ - જીવ-અજીવાદિ સર્વ વસ્તુઓ કથંચિદ્ અસ્તિ છે. અહીં વસ્તુમાં જે કાળે અસ્તિત્વ ધર્મ છે તે જ કાલે શેષ અનંતધર્મો પણ આ એક વસ્તુમાં છે. એટલે અસ્તિત્વધર્મ શેષ અનંત ધર્મોની સાથે એક વસ્તુમાં એકકાલે સાથે વર્તે છે. કારણ કે અત્તિ છે ત્યારે જ બીજા ધર્મો પણ ત્યાં છે જ, આ રીતે અસ્તિત્વધર્મની અને શેષ ધર્મોની કાળની અપેક્ષાએ અભેદવૃત્તિ થઈ. આ પ્રથમદ્વાર થયું. (૧) ૬૫૯ (૨) અસ્તિત્વ ધર્મ એ જીવાદિ તે તે વસ્તુનો ગુણ છે. એટલે તનુનત્વમ્ તે તે જીવાદિ દ્રવ્યોના ગુણપણું એ જેમ અસ્તિત્વધર્મનું જ્ઞાત્મપમ્ સ્વરૂપ છે. તેવી જ રીતે અન્યગુણોનું સ્વરૂપ પણ તે જ (તત્તુળત્વ) છે. આ રીતે તળુળાત્મ તે તે દ્રવ્યોના ગુણમયપણાનું સ્વરૂપ (ઞાત્મપત્વ) અસ્તિત્વનું અને અન્યગુણોનું સરખું છે. આ આત્મપેજ આત્મરૂપ વડે અભેદવૃત્તિ સમજવી. આ બીજુ દ્વાર થયું. = (૩) ર્થં એટલે આધાર, અસ્તિત્વ નામના ધર્મનો જીવ-ઘટ-પટ આદિ દ્રવ્યાત્મક પદાર્થ જે આધાર છે. તે જ પદાર્થ અન્ય પર્યાયોનો (ગુણધર્મોનો) પણ આધાર છે. જે જીવ અસ્તિત્વનો આધાર છે તે જ જીવ અન્ય અનંત પર્યાયોનો પણ આધાર છે આ રીતે ર્થ વડે (આધાર વડે) અભેદવૃત્તિ થઈ. આ ત્રીજું દ્વાર જાણવું. (૪) સમ્બન્ધ: અહીં અવિષ્વભાવ સંબંધ સમજવો, અવિષ્વભાવ એટલે તાદાત્મ્યસંબંધએકમેકસંબંધ અસ્તિત્વ ધર્મનો ઘટ-પટાદિધર્મીની સાથે કથંચિત્તાદાત્મ્ય સ્વરૂપ જે અવિષ્વભાવ (અભેદ) સંબંધ છે તે જ કચિત્તાદાત્મ્ય (અભેદ) સંબંધ બાકીના અનંતધર્મોનો પણ ધર્મીની સાથે છે, આ રીતે અવિશ્વભાવ નામના સંબંધની અપેક્ષાએ પણ અસ્તિત્વની અને શેષ અનંત ધર્મોની અભેદવૃત્તિ થઈ. આ ચોથું દ્વાર જાણવું. य एव चोपकारोऽस्तित्वेन स्वानुरक्तत्वकरणम्, स एव शेषैरपि गुणैरित्युपकारेणाभेदवृत्ति: (५), य गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य, स एवान्यगुणानामिति गुणिदेशेनाभेदवृत्तिः (६), य एव चैकबस्त्वात्मनाऽस्तित्वस्य संसर्गः, स एवाशेषधर्माणामिति संसर्गेणाभेदवृत्तिः, ननु प्रागुक्तसम्बन्धादस्य कः प्रतिविशेषः ?। उच्यते, अभेदप्राधान्येन भेदगुणभावेन च प्रागुक्तः सम्बन्धः, भेदप्राधान्येनाभेदगुणभावेन चैष संसर्ग इति ( ७ ), य एवास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः, स एव शेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः (८), पर्यायार्थिकनयगुणभावे द्रव्यार्थिकनयप्राधान्यादुपपद्यते । - Jain Education International = = (૫) ઘટ-પટ-જીવાદિ દ્રવ્યોનો અસ્તિત્વધર્મ વડે સ્વાનુરક્તત્વ કરવા રૂપ જે ઉપકાર કરાય છે તે જ ઉપકાર શેષ ગુણધર્મો વડે પણ કરાય છે એટલે કે “અસ્તિત્વ’’ ધર્મ ઘટ-પટ-જીવાદિ દ્રવ્યોનું હોવાપણુ જણાવવા રૂપ એટલે કે સ્વ અસ્તિત્વ-હોવાપણા રૂપ ધર્મ વડે અનુત્ત્તત્વ અનુરંજિત કરવા સ્વરૂપ, હોવાપણું બતાવવા વડે જેમ દ્રવ્યનો ઉપકાર કરે છે. વસ્તુનું છતાપણું બતાવે છે તેમ શેષગુણધર્મો પણ પોતપોતાનો નિયત કરેલો ભાવ જણાવવા દ્વારા દ્રવ્યનો રૂપે ઉપકાર કરે છે. આ રીતે ઉપકાર વડે અભેદવૃત્તિ થઈ. આ પાંચમું દ્વાર સમજવું. તે = = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy