________________
રત્નાકરાવતારિકા
પણ સમધા જ છે. એમ અર્થ કરવો.
સારાંશ કે શ્રોતાના હૃદયમાં સંદેહો (શંકાઓ) સમવિધ હોવાથી જિજ્ઞાસા પણ સાત જ ઉઠે છે. જિજ્ઞાસા સાત થવાથી પ્રશ્નો પણ સાત જ થાય છે અને પ્રશ્નો સાત હોવાથી તેના ઉત્તર રૂપે ભાંગા પણ સાત જ છે. ૪-૪૧૫
=
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૨/૪૩/૪૪
सन्देहस्यापि सप्तधात्वे कारणमाहुः
तस्यापि सप्तप्रकारत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः ||४-४२॥ टीका - तस्य प्रतिपाद्यगतसन्देहस्य स्वगोचरवस्तुधर्माणां सन्देहविषयीकृतानामस्तित्वादिवस्तुपर्यायाગામ્ ॥૪-જીરા
સંદેહ પણ સાત જ પ્રકારનો થાય છે તેનું કારણ શું ? તેનો ઉત્તર આ સૂત્રમાં આપે છે કે તે સંદેહ પણ સાત પ્રકારનો જ થાય છે એવો નિયમ છે કારણ કે સ્વ સંદેહના ગોવર પદાર્થના ધર્મો પણ સાત પ્રકારના જ સંભવે છે. ૫૪
વિષયભૂત એવા વસ્તુધર્માંળાં
૪૫
=
Jain Education International
-
ટીકાનુવાદ - મૂલસૂત્રમાં તસ્ય એવો જે શબ્દ છે તેનો અર્થ શ્રોતાના હૃદયમાં રહેલો સંદેહ એવો અર્થ કરવો. અને સ્વશોધવસ્તુધર્માંળામ્ સંદેહના વિષય ભૂત એવા અસ્તિત્વ આદિ વસ્તુના પર્યાયો પણ સાત જ છે એવો અર્થ કરવો. તેથી (૧) અસ્તિત્વ, (૨) નાસ્તિત્વ, (૩) ક્રમશ: અસ્તિત્વ-નાસ્તિત્વ, (૪) અવાચ્યત્વ, (૫) અસ્તિ અવાચ્યત્વ, (૬) નાસ્તિ અવાચ્યત્વ, અને (૭) અસ્તિ-નાસ્તિ-અવાચ્યત્વ એમ વસ્તુના ધર્મો વસ્તુમાં સાત જ છે માટે સંદેહો પણ સાત જ ઉઠે છે તેથી શ્રોતાને તૃપ્તિ થઈ જાય છે.
આ પ્રમાણે (૧) વસ્તુધર્મો સાત હોવાથી સંદેહ સાત થાય છે અને (૨) સંદેહ સાત થવાથી જિજ્ઞાસા સાત ઉઠે છે (૩) જિજ્ઞાસા સાત ઉઠતી હોવાથી પ્રશ્નો સાત પુછે છે અને (૪) પ્રશ્નો સાત હોવાથી તેના ઉત્તરરૂપે ભાંગા પણ સાત જ છે એમ સિદ્ધ થયું. ૫૪-૪૨ા
इयं सप्तभङ्गी किं सकलादेशस्वभावा विकलादेशस्वभावा वेत्यारेकां पराकुर्वन्ति -
इयं सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च ॥४-४३॥ टीका - एकैको भङ्गोऽस्याः सम्बन्धी सकलादेशस्वभावः विकलादेशस्वभावश्चेत्यर्थः ॥ ४-४३॥
આ સમભંગી શું સકલાદેશસ્વભાવવાળી છે ? કે શું વિકલાદેશ સ્વભાવવાળી છે ? આવી શંકાને દૂર કરતાં ગુરૂજી કહે છે કે -
આ સમભંગી ભાંગે-ભાંગે સકલાદેશસ્વભાવવાળી પણ છે અને વિકલાદેશ સ્વભાવવાળી પણ છે. ૫૪-૪૩મા
=
૬૫૪
=
ટીકાનુવાદ - અસ્યા: = આ સમભંગી સંબંધી એકેક ભાંગો (સાતે ભાંગા) સકલાદેશસ્વભાવવાળા પણ છે અને વિકલાદેશ સ્વભાવવાળા પણ છે. સકલાદેશ અને વિકલાદેશ કોને કહેવાય છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org